________________
[૮] અંતે પામવી એપ્રયત્નદશા
૧૧૩
૧૧૪
સહજતા
અને ના અનુભવમાં આવ્યું હોય તો લગામ છોડી દે, પાંચેવ (ઈન્દ્રિયોના) ઘોડાની. અને પછી રથ કઈ બાજુ જાય છે એ જોજે. તે પછી કહે છે, બહુ સારું પડ્યું આ તો, એટલું બધું સરસ ગયું. અને ઘોડાને અહીં લોહી નીકળતું. હતું તે બંધ થઈ ગયું. આ આને હાંકતા ના આવડે, તે શું કરે છે ? એ ચઢાણ આવે છે, ત્યારે ખેંચ ખેંચ કરે છે અને ઢાળ આવે, ઊતરવાનું આવે ત્યારે ઢીલું મૂકે છે, એ ઠોકર ખઈ જાય. આના જેવું જ હોય છે હાંકવાનું. હવે આને ભાન નહીં ને હાંકવા બેઠો છે. તે પેલાને બિચારાને લોહી નીકળ્યું છે. પેલા બિચારા ઘોડાય સમજી જાય કે આ ચક્કર કો’ક મળી ગયો આજે. આ શેઠ ચક્કર મળ્યો છે. શેઠ કંઈક સારા મળશે ત્યારે આપણી દશા પાંસરી થશે. ત્યારે આરો મળી આવશે. એટલે આવું, એના કરતાં છોડી દે ને, તું. તે છોડાવી દીધા પછી છે તે કહે છે, “બહુ સરસ આ તો, વ્યવસ્થિત બહુ સુંદર.' ત્યારે મેં કહ્યું, ‘થોડુંક વ્યવસ્થિત ઉપર બેસી જા. ઘોડા ના ઝાલીશ, મૂઆ.”
એક રવિવારના દહાડે એવું ના થાય ? મહિનામાં ચાર દહાડા ? પ્રશ્નકર્તા : થાય.
દાદાશ્રી : તે ચાર રવિવાર લગામ છોડી દો તો ખબર પડી જાય, તમને અનુભવમાં આવી જાય, કર્તા-અર્તા ભાવ.
તે લગામને સવારના પહોરમાં ઊઠ્યો ત્યારથી ઝાલે. મૂઆ ના ઝાલીશ, છોડી દે અહીંથી. કાયમ અમારી લગામ છૂટેલી હોય. લગામ અમારા હાથમાં જ ના હોય. ઘોડા ચાલ્યા જ કરે. તમારે કો'ક દહાડેય તમે અભ્યાસ કરી શકો ને ? અમારે કાયમ હોય. લગામ છોડી દેવાની કે બીક લાગે છે છોડી દેતાં?
ગોઠવો એક દિવસનો પ્રયોગ પ્રશ્નકર્તા : લગામ એટલે ‘હું કરું છું’ એ ભાવ છોડી દેવાનો ?
દાદાશ્રી : નહીં, લગામ એટલે ‘હું કરું છું’ એ ભાવ નહીં, બધો જ ભાવ. લગામ જ છોડી દેવાની. રોજ લગામ જ પકડી છે. તે દહાડે લગામ છોડી દેવાના ભાવે નક્કી કર્યા, ‘દાદા, તમને લગામ સોંપી, હવે હું તો જ્ઞાતા-દ્રષ્ટા.”
એટલે પછી રહ્યું જ નહીંને ! પછી તો ખબર પડી જાય બધું આખો દહાડો. ખબર પડે કે ચા મળે છે કે નથી મળતી ? જમવાનું મળે છે કે નથી મળતું ? જમવામાં મરચું આવે છે કે નથી આવતું. મરચું જોઈતું હોય તો ? બધું આવે એવું છે. આ તો ધીરજ રહે નહીંને માણસને અને એવું ભાન જ નથી ને ! ‘હું કરું છું' તો થાય છે આ અને વર્લ્ડમાં કોઈ સંડાસ જવાની શક્તિવાળો કોઈ માણસ પાક્યો નથી. જ્યારે અટકે ત્યારે ખબર પડે કે આ સ્વતંત્ર શક્તિ મારી નહોતી. એ ડૉક્ટરોને ખબર પડે ક્યારે ? જ્યારે અટકે ત્યારે. ત્યારે ખબર પડી જાયને ? બીજા ડૉક્ટરને બોલાવવો પડે ને ? ત્યારે આપણે ના કહીએ, ‘ડોક્ટર, તમે તો બહુ મોટા હતા ને !' ત્યારે કહે, “ના, મારે બીજાને બોલાવવા પડે.” એટલે પોતાની સ્વતંત્ર શક્તિ નથી આ. એટલે તે દહાડે કર્તા-અકર્તા ભાવ બેઉ માલમ પડી જાય.
તે પાંચ કર્મેન્દ્રિયો અને જ્ઞાનેન્દ્રિયો ઘોડા છે, હવે આ પાંચ ઘોડા ચાલે છે. હાંકનારમાં સમજણ ના હોવાથી ખેંચ ખેંચ કરે ત્યારે ઘોડો ઠોકર ખાય જાય અને ગાડી ઊંધી પડે. એમ આપણા લોકોને હાંકતાં આવડતું નથી. એટલે કૃષ્ણ ભગવાને શું કહ્યું કે ભઈ અર્જુન, તું મહીં બેસ, તને નહીં આવડે અને ભગવાન જાતે બેઠા. ભગવાન બેઠા એટલે વ્યવસ્થિત બધું આ ચલાવે છે. એટલે તમારે લગામ છોડી દેવી. આ ઘોડા કઈ બાજુ જાય છે તે જોયા કરો. વ્યવસ્થિત સમજાશે કે ઓહોહો ! આખો દહાડો લગામ છોડી દીધું તોય આ ચાલ્યું. ખાવાપીવાનું, સંડાસ-બંડાસ, વેપાર-બેપાર બધું થયું ? ત્યારે કહે, ‘હા, બધું સારું થયું, રોજના કરતાં સારું થયું.”
લગામ માત્ર છોડી દેવાની, તે રાતથી જ નક્કી કરવાનું કે સવારમાં ઊઠ્યા ત્યારથી લગામ દાદાને સોંપી દેવી છે. જેવું અર્જુને કૃષ્ણ ભગવાનને સોંપી દીધી'તીને એવી સોંપી દેવાની.
આ લગામ છોડી દેવાનો પ્રયોગ અઠવાડિયામાં એક દહાડો તમે કરી તો જુઓ ? રવિવાર હોય તે દહાડે સવારના પહોરમાં લગામ છોડી દેવાની અને કહેવાનું કે ‘દાદા, આ નાડ તમને સોંપી.’ આ પાંચેય ઇન્દ્રિયરૂપી ઘોડાઓની નાડ અમને સોંપી દેવાની અને તમારે તો ખાલી જોયા જ કરવાનું