________________
[૮] અંતે પામવી એપ્રયત્નદશા
૧૧૫
૧૧૬
સહજતા.
પ્રશ્નકર્તા : હવે જેને પૂરું કરી લેવું છે, એને અપરિગ્રહી દશા જોઈશે. અત્યારનો આખો વ્યવહાર ઊભો છે, તેમાં કેવી રીતે નિકાલ કરીએ ? તેમાં કેવી રીતે અપરિગ્રહી દશા લાવવી ?
દાદાશ્રી : એ તો તારું તને પોતાને જ ખબર પડશે. પ્રશ્નકર્તા : એની ચાવી આપોને.
કે કેવી રીતે ચાલે છે તે. આ ગાડી ખાડામાંય નહીં પડવા દે ને કશુંય થવા દેશે નહીં. અમે તમને અઠવાડિયામાં એક દહાડો લગામ છોડી દેવાનું કહીએ છીએ. વખતે ભૂલચૂક થઇ જાય તો ‘દાદા, આ ફરીથી લગામ પકડી લીધી તેની માફી માંગું છું ને હવે નહીં પકડું' એવું બોલીને પાછી લગામ ફરીથી છોડી દેવી. શરૂઆતમાં ભૂલ થાય, પ્રેક્ટિસ પડતાં જરા વાર લાગે. પછી બીજી, ત્રીજી વખતે ‘કરેક્ટનેસ’ આવી જાય. પછી એથી આગળ વધવા માટે, એથી આગળનો પ્રોગ્રામ જોવો હોય તો ‘ચંદુભાઇ શું બોલે છે, અને જો જો કરવાનું કે આ કરેક્ટ છે કે નહીં ?”
જ્ઞાત જાણી, રહેવું જાગૃત પ્રશ્નકર્તા : દાદા, લક્ષ તો પેલી છેલ્લી દશાનું જ છે કે એ દશા પૂરી થવા માટે આ જે જે કચાશો છે, જ્યારે જાણીએ કે છેલ્લી દશા આ છે ને આવું હોવું ઘટે, તો હવે તેને માટે શું કરવું ?
દાદાશ્રી : એ તો જ્યારે એ વ્યવહાર બધો છૂટે ત્યારે કામ થાય તારું.
પ્રશ્નકર્તા હવે અપ્રયત્ન દશાએ પહોંચવા માટે એ ફાઈલમાંથી નીકળવું કઈ રીતે ?
દાદાશ્રી : એ તને ખબર પડેને, એ કેવી રીતે ? આ વ્યવહાર તને વળગ્યો નથી, તું વ્યવહારને વળગ્યો છે. અમે તો આ ચેતવીએ કે ભઈ, આ બધી નુકસાનકર્તા વસ્તુઓ છે. તમારે જે જોઈએ છે તેમાં બાધક વસ્તુઓ છે એટલું ચેતવીએ. પછી એમને ગમતી હોય તો કર્યા જ કરે. એમાં મારે ના કહેવાનું ક્યાં છે ?
પ્રશ્નકર્તા: જ્યારે ત્યારે તો છૂટવું તો પડશે જ ને, એમાં છૂટકો થોડો
દાદાશ્રી : ના, પણ આ ઊભી કોણે કરી ? તે કરી ? તું ભણતો હતો, તે નોકરીમાં શી રીતે આવ્યો ? તે શું કરેલું ? એ તો વ્યવહારને વગળ્યો છે ને પછી પાછો કહે છે કે હું કરું છું. આ બધું ચોંટી પડ્યું છે.
પ્રશ્નકર્તા: આ પોતે વ્યવહારને વળગ્યો છે તો પછી જે ઘડીએ છોડવો હોય તે ઘડીએ એ વ્યવહાર છોડી દેવાય ? એને કેવી રીતે છોડી દેવાય ?
દાદાશ્રી : કેવી રીતે બંધાયો તેવી રીતે છોડી દેવાનો. પ્રશ્નકર્તા : પછી ઘરની ફાઈલો રહી, ઘરની ફાઈલોનું શું ? દાદાશ્રી : ફાઈલોનો નિકાલ આપણે કરવાનો છે ને ?
પ્રશ્નકર્તા : પણ જ્યાં સુધી વ્યવહાર હોય ત્યાં સુધી એ વચ્ચે ઊભું રહ્યા કરે ને ?
દાદાશ્રી : એ તો વ્યવહારનો નિકાલ કરી નાખે ઝટપટ, પ્લેનની ટિકિટ કઢાવી હોય ને વરસાદ એકદમ વરસ્યો, તે નિકાલ કર્યા વગર બેસી રહે ? પ્રશ્નકર્તા: એ તો માર્ગ કાઢીને પહોંચી જાય.
જાણો વ્યવહાર ઉદવ્યસ્વરૂપ ભગવાને ફરજિયાત વ્યવહારને શુદ્ધ વ્યવહાર કહ્યો. પ્રશ્નકર્તા ઃ હા, તો નોકરી માટે જવું પડે એને ? દાદાશ્રી : ના, નોકરી એ ફરજિયાત વ્યવહાર નથી. એ છે જ નહીં,
દાદાશ્રી : હા, પણ એટલે જ્ઞાન જાણવાનું પછી.
જેને ઉતાવળ હોય તેને અપરિગ્રહી થવું જોઈએ. હા, નહીં તો ભજિયાં ખાતાં ખાતાં જવાનું. બેમાંથી એક નક્કી થવું જોઈએ.