________________
વાણી, વ્યવહારમાં...
૧૮
વાણી, વ્યવહારમાં... ના. એ તો લાભદાયી છે.' ત્યાર પછી એ બધા ભાવો બેસી જાય પાછાં.
દાદાશ્રી : ‘આ વાણી ખોટી છે એવું લાગે એટલે દહાડે દહાડે ફેરફાર થતો જાય.
(૪૧૦)
એક માણસને તમે કહો કે “તમે જૂઠા છો.’ તો હવે ‘જૂઠા’ કહેતાંની સાથે તો એટલું બધું સાયન્સ ફરી વળે છે મહીં, એના પર્યાયો એટલા બધા ઊભા થાય છે કે તમને બે કલાક સુધી તો એની પર પ્રેમ જ ઉત્પન્ન ના થાય. માટે શબ્દ બોલાય જ નહીં તો ઉત્તમ છે અને બોલાય તો પ્રતિક્રમણ કરો.
(૪૧૧)
આ ટેપરેકર્ડ ને ટ્રાન્સમીટર એવાં એવાં કેટલાંય સાધનો અત્યારે થયાં છે. તે મોટા મોટા માણસોને ભય લાગ્યા જ કરે કે કોઈ કંઈ ઉતારી લેશે તો ? હવે આમાં (ટેપ મશીનમાં) તો શબ્દો ટેપ થયા એટલું જ છે. પણ આ મનુષ્યનું બોડી-મન બધું જ ટેપ થાય એવું છે. એનો લોકો જરા ય ભય રાખતા નથી. જો સામો ઊંઘમાં હોય ને તમે કહો કે “આ નાલાયક છે? તો તે પેલાને મહીં ટેપ થઈ ગયું. એ પછી પેલાને ફળ આપે. એટલે ઊંઘતાનું ય ના બોલાય, અક્ષરે ય ના બોલાય. કારણ કે બધું ટેપ થઈ જાય, એવી આ મશીનરી છે. બોલવું હોય તો સારું બોલજો કે ‘સાહેબ, તમે બહુ સારા માણસ છો.” સારો ભાવ રાખજો, તો એનું ફળ તમને સુખ મળશે. પણ ઊંધું સહેજ પણ બોલ્યા, અંધારામાં પણ બોલ્યા કે એકલા બોલ્યા, તો એનું ફળ કડવું ઝેર જેવું આવશે. આ બધું ટેપ જ થઈ જવાનું. માટે આ ટેપ સારું કરાવો.
મન-વચન-કાયાના તમામ લેપાયમાન ભાવો, એ શું હોય ? એ ચેતન ભાવો નથી. એ બધા પ્રાકૃતિક ભાવો, જડ ભાવો છે. લેપાયમાન ભાવો એટલે આપણે લેવાનું ના હોય તો ય એ લેપાયમાન કરી દે. એથી અમે કહીએ છીએ ને, કે “મન-વચન-કાયાના તમામ લેપાયમાન ભાવોથી હું સર્વથા નિર્લેપ જ છું.” એ લેપાયમાન ભાવોએ જગત આખાને લેપાયમાન કર્યું છે અને એ લેપાયમાન ભાવો એ ખાલી પડઘા જ છે. અને તે નિર્જીવ છે પાછાં. એટલે તમારે એનું સાંભળવાનું નહીં.
જેટલું પ્રેમમય ડિલિંગ હશે એટલી જ વાણી આ ટેપરેકર્ડમાં પોષાય એવી છે, તેનો જશ સારો મળે.
(૪૧૩)
પણ તે એમ ને એમ જાય એવાં ય નથી. એ બૂમો પાડ્યા જ કરશે. તો ઉપાય શો કરશો ? આપણે શું કરવું પડે ? પેલા અધ્યવસન બંધ કરવા માટે ? ‘એ તો મારા ઉપકારી છે” એવું તેવું બોલવું પડે. હવે તમે એવું બોલશો ત્યારે એ અવળા ભાવો બધા બંધ થઈ જાય, કે આ તો નવી જાતનું ‘ઉપકારી’ કહે છે પાછા. એટલે પાછા ટાઢા પડી જશે. !
(૪૧૨)
ન્યાય-અન્યાય જોવાવાળો તો બહુ જણને ભાંડે. એ તો જોવા જેવો જ નથી. ન્યાય-અન્યાય તો એક થર્મોમીટર છે જગતનું કે કોને કેટલો તાવ ઊતરી ગયો ને કેટલો ચઢ્યો ?! જગત ક્યારે ય ન્યાયી બનવાનું નથી અને અન્યાયી ય થઈ જવાનું નથી. આનો આ જ ભેળસેળ ખીચડો ચાલ્યા જ કરશે.
તમે કહોને, કે ‘આ ખોટ જાય એવું છે.” એટલે તરત જ લેપાયમાન ભાવો જાતજાતની બુમો પાડે, “આમ થઈ જાય ને તેમ થઈ જાય.’ ‘અલ્યા ભાઈ, તમે બેસોને બહાર હમણે, મેં તો કહેતાં કહી દીધું, પણ તમે શું કરવા ભસ ભસ કરો છો ?” એટલે આપણે કહીએ કે, “ના,
આ જગત છે, ત્યારથી આવું ને આવું જ છે. સત્યુગમાં જરા ઓછું બગડેલું વાતાવરણ હોય, અત્યારે વધારે અસર છે. રામચંદ્રજીના વખતમાં સીતાનું હરણ કરી જનારા હતા. તો અત્યારે ના હોય ? આ તો ચાલ્યા જ કરવાનું. આ મશીનરી એવી જ છે પહેલેથી. એને ગમ પડતી નથી,