________________
૮િઅંતે પામવી અપ્રયત્નદશા
fe
૧૧૦
એ જતા
સહજ યોગની રીત પ્રશ્નકર્તા : દેહને સહજ થવા માટે કંઈ સાધન તો જોઈએને ?
દાદાશ્રી : હા, સાધનો વગર તો સહજ કેમ કરીને થાય ? અને જ્ઞાની પુરુષનાં આપેલાં સાધનો જોઈએ પાછાં, કેવાં ?
બધાં, એ બધાંને છેટા રહીને, પોતે જુએ-જાણે આ બધું. અને બહાર સહજ પ્રાપ્ત સંયોગો. બે વાગ્યા સુધી જમવાનું ના મળે તો બોલાય નહીં. ત્રણ વાગે, સાડા ત્રણે આવે તો તે વખતે, જે વખતે આપે તે...
સહજતામાં મળ્યું હોય તે ભલે ને, દૂધપાક-પૂરી ને માલપૂડા ખા, જેટલા ખવાય એટલા. અને પછી રોટલો ને શાક મળ્યું હોય તેય ખા. માલપૂડા ને દૂધપાકનો આદર કરીશ નહીં અને રોટલાને ખસેડીશ નહીં. હવે એકનો આદર કરે ને પેલાનો અનાદર કરે, ધંધો જ શો ?
પ્રશ્નકર્તા : ગમે એ સાધન ના ચાલે ? ગમે એનું આપેલું ના ચાલે ?
દાદાશ્રી : સહજ યોગ પ્રાપ્ત કરવો હોય, જેને અજ્ઞાન દશા છે, ભ્રાંતિની દશા છે, તેમાંય સહજ રીતે વર્તવાની શરૂઆત કરે ત્યારે સહજ માર્ગ પ્રાપ્ત થાય. સવારમાં ચા છે તે એ મૂકી જાય તો પીવી અને ના મૂકી જાય તો કંઈ નહીં. ખાવાનું એ મુકી દે તો ખાવું, નહીં તો માંગીને (બોલીને) ખવાય નહીં. ત્યાં આમ આમ (સંજ્ઞા) કરીનેય ના ખવાય. એ સહજ યોગ બહુ વસમો છે આ કાળમાં તો. સતયુગમાં સહજ યોગ સારો હતો. અત્યારે તો લોકો માગ્યા વગર મૂકે જ નહીંને ! પેલો સહજ યોગવાળો માર્યો જાય બિચારો, આ મુશ્કેલ વસ્તુ છે.
અહીં સૂઈ જાવ તો સૂઈ જવાનું. માંગવાનો વખત ન આવે. સહજ પ્રાપ્ત સંયોગોમાં જ રહેવું પડે તો સહજ યોગ છે. બાકી બીજા બધા તો લોકોએ કલ્પિત ધર્મને ઊભા કર્યા છે. સહજ યોગ જ ના થાય. એ તે કંઈ લાડવા ખાવાના ખેલ નથી. બધી કલ્પનાઓ કર કર કરેલી.
એક મહિનો સહજ રહેને તો પછી બીજો કોઈ સહજ યોગ કરવા જેવો જ નથી કશો. એક જ મહિનો સહજ રહે એટલે બહુ થઈ ગયું.
આદર-અનાદર નહીં, તે સહજ પ્રશ્નકર્તા: એક દિવસ સહજ રીતે કાઢવો હોય તો કેવી રીતે રહેવાય ? એનું વર્તન કેવું હોય ?
દાદાશ્રી : સહજ પ્રાપ્ત સંયોગો, બહાર અને અંદર જે મનના, બુદ્ધિના સંયોગોથી પર થાય ત્યારે સહજ પ્રાપ્ત થાય. અંદર જે બૂમાબૂમ કરે મન-બન
પ્રશ્નકર્તા : દાદા, સહજ થવું, સહજ થવું, એ બધું વાંચ્યું'તું બહુ, પણ સહજ કેવી રીતે થવાય, તે આ આપે કીધું ને, કે દૂધપાક જો આવતો હોય તો ખાને ને રોટલો આવતો હોય તો તે ખા, એ આપની વાત ઉપરથી પછી એ વસ્તુ સહેજ કેવી રીતે થવું, એ સમજમાં બેસી જાય.
દાદાશ્રી : એકનો અનાદર નહીં ને એકનો આદર નહીં એ સહજ. આવી પડેલું એનું નામ સહજ, પછી છો કહે, ભઈ, તળેલું છે, તળેલું છે, નડેને ? મૂઆ, તળેલું તો વિકૃત બુદ્ધિવાળાને નડે. સહજને કશું નડે નહીં. આવી પડેલું ખા. આવી પડેલું દુઃખ ભોગવ, આવી પડેલું સુખ ભોગવ. દુઃખ-સુખ હોતું જ નથીને જ્ઞાનીને ! પણ આવી પડેલું.
અને કડવું લાગે તો રહેવા દે ? પ્રશ્નકર્તા : ના, કાઢી નાખે.
દાદાશ્રી : માટે એ “શું મોટું થતું હોય’ તે થવા દેવું. આપણે ડખલ કરવી નહીં, એનું નામ સહજ. આ માર્ગ સહજનો છે બધો.
પ્રશ્નકર્તા: ‘સહજ મિલા સો દૂધ બરાબર’, એમ કહે તો સહજની પ્રાપ્તિ પ્રારબ્ધને આધીન છે, તો પુરુષાર્થમાં શું ફેર ?
દાદાશ્રી : સહજની પ્રાપ્તિ પ્રારબ્ધને આધીન નથી, એ જ્ઞાનને આધીન છે. અજ્ઞાન હોય તો અસહજ થાય અને જ્ઞાન હોય તો સહજ થયા કરે. અજ્ઞાન હોય તો અસહજ છેને જગત આખું ?