________________
૯િ] ન કરવાનું કાંઈ, કેવળ જાણવાનું
૧૨૯
૧૩)
સહજતા
નદીમાંથી નીકળે તે ત્રણ હજાર માઈલ સુધી એમ ને એમ દરિયાને ખોળી જ કાઢે. એનો સ્વભાવ છે, સહજ સ્વભાવ છે.
પ્રશ્નકર્તા : એ સ્વભાવમાં આવવા માટે પુરુષાર્થ કરવો પડે ?
દાદાશ્રી : વિભાવિક પુરુષાર્થ કરે તો મળે ? ગાંડો માણસ પુરુષાર્થ કરે ને ડાહ્યો થાય એવું બને ખરું ? એટલે ડાહ્યા માણસની તાબે જવાનું છે કે આપ કૃપા કરો, કહીએ.
પ્રશ્નકર્તા : દાદા, તમે કહો છો કે મોક્ષ બે કલાકમાં મળે. પહેલો, જો જ્ઞાનીનો અંતરાય જાય તો!
દાદાશ્રી : હા, પણ એ અંતરાય જાય નહીંને ! અંતરાય કરેલાને !
પ્રશ્નકર્તા : હા, પણ એ તમે કહ્યું, ‘ખાલી એને (અંતરાયોને) જોવાનું જ કીધું, જ્ઞાતા-દ્રષ્ટા ભાવે.”
દાદાશ્રી : જોયે જ છૂટકો. જે અંતરાય છે એ સંયોગ સ્વરૂપે આવે છે અને એ એની મેળે વિયોગી સ્વભાવના છે. એને જોયે જ છૂટકો થાય.
સંયોગો કિકાલી ત્યાં કડાકૂટો શું? પ્રશ્નકર્તા: પણ દાદા, એમાં તો કેટલાં જન્મો જોઈએ એ છૂટવા માટે ? તો એને માટે આ બધું નિકાલી છે એમ સમજવું ?
દાદાશ્રી : નિકાલી જ છે. આ લોકોએ નહીં સમજવાથી જ આ ગરબડ કરી છે. નિકાલી તો સમજી લોને ! જો ગ્રહણીય કરે તો ચોંટી પડે, જો ત્યાગ કરે તો અહંકાર ચોંટી પડે. ત્યાગનારેય અહંકારી જ હોય અને ત્યાગનું ફળ આગળ આવે. આપણા લોકો કહે છે, “ત્યાગે ઇસક આગે.” એ જો તમારે દેવગતિનું સુખ ભોગવવું હોય તો અહીંયાં એક સ્ત્રી છોડ, કહે છે. એટલે આપણે તો ત્યાગ ને ગ્રહણ, બેઉ ના જોઈએ, નિકાલ જોઈએ.
સંયોગો બધા વિયોગી સ્વભાવના છે અને સંયોગો આપણી ડખલથી ઊભા થયા છે. આ ડખલ ના કરી હોત તો સંયોગો ઊભા ના થાત. જ્યાં સુધી
જ્ઞાન નહોતું મળ્યું ત્યાં સુધી ડખલ કર્યા જ કરતા હતા અને મનમાં ગુમાન લઈને ફરતા હતા, કે હું ભગવાનનો ધર્મ પાળું છું !
જડ ને ચૈતન્ય બન્ને દ્રવ્યનો સ્વભાવ ભિન્ન,
સુપ્રતિતપણે બન્ને જેને સમજાય છે, સ્વરૂપ ચેતન નિજ, જડ છે સંબંધ માત્ર... શ્રીમદ્ રાજચંદ્ર
જડ સંબંધ છે અને આત્મા ચૈતન્ય છે, પોતે છે. પોતે સંબંધી અને આ જડ સંબંધ માત્ર છે. આપણને સંયોગનો સંબંધ થયેલો છે. બંધ નથી થયો, સંબંધ થયેલો છે. અને સંયોગો પાછા વિયોગી સ્વભાવવાળા છે. આપણે કહીએ કે આ વળગ્યું, આ વળગ્યું. મૂઆ, વળગ્યું પણ આ વળગણને છોડાવવા માટે ભૂવાને બોલાવવો પડશે ને આ તો એની મેળે વખત થશે, એટલે છૂટી જશે. આ વળગણ કોઈને વળગ્યું હોય, તો ભૂવાને બોલાવે ત્યારે ઉતરે. અને આ તને સંયોગો જે વળગ્યા છે, તે વિયોગી સ્વભાવના છે. માટે તારે ભૂવાને નહીં બોલાવવો પડે. એક ફેરો જ્ઞાની પુરુષ પાસેથી આત્મા પ્રાપ્ત કરી લે, પછી સંયોગ સંબંધ બધો વિયોગી સ્વભાવવાળો છે.
સંયોગો પારકા, સહજતા પોતાની પ્રશ્નકર્તા : સંયોગમાંથી સહજમાં ગયો એટલે પછી છૂટી ગયું ને પછી સહજમાં જ આવી ગયો ને ?
દાદાશ્રી : સહજમાં રહ્યો એટલે સંયોગ છૂટી જાય. પોતે સહજમાં ગયો એટલે સંયોગ છુટી ગયા. સંયોગમાંથી પોતે સહજમાં જઈ શકે અને સહજમાં ગયા પછી સંયોગ છૂટી જાય (ખરી પડે).
પ્રશ્નકર્તા: હવે સંયોગ એ પણ સહજમાં જાય ?
દાદાશ્રી : નહીં, સંયોગમાંથી સહજમાં જાય. સંયોગ સહજ થાય નહીં ને ! સહજ વસ્તુ જુદી છે ને સંયોગ વસ્તુ જુદી છે.
ફેર, કરવું પડે તે ‘વર્તે’ એમાં પ્રશ્નકર્તા : એક વાર સત્સંગમાં આપે કહેલું કે એક સ્ટેજ એવી હોય