________________
આ રીતે પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજ મુનિઓની વિવિધ નયદેશનાને પરમાર્થથી અભિન્ન જણાવી એમાં ઝઘડો ન હોવાનું ખાસ જણાવે છે, તથા ક્ષાયોપથમિક ધર્મો પણ અંતે હેય હોવાથી મુનિઓને તેમાં ઝઘડા ન કરવાનું જણાવે છે.
પૂજ્યપાદ શ્રી હરિભદ્રસૂરિજી મહારાજ પણ શ્રી યોગદષ્ટિ. ગ્રન્થના ૧૪૮ મા શ્લોકમાં જણાવે છે કે • ‘મુક્તિમાં ક્ષાયોપથમિક બધા ધર્મો છોડવાના છે, માટે મુમુક્ષઓએ કોઈપણ બાબતમાં આગ્રહ રાખવો તે પરમાર્થથી અયુક્ત છે.” નહીં તો પછી પૂ. આનંદધનજી મહારાજે કહ્યું છે તેમ ‘હેતુવાદે હો તર્ક પરમ્પરા, પાર ન પહોંચે કોય” એવી દશા ઊભી થાય.
વર્તમાનકાળના શ્રોતાઓએ તો ખાસ ધ્યાન રાખવું પડશે કે “એક ઉપદેશક આમ કહે છે તો બીજા ઉપદેશકની વાત સાવ ખોટી', - આવા કુવિકલ્પોમાં કે વિવાદમાં પડવાને બદલે શાંતચિત્તે, સૂક્ષ્મબુદ્ધિથી, એકાગ્રતાપૂર્વક પૂર્વાચાર્ય ભગવંતોના શાસ્ત્રીય વિધાનો અને તદનુરૂપ વર્તમાન ઉપદેશક મહાપુરૂષોના વિધાનોમાં પરમાર્થથી કઈ રીતે ભેદ અને અભેદ છે તે તરફ લક્ષ લઈ જવું જોઈએ; નહીં તો સંભવ છે કે એક તરફી શાસ્ત્ર વાતોના આગ્રહથી ઉન્માર્ગ ભણી જવાનું થઈ જાય. ખંડનમંડનનો આશય :
ઉપરોક્ત ચર્ચા પણ પ્રસ્તાવનામાં એ જ આશયથી દાખલ કરી છે કે ભવભીરુ શાસ્ત્રમર્મજ્ઞ યથાર્થ ઉપદેશક મહાત્માઓની નયભેદે ભિન્ન ભાસતી દેશનાઓથી જરાય બુદ્ધિભેદ કોઈને ન થાય. રાગ-દ્વેષથી વેગળા રહીને શુદ્ધ આશયથી (નહીં કે એકબીજાના મલિન ખંડન-મંડનના આશયથી) શાસ્ત્રીય પદાર્થોની નયભેદે ઉગ્ર ચર્ચા થાય તે શ્રી જૈનશાસનનું દૂષણ નહીં પણ ભૂષણ છે. આ વાત પ્રબુદ્ધ શ્રોતાઓએ તો ખાસ ભૂલવી જોઈએ નહીં. • ग्रहः सर्वत्र तत्त्वेन मुमुक्षूणामसंगतः । मुक्तौ धर्मा अपि प्रायस्त्यक्तव्याः किमनेन तत् ।।
અહીં એક એવી શંકા થાય કે જ્યારે એક નયથી પ્રતિપાદન કરનાર ઉપદેશક બીજા નયની માન્યતાનું ખંડન પણ કરતા હોય તો એમનું પ્રતિપાદન નયાત્મક કેમ કહેવાય, દુર્નયરૂપ કેમ ન કહેવાય ?
આ શંકાનો જવાબ પૂ.ઉપા0 મહારાજે સુંદર આપ્યો છે તે જ જોઈએ - ‘ઉપદેશ રહસ્યશ્લોક ૫૩ ની ટીકામાં અંતે કહ્યું છે કે “પોતાના નયના વિષયનું પ્રાધાન્ય દર્શાવવા માટે બીજા નયના માન્ય અર્થનું નિરસન પણ સંગત છે; પરંતુ જો પોતે જે નયનું નિરૂપણ કરી રહ્યા છે તે નયનું પ્રાધાન્ય દર્શાવવાનો અભિપ્રાય નહીં રાખતા ખંડન કરવાનો જ ઉદ્દેશ રાખે તો તે દુર્નય બની જાય.”
તથા નરહસ્યમાં પણ આ જ વાત બતાવી છે કે (જુઓ નૂતનમુદ્રિત પુસ્તકનું પૃષ્ઠ ૩૬) “વસ્તુના બીજા અંશનો પ્રતિક્ષેપ કરવાથી પ્રતિપાદન દુર્નય થઈ જતું નથી, એ બીજા અંશોનો પ્રતિક્ષેપ સ્વનયની પ્રધાનતા દર્શાવવામાં ઉપયોગી છે.” #
આનાથી એ ફલિત થાય છે કે એક ઉપદેશક બીજા ઉપદેશકના નયનું પોતાના અભ્યતર ખંડનરસથી જ ખંડન કરે તો તે જરૂર દુર્નય બને; પણ માત્ર શ્રોતાઓની દૃષ્ટિ શાસ્ત્રાનુસારી બીજા નયના વિષયો ઉપર દોરીને તેનું પણ પ્રાધાન્ય સૂચવવા માટે આનુષંગિક બીજા નયના ઉપદેશકની વાતોનું નિરસન કરે, તો તે આહાર્ય અર્થાત્ કૃત્રિમ હોવાથી વાસ્તવમાં દુર્નયરૂપ નથી બનતું પણ વસ્તુવ્યુત્પાદક બને છે.” | ‘કયા નયનો ઉપદેશ પ્રધાન કે અપ્રધાન એ બાબતમાં તો ઉપાધ્યાયજી મહારાજે' (નરહસ્ય પૃ. ૧૯૪ માં) સુંદર ખુલાસો કર્યો છે કે+‘નયોની બલવત્તા અને દુર્બળતા અપેક્ષાને આધીન છે.”
આનાથી એ ફલિત થાય છે કે શાસ્ત્રોના ભિન્ન ભિન્ન જયોના વિધાનોમાં ઉપદેશક મહાત્માએ ક્યા દ્રવ્ય-ક્ષેત્ર-કાળ ભાવની અપેક્ષાએ ક્યા નયના # न चैवमितरांशप्रतिक्षेपित्वाद् दुर्नयत्वम्
तत्प्रतिक्षेपस्य प्राधान्यमात्र एवोपयोगात् । + एतेषु च बलवत्त्वादिविचारेऽपेक्षैव शरणम्
(૯૮)