________________
વાણી, વ્યવહારમાં...
વાણી, વ્યવહારમાં..
પ્રશ્નકર્તા : ડખો કરવાથી એટલે કેવી રીતે થાય ?
પ્રશ્નકર્તા: ઘણાં વાગે.
દાદાશ્રી : એ કહે કે, ‘તમે શું કરવા બોલ્યા ?” ત્યારે આપણે કહીએ, ‘હવે નહીં બોલું.’ તો એ ડખો નહીં. એને બદલે તમે તે ઘડીએ શું કહો કે “નહીં બોલું તો નહીં ચાલે આ ગાડું, બગડશે બધું.” એ ડખો. વચ્ચે બોલાઈ જવાય એ ડખો કહેવાય, પણ તે ડખો ય ડિસ્ચાર્જ છે. હવે તે ડિસ્ચાર્જ ડખામાં ય નવો ડખો થઈ ગયો હોય.
દાદાશ્રી : એક જ ખખડાવો તો ય ? એવું આ એક જ શબ્દ બોલવાનો થયો, તેની મહીં કેટલાંય શબ્દો ઊભાં થઈ જાય છે. એને ભગવાને અધ્યવસન કહ્યા. અથવસન એટલે ના બોલવા હોય, તો ય તે ઊભાં થઈ જાય બધાં. પોતાને બોલવાનો ભાવ થઈ ગયોને, એટલે પેલાં એની મેળે બોલાઈ જાય. જેટલી શક્તિ હોયને તે બધી ઊભી થઈ જાય, ઇચ્છા નથી તો ય ! અધ્યવસન એટલાં બધાં ઊભાં થાય કે કોઈ દહાડો મોક્ષમાં જવા ના દે. તેથી તો અમે અક્રમ વિજ્ઞાન મૂક્યું, કેવું સુંદર અક્રમ વિજ્ઞાન છે. કોઈ પણ બુદ્ધિશાળી માણસ આ પઝલનો અંત લાવી દે એવું વિજ્ઞાન છે.
ડખોડખલ એ જ અંતરાય છે. તમે પરમાત્મા છો, ને પરમાત્માને શાના અંતરાય હોય ? પણ આ તો ડખોડખલ કરે છે, કે “એ ય આમ કેમ કર્યું ? એ ય આમ કર.” અરે, આમ શું કરવા કરો છો તે ? (૪૦૭)
કોઈને ખોટું કહ્યું, તે પોતાના આત્મા ઉપર ધૂળ નાખ્યા બરાબર
‘તમે નાલાયક છો’ એવું બોલીએને, એ શબ્દ એને તો સાંભળીને દુઃખ થયું જ. પણ આનાં જે પર્યાય ઊભાં થાય, તે તમને બહુ દુ:ખ આપે અને તમે કહો, બહુ સારા માણસ, તમે બહુ ભલા માણસ છો. તો તમને મહીં અંદર શાંતિ આપશે. તમારું બોલેલું પેલાને શાંતિ થઈ ગઈ. તમને ય શાંતિ. એટલે આ જ ચેતવાની જરૂર છે ને ! (૪૯)
આપણને જેવું ગમે છે, તે બોલવું. એવું પ્રોજેક્ટ કરો કે તમને ગમે. આ બધું તમારું જ પ્રોજેક્શન છે. આમાં ભગવાને કંઈ ડખલ કરી નથી. કો'કની ઉપર નાખો તે બધી જ વાણી છેવટે તમારી ઉપર જ પડે છે. માટે એવી શુદ્ધ વાણી બોલો કે શુદ્ધ વાણી જ તમારી ઉપર પડે.
અમે કોઈને ય ‘તું ખોટો છે” એમ ના કહીએ. ચોરને ય ખોટો ના કહીએ. કારણ તેના વ્યુ પોઈન્ટથી તે સાચો છે. હા, અમે તેને ચોરી કર્યાનું ફળ શું આવશે, તે ‘જેમ છે તેમ' તેને સમજાવીએ. (૪૦૮)
તમે એક શબ્દ બોલો કે ‘આ નાલાયક છે', તો ‘લાયક'નું વજન એક રતલ હોય ને ‘નાલાયક’નું વજન ચાલીસ રતલ હોય છે. એટલે ‘લાયક' બોલશો એનાં સ્પંદન બહુ ઓછાં થશે, હલાવશે ઓછું અને ‘નાલાયક' બોલશો તો ચાલીસ રતલ હલાહલ કરશે. બોલ બોલ્યા એનાં પરિણામ !
પ્રશ્નકર્તા : એટલે ચાલીસ રતલનું પેમેન્ટ ઊભું.
3. શબ્દોથી સર્જાતાં અધ્યવસતો...
દાદાશ્રી : છૂટકો જ નહીં ને !
આ પેલાં તાર વાગે છે ને, તે એક જ તાર ખખડાવો તો કેટલાં અવાજ થાય છે મહીં ?
પ્રશ્નકર્તા: પછી અમારે બેક કેવી રીતે લાગે ? એનો ઉપાય શું?