________________
સેવા-પરોપકાર
૨૩
પ્રોડક્ટમાં જ રાખે તો લક્ષ્મી વધારે આવે, પણ આ તો લક્ષ્મીના હેતુ માટે લક્ષ્મીનું કરે છે તેથી લક્ષ્મી આવતી નથી. માટે આ તમને હેતુ કહીએ છીએ કે આ હેતુ ગોઠવો, ‘નિરંતર સેવાભાવ’, તો બાય પ્રોડક્ટ એની
મેળે જ આવ્યા કરશે. જેમ બાય પ્રોડક્ટમાં કશી મહેનત કરવી નથી
પડતી, ખર્ચો નથી કરવો પડતો, એ ફ્રી ઓફ કોસ્ટ હોય છે, એવું આ
લક્ષ્મી પણ ફ્રી ઓફ કોસ્ટ મળે છે. તમારે આવી લક્ષ્મી જોઈએ છે કે ઑનની લક્ષ્મી જોઈએ છે ? ઑનની લક્ષ્મી નથી જોઈતી ? ત્યારે સારું ! આ ફ્રી ઓફ કોસ્ટ મળે એ કેવી સારી !
એટલે સેવાભાવ નક્કી કરો, મનુષ્ય માત્રની સેવા. કારણ કે આપણે દવાખાનું કર્યું એટલે આપણે જે વિદ્યા જાણતા હોય તે વિદ્યા સેવાભાવમાં વાપરવી, એ જ આપણો હેતુ હોવો જોઈએ. એના ફળરૂપે બીજી વસ્તુઓ ફ્રી ઓફ કોસ્ટ મળ્યા કરે અને પછી લક્ષ્મી તો કોઈ દહાડોય ખૂટે નહીં અને જે લક્ષ્મી માટે જ કરવા ગયેલા એમને ખોટ આવેલી. હા, વળી લક્ષ્મી માટે જ કારખાનું કાઢ્યું પછી બાય પ્રોડક્ટ તો રહ્યું જ નહીં ને ! કારણ કે લક્ષ્મી એ જ બાય પ્રોડક્ટ છે, બાય પ્રોડક્શનનું ! એટલે આપણે પ્રોડક્શન નક્કી કરવાનું એટલે બાય પ્રોડક્શન ફ્રી ઓફ કોસ્ટ મળ્યા કરે.
જગત કલ્યાણ એ જ પ્રોડક્શન !
આત્મા પ્રાપ્ત કરવા માટે જે કરવામાં આવે છે તે પ્રોડક્શન છે અને તેને લીધે બાય પ્રોડક્ટ મળે છે ને સંસારમાં બધી જરૂરિયાત પ્રાપ્ત થાય છે. હું મારું એક જ જાતનું પ્રોડક્શન રાખું છું, ‘જગત પરમ શાંતિને પામો અને કેટલાક મોક્ષને પામો.’ મારું આ પ્રોડકશન અને એનું બાય પ્રોડક્શન મને મળ્યા જ કરે છે. આ ચા-પાણી અમને તમારા કરતાં જુદી જાતનાં આવે છે, એનું શું કારણ કે તમારા કરતાં મારું પ્રોડકશન ઊંચી જાતનું છે. એવું તમારું પ્રોડક્શન ઊંચી જાતનું હોય તો બાય પ્રોડક્શન પણ ઊંચી જાતનું આવે. દરેક કામનો હેતુ હોય. જો સેવાભાવનો હેતુ હશે તો લક્ષ્મી ‘બાય પ્રોડક્ટ’માં મળે જ.
૨૪
સેવા-પરોપકાર
સેવા પરોક્ષ રીતે ભગવાનની !
બીજું બધું જ પ્રોડક્શન બાય પ્રોડક્ટ હોય છે, એમાં તમારે જોઈતી બધી જ વસ્તુઓ મળ્યા કરે અને તે ઈઝીલી મળ્યા કરે. જુઓને, આ પ્રોડક્શન પૈસાનું કર્યું છે એટલે આજે પૈસા ઈઝીલી મળતા નથી. દોડધામ, રઘવાયા રઘવાયા ફરતા હોય એવા ફરે છે અને મોઢા પર દિવેલ ચોપડીને ફરતા હોય એવા દેખાય ! ઘરનું સુંદર ખાવા-પીવાનું છે, કેવી સગવડ છે, રસ્તા કેવા સરસ છે, રસ્તા ઉપર ચાલીએ તો પગ ધૂળવાળા ના થાય ! માટે મનુષ્યોની સેવા કરો. મનુષ્યમાં ભગવાન રહેલા છે. ભગવાન મહીં જ બેઠા છે. બહાર ભગવાન ખોળવા જાવ તો તે મળે એવા નથી.
તમે મનુષ્યોના ડૉકટર છો એટલે તમને મનુષ્યોની સેવા કરવાનું કહું છું, જાનવરોનાં ડૉકટર હોય તો તેમને જાનવરોની સેવા કરવાનું કહું. જાનવરોમાં પણ ભગવાન બેઠા છે, પણ આ મનુષ્યોમાં ભગવાન વિશેષ પ્રગટ થયા છે !
સેવા-પરોપકારથી આગળ મોક્ષમાર્ગ !
પ્રશ્નકર્તા : મોક્ષમાર્ગ સમાજ સેવાના માર્ગ કરતાં કેવી રીતે ચઢિયાતો છે, એ જરા સમજાવો.
દાદાશ્રી : સમાજ સેવકને આપણે પૂછીએ કે તમે કોણ છો ? ત્યારે કહે, હું સમાજસેવક છું. શું કહે ? એ જ કહેને કે બીજું કશું કહે છે ? પ્રશ્નકર્તા : એ જ કહે !
દાદાશ્રી : એટલે જે ‘હું સમાજસેવક છું' બોલવું એ ઈગોઈઝમ છે અને આ ભાઈને કહું કે ‘તમે કોણ છો ?” ત્યારે કહે, “બહાર ઓળખવા માટે ચંદુભાઈ ને ખરેખર હું તો શુદ્ધાત્મા છું.’ તો એ ઈગોઈઝમ વગર છે, વિધાઉટ ઈગોઈઝમ.
સમાજસેવકનો ઈગો સારા કાર્ય માટે છે પણ ઈગો છે. ખરાબ કાર્ય