SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૫. પ્રતિમાશતક લેક ૮૫ સટીક (ઉ.વ.વિ.મ.) गुडजिह्वकया स्वर्गादीच्छायाः अपि उपेयमोक्षेच्छाऽव्याવાત ચેન કોષatત્ | ગુડજિવિહકા ન્યાયે સ્વર્ગાદિની ઈચ્છા પણુ સાધ્યમોક્ષની ઈચ્છાની બાધક નથી, માટે દોષરૂપ નથી. (ગુડજિદ્દિકા જાય એટલે નાના બાળકને કડવી દવા પાવી હોય ત્યારે માતા પહેલાં એની જીભ પર ગેળને લેપ કરે છે. એના પર પાયેલી કડવી દવા બાળક પી જાય છે. ત્યાં એ લેપ દોષરૂપ નથી. એમ અહીં* જીવ પાસે પહેલાં સ્વર્ગાદિની ઇરછાથી પણ ધર્મ કરાવાય. તે ધમ પછીથી મોક્ષની ઈચ્છાથી કરાતા ધર્માચરણને રાક નથી. માટે એ (સ્વર્ગાદિ ઈચ્છાથી કરાતો ધર્મ) દોષરૂપ નથી. (આમાં મિક્ષ સિવાય બીજી કોઈ ઈચ્છાથી ધર્મ કરાવાય જ નહિ એ વાત ઉડી જાય છે.) ૫૬. અષ્ટકશાસ્ત્ર ૮ મું અષ્ટક ફલક ૮ મે. द्रव्य प्रत्याख्यानं किमनर्थकमेव ? नः इत्याह :जिनोक्तमिति सद्भक्त्या ग्रहणे द्रव्यतोऽप्यदः । बाध्यमानं भवेद्भाव प्रत्याख्यानस्य कारणम् ।।८।। (વેકાયવોન દ્રવ્રયતા rટીતમ). શું દ્રવ્ય પચ્ચકખાણ અનર્થકારી છે ? ના... કહે છે કે ‘જિનેશ્વર ભગવાને આ કહેવું છે.’ એમ હૈયામાં જિનભક્તિ (જિનેશ્વર ભગવાન પર બહુમાન) લાવીને આ પંચકખાણુ દ્રવ્યથી અર્થાત્ લૌકિક અપેક્ષાથી પણુ ગ્રહણુ કરાય. તે આગળ જતાં બાધ્યમાન બનતું, એટલે કે અપેક્ષાદિ ભાવે નિવૃત્ત થતાં થતાં ભાવ પચ્ચકખાણનું કારણ બને છે. (આમાં સૂચવ્યું કે પચ્ચકખાણાદિ ધર્મ ભલે લોકિક યાને સાંસારિક વસ્તુ કે કાર્યની અપેક્ષાથી કર્યો. પરંતુ ‘જિનેશ્વર ભગવાને આ તપ કહ્યો છે માટે કરૂં” એમ હૈયામાં જિનભક્તિ વિશેષ લાવીને તપ કરે છે. માટે એ તપ સિંઘ નથી. અનર્થકારી નથી. કેમકે એ જ આગળ ઉપર ભાવપશ્ચકખાણુનું કારણ બનશે. આમ કહીને દુન્યવી વસ્તુની ઇચ્છાથી પણ જિનક્તિ તપ આદિ ધર્મ લાભકારક હોવાનું સૂચવ્યું. નહીં કે ધમને બદલે મિથ્યા ધર્મ પ્રવૃત્તિ કે પાપપ્રપંચ કરવાનું.) પ૭. આત્મપ્રબોધ પૃ. ૪૨ सुलसा प्राह : 'हे नाथ ! वाञ्छितार्थसिद्धये अन्य देवसमूहं जीवितान्तेऽपि नाराधयामि, पर सर्वेष्टसिद्धि करणे श्रीमतामहंतामाराधनं करिष्ये पुनराचाम्लादितपः प्रभृतीनि विशेषतो धर्मकृत्यानि विधास्ये ।' एवं कियत्यपि काले गते ईन्द्रसभायां धर्मकर्मतत्परत्वे सुलसायाः प्रशंसाऽभूत् । સુલસા પિતાના પુત્રાર્થી પતિ નાગથિકને કહે છે....... હે નાથ ! ઈચ્છિત પદાથની સિદ્ધિ માટે બીજા દેવસમૂહની પ્રાણને પણ આરાધના નહિ કરુ', પણ સર્વ પ્રકારના ઇષ્ટની સિદ્ધિ કરવા માટે શ્રી અરિહંત ભગવાનની જ આરાધના કરીશ. વળી અબેલ તપ વગેરે ધર્મક વિશેષ પ્રકારે કરીશ.” કેટલેક કાળ ગયા પછી એકવાર ઈન્દ્રસભામાં ધર્મકાર્યોમાં પરાયણ તરીકે સુલસાની પ્રશંસા થઇ....(આમાં સ્પષ્ટ છે કે મહાસમકિતી સુલસા માને છે કે “આક-પરલેકના સર્વ ઈચ્છિતાની સિદ્ધિ માટે અરિહંત ભગવાનની જ આરાધના કરાય. અને સમ્યગ્દષ્ટિ ઈન્ડે એના ધર્મકૃત્યની પ્રશંસા કરી. સુલસાના ધમ કૃત્ય વિષક્રિયારૂપ હોત તો ઈન્દ્ર એની પ્રશંસા કરે ?) साप्यूचे जीवितान्तेऽपि नान्यद्देवकदम्बकम् । मनसा वचसाङगेनाऽऽराधयामीप्सिताप्तये ॥१४॥ (૨૩) | (૨૪)
SR No.008878
Book TitleIshtafal Siddhi Prakaranam
Original Sutra AuthorN/A
AuthorPadmasenvijay
PublisherMehul Jain Mitra Mandal Ahmedabad
Publication Year2008
Total Pages91
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy