________________
[૮] અંતે પામવી અપ્રયત્નદશા
જોતાં સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ બધું જડેલું કે આ જગત શી રીતે ચાલે છે ?
૧૦૭
અમારે આજ આમ જ કરવું છે એવું ના હોય. ભેગું થાય છે કે નહીં એટલું જોઈએ અને એની મેળે સહજ ભેગું થઈ જતું હોય તો, નહીં તો કંઈ નહીં. લોક આવી રીતે ના જુએ, નહીં ? તો લોક શી રીતે જુએ ? ‘હું ગયો ને ત્યાં પેલો મળ્યો નહીં, મારું કામ ના થયું', કહેશે.
વેલ્યુએશન શેતું ?
કેટલીક હિતકારી વસ્તુ હોય, તે એની મેળે સહજ પ્રાપ્ત થતી હોય તો સારી વાત છે. બની શકે એવું હોય તો થવા દેવું, ન બની શકે તો કંઈ નહીં, સહજાસહજ રહેવું. ડખો નહીં કરવાનો. જે વસ્તુ સહજ ન થવા દે, એનું નામ ડખો.
ડખામાં કેટલાય અવતાર પેસી જશે. આની વેલ્યુએશન ના કરશો અને ડિવેલ્યુએશન થવા ના દેશો. વ્યવહારની વેલ્યુએશન કરશો નહીં અને આત્માની ડિવેલ્યુએશન ના થાય એવું જોઈને વ્યવહાર કરજો. વ્યવહાર વગર ચાલે જ નહીં, એવું ના બોલશો. કો'ક વખત બોલવું પડે તો નિશ્ચય વગર ચાલે નહીં, એવું બોલજો. આ વિવેકને સમજી લેવાનો.
જ્ઞાતી સદા અપ્રયત્ન દશામાં
જ્ઞાની પુરુષ તો કોને કહેવાય ? જેમને નિરંતર અપ્રયત્નદશા વર્તે.
હવે જગત પ્રયત્નમાં છે પણ તમે પ્રયત્નમાં નથી, પણ યત્નમાં છો. હા, આ ડખો થયેલો હોય, એને સારું-ખોટું ગણવા જાવ છો. અરે પણ ભઈ, તમે તમારી જગ્યાએ બેસી રહો ને, ઊંચાનીચા શું કરવા થાવ છો ? એ સારુંખોટું તો પુદ્ગલનું થાય છે, એમાં પુદ્ગલની વંશ ગયેલી જ નહીં કોઈ દા’ડોય. પુદ્ગલની વંશ જતી નથી કોઈ દા'ડોય. તમારે એની ચિંતા કરવી નહીં. એમના મનમાં એમ કે પુદ્ગલની વંશ જતી રહેશે, શું થશે આ ? સારાની વંશ જતી રહેશે ને ખોટા વધી જશે. આ પુદ્ગલની વંશ કોઈ દા’ડો
૧૦૮
સહજતા
ગઈ જ નથી. જ્ઞાતા-દ્રષ્ટા, અક્રિય એવો આત્મા છે. યત્નેય ના હોય ને પ્રયત્નેય ના હોય.
પ્રશ્નકર્તા : આપને આત્મા જુદો વર્તે એટલે પ્રદેશે પ્રદેશે બધી જગ્યા એ જુદો વર્તે ?
દાદાશ્રી : હં, બધી જગ્યાએ. છે જ જુદો, તમારેય જુદો છે. પ્રશ્નકર્તા : છે તો જુદો જ, પણ આ વર્તવાની વાત છે ને ? દાદાશ્રી : વર્તવાનું એટલે પોતાનું જ્ઞાન સર્વસ્વ પ્રકારે છે. જેટલું અજ્ઞાન એટલું ના વર્તે.
પ્રશ્નકર્તા : પણ એનો અર્થ એવો કે આખા શરીરમાં વર્તે એ પ્રમાણે ? દાદાશ્રી : હા, એ પ્રમાણે જ વર્તે. જેટલું વર્તે એટલો સહજ. જ્ઞાન થયા પછી દેહ સહજ થાય. કારણ કે ક્રોધ-માન-માયા-લોભ જ્યાં ખલાસ થયાં, ત્યાં સહજતા ઉત્પન્ન થાય.
પ્રશ્નકર્તા : સહજ થવું એ જ મોટી વાત છે.
દાદાશ્રી : મોટી વાત નહીં, છેલ્લી વાત ! છેવટે સહજ જ થવું પડશે ને ? છેવટે સહજ થયા વગર ચાલે જ નહીં.
સહજ ઉપરથી સાહિજકતા. સહજ એટલે અપ્રયત્ન દશા. અપ્રયત્ન દશાથી ચા આવે તો વાંધો નથી. અપ્રયત્ન દશાથી ખોરાક આવે તો વાંધો નથી.
પ્રશ્નકર્તા : જમવાનું યાદ આવે, પેલી ચા યાદ આવે, એ બધાં એને વિચાર આવ્યા કરે તો પેલી સહજતા તૂટી કહેવાય ?
દાદાશ્રી : સહજતા તૂટી જ જાયને ! સહજતા તૂટે તેથી કંઈ આત્મા ખાતો નથી, એ તો ખાનારો ખાય છે. છેવટે દેહને સહજ કરવાનો છે. આહારી થયો પણ સહજ કરવાનો. સહજ થવાની જ જરૂર. સહજ થતાં ટાઈમ લેશે. પણ સહજ એટલે પૂર્ણતા.