________________
સેવા-પરોપકાર
૧૩
... કલ્યાણની શ્રેણીઓ જ ભિન્ન !
સમાજકલ્યાણ કરે છે, એ કંઈ જગતનું કલ્યાણ કર્યું ના કહેવાય. એ તો એક સાંસારિક ભાવ છે, એ બધું સમાજ કલ્યાણ કહેવાય. એ જેટલું સહુ સહુનાથી બને તેટલું કરે, એ બધી સ્થૂળ ભાષા કહેવાય અને જગત કલ્યાણ કરવું એ તો સૂક્ષ્મ ભાષા, સૂક્ષ્મતર ને સૂક્ષ્મતમ ભાષા છે ! ખાલી એવા ને સૂક્ષ્મતમ ભાવો જ હોય છે કે તેનાં છાંટણાં જ હોય છે.
સમાજસેવા પ્રકૃતિ સ્વભાવ !
સમાજસેવા તો જેણે ભેખ બાંધી છે ને ભેખ લીધી છે, એટલે ઘરમાં બહુ ધ્યાન નથી આપતો ને બહારના જ લોકોની સેવામાં એ પડેલો છે, એ સમાજસેવા કહેવાય અને આ બીજા તો પોતાના આંતરિક ભાવો કહેવાય, એ ભાવો તો પોતાને આવ્યા જ કરે. કોઈના પર દયા આવે, કોઈના પર લાગણીઓ થાય અને આવું બધું તો પોતાની પ્રકૃતિમાં લાવેલો જ હોય, પણ છેવટે આ બધો જ પ્રકૃતિ ધર્મ જ છે. પેલી સમાજસેવા એ પણ પ્રકૃતિ ધર્મ છે, એને પ્રકૃતિ સ્વભાવ કહે છે કે આનો સ્વભાવ આવો છે, આનો સ્વભાવ આવો છે. કોઈનો દુઃખ દેવાનો સ્વભાવ હોય છે, કોઈનો સુખ આપવાનો સ્વભાવ હોય છે. આ બેઉના સ્વભાવ એ પ્રકૃતિ સ્વભાવ કહેવાય, આત્મ સ્વભાવ નહીં. પ્રકૃતિમાં જેવો માલ ભર્યો છે, એવો એનો માલ નીકળે છે.
સેવા - કુસેવા, પ્રાકૃત સ્વભાવ !
આ તમે જે સેવા કરો છો એ પ્રકૃતિ સ્વભાવ છે અને એક માણસ કુસેવા કરે છે તે પણ પ્રકૃતિ સ્વભાવ છે. આમાં આપનો પુરુષાર્થ નથી ને પેલાનો ય પુરુષાર્થ નથી, પણ મનથી એમ માને છે કે ‘હું કરું છું.’ હવે ‘હું કરું છું’ એ જ ભ્રાંતિ છે. અહીં ‘આત્મજ્ઞાન’ પામ્યા પછી પણ તમે સેવા કરવાના તો છો જ, કારણ કે પ્રકૃતિ એવી લાવ્યા છો પણ એ સેવા પછી શુદ્ધ સેવા થશે, અત્યારે શુભ સેવા થઈ રહી છે. શુભ સેવા એટલે બંધનવાળી
સેવા-પરોપકાર
સેવા, સોનાની બેડી પણ બંધન જ છે ને ! આત્મજ્ઞાન પછી સામા માણસને ગમે તે થાય, પણ તમને દુઃખ થાય નહીં ને એનું દુઃખ દૂર થાય, પછી તમને કરુણા રહેશે. આ અત્યારે તો તમને દયા રહે છે કે બિચારાને શું દુઃખ થતું હશે, શું દુઃખ થતું હશે ? એની તમને દયા રહે છે. એ દયા હંમેશાં આપણને દુઃખ આપે. દયા હોય ત્યાં અહંકાર હોય જ. દયાના ભાવ સિવાય પ્રકૃતિ સેવા કરે જ નહીં અને આત્મજ્ઞાન પછી તમને કરુણા ભાવ રહેશે.
૧૮
સેવાભાવનું ફળ ભૌતિક સુખો છે અને કુસેવાભાવનું ફળ ભૌતિક દુઃખો છે. સેવાભાવથી પોતાનું ‘હું’ ના જડે. પણ જ્યાં સુધી ‘હું’ ના જડે ત્યાં સુધી ઓબ્લાઈઝિંગ નેચર (પરોપકારી સ્વભાવ) રાખશો. સાચો સમાજસેવક !
તમે કોને મદદ કરો છો ?
પ્રશ્નકર્તા : એટલે સમાજની સેવામાં ઘણો સમય આપું છું.
દાદાશ્રી : સમાજસેવા તો અનેક પ્રકારની હોય છે. જે સમાજસેવામાં, જેમાં કિંચિત્માત્ર ‘સમાજસેવક છું’ એવું ભાન ના રહેને એ સમાજસેવા સાચી.
પ્રશ્નકર્તા : એ વાત બરોબર છે.
દાદાશ્રી : બાકી, સમાજસેવકો તો ઠેર ઠેર દરેક ભાગમાં બબ્બેચચ્ચાર હોય છે, ધોળી ટોપી મેલી અને ફર ફર કર્યા કરે, સમાજસેવક છું. પણ એ ભાન ભૂલી જાય, ત્યારે એ સાચો સેવક !
પ્રશ્નકર્તા ઃ કંઈક સારું કામ કરીએ તો મહીં અહમ્ આવી જાય કે મેં
દાદાશ્રી : એ તો આવી જાય.
પ્રશ્નકર્તા : તો એ ભૂલવા શું કરવું ?