________________
[૯] ન કરવાનું કાંઈ, કેવળ જાણવાનું
દાદાશ્રી : એ તો એનો અહંકાર છે ખાલી, ‘હું કરું છું’ ! પ્રશ્નકર્તા : એનાથી આવતા ભવની જવાબદારી ગણાય ?
૧૨૭
દાદાશ્રી : હા, આવતા ભવની જવાબદારી લે છે. કારણ કે એ રોંગ બિલીફ છે.
પ્રશ્નકર્તા ઃ અને એ રોંગ બિલીફ છૂટી જાય તો પ્રયાસ કરનારો જતો રહ્યો કહેવાય ?
દાદાશ્રી : પછી અપ્રયાસ દશા, સહજ થઈ ગયો. અમે ખાઈએ-પીએ એ બધું સહજ કહેવાય.
પ્રશ્નકર્તા : તો રોંગ બિલીફ હતી ત્યારે પ્રયાસ કરનારો કહેવાયો, એ રોંગ બિલીફ ગયા પછી શું બને છે એ ?
દાદાશ્રી : : કશુંય નથી બનતું, ડખો જતો રહે છે.
પ્રશ્નકર્તા : પણ જેને રોંગ બિલીફ હતી એનું અસ્તિત્વ હોય છે પછી ?
દાદાશ્રી : એક બાજુ આત્મા ને એક બાજુ આ દેહ, અપ્રયાસ દેહ, મનવચન-કાયા. એ પછી પુદ્ગલ તો છે જ, પણ તે વચ્ચે ઇગોઇઝમ ભાગ ઊડી ગયો.
રહી.
જેને સ્ટ્રેઈન પડતો હતો એ ચાલ્યો ગયો, થાકતો હતો તે ચાલ્યો ગયો. કંટાળી જતો હતો તે ચાલ્યો ગયો, વો સબ ચલે ગયા.
પ્રશ્નકર્તા : તો રહ્યો કોણ ?
દાદાશ્રી : કશુંય નહીં, આ સહજ રહ્યું. બીજા કોઈની મહીં ડખલ ના
પ્રશ્નકર્તા : આ દેહની ક્રિયા કરવાની હોય, વાણી છે, પણ એમાં પેલો અહંકારની તો જરૂર પડે છેને ?
દાદાશ્રી : કશી જરૂર નહીં. કૉઝિઝ કરનારો જ ચાલ્યો ગયો ત્યાં !
૧૨૮
સહજતા
ઇફેક્ટ એકલી રહી.
પ્રશ્નકર્તા : તો પછી પેલું કહો છોને તમે કે અહંકાર સહી ના કરે ત્યાં સુધી ક્રિયામાં ના આવે, તો એ કયો અહંકાર પછી ?
દાદાશ્રી : ડિસ્ચાર્જ અહંકાર.
:
પ્રશ્નકર્તા ઃ તો આ ડિસ્ચાર્જ અહંકારની ક્રિયામાં, એના પરિણામમાં શું ફેર હોય ?
દાદાશ્રી : સહજ ! પ્રયાસ કરનાર ના હોય, સહજ હોય.
પ્રશ્નકર્તા : હા, પણ એ સહજ હોય એમાં, પેલો પ્રયાસ કરનારો અહંકાર ના હોય, પણ ડિસ્ચાર્જ અહંકાર તો હોયને એમાં ?
દાદાશ્રી : એનો વાંધો નહીં. એ તો હોય જ ને ! એ તો એનું બધું મડદાલ. એનું નામ જ સહજ ક્રિયા.
‘જોવા'થી જાય અંતરાયો, નહીં કે ખસેડવાથી
પ્રશ્નકર્તા : મોક્ષ મેળવવો એ સહજ છે. એ સહજમાં જે અંતરાયો આવે
છે, એને રોક્યા એ પુરુષાર્થ છે.
દાદાશ્રી : હા. પણ એ પુરુષાર્થ એટલે ‘જોવાનો’ છે ખાલી. અંતરાયો જોવાના છે, બીજું કશું કરવાનું નથી. ખસેડવામાં તો ખસેડનાર જોઈએ પાછો. એટલે સંયોગોને ખસેડવા એ ગુનો છે. જે સંયોગ વિયોગી સ્વભાવના છે, એને ખસેડવું એ ગુનો છે. એટલે આપણે જોયા જ કરવાનું.
પ્રશ્નકર્તા : પણ દાદા, આ વાત સત્ય કે મોક્ષ મેળવવો એ પુરુષાર્થમાં કંઈ કરવાપણું નથી, એ બરોબર ?
દાદાશ્રી : સહજ છે એ વસ્તુ.
પ્રશ્નકર્તા : એટલે એ આપણો સ્વભાવ છે, આત્માનો ?
દાદાશ્રી : એ તો આત્માનો સ્વભાવ છે. આ પાણી જેમ મિસીસીપી