________________
[૮] અંતે પામવી અપ્રયત્નદશા
ગણાય ?
દાદાશ્રી : મોક્ષને માટે લાયક થઈ ગયો છે આ.
પ્રશ્નકર્તા : મોક્ષ શું છે ?
દાદાશ્રી : મોક્ષ એટલે પોતાની છેલ્લી, સ્વાભાવિક દશા.
૧૦૩
પ્રશ્નકર્તા : એ પણ સહજ રીતે આવવાની હોય, તો માણસે પ્રયત્નેય શું કરવા કરવો ?
દાદાશ્રી : એ સહજ રીતે જ આવી રહી છે.
પ્રશ્નકર્તા : તો પછી પ્રયત્ન કરવાની કંઈ જરૂર જ નહીંને ?
દાદાશ્રી : પ્રયત્ન કોઈ કરતું જ નથી. આ જે પ્રયત્ન કરે છે તે તો પોતે અહંકાર કરે છે. મેં પ્રયત્ન કર્યો આ.
પ્રશ્નકર્તા : હું અહીંયાં આવ્યો તે હું એવું માનું છું કે હું પ્રયત્ન કરીને આવ્યો.
દાદાશ્રી : એ તો તમે એમ માનો છો કે હું આ કરી રહ્યો છું. હું જાણું છું કે આ તમે સહજ રીતે આવ્યા છો અને તમારો ઈગોઈઝમ તમને એમ દેખાડે કે હું હતો તો થયું, ભેગા થયા, આમ થયું, તેમ થયું ને એડજસ્ટમેન્ટ લઈ લ્યો છો તમે. બસ, એટલું જ થયું. બધી ક્રિયા સ્વાભાવિક થઈ રહેલી છે.
પ્રશ્નકર્તા : તો પછી કરવા જેવું કશું રહેતું નથી ?
દાદાશ્રી : ના કરવા જેવુંય નથી રહેતું.
પ્રશ્નકર્તા : ના કરવા જેવું તો કરતા જ નથી.
દાદાશ્રી : કરવા જેવુંય નહીં રહ્યું ને ના કરવા જેવુંય નથી રહેતું. પ્રશ્નકર્તા : તો શું કરવાનું ?
દાદાશ્રી : જાણવા જેવું છે જગત.
૧૦૪
બસ.
સહરતા
પ્રશ્નકર્તા : જાણવું કેવી રીતે ?
દાદાશ્રી : આ અત્યારે શું બને છે, એ જોયા કરવાનું ને જાણ્યા કરવાનું,
વ્યવસ્થિત સમજ્યું પ્રગટે સહજતા
તમે આત્મા જ થઈ ગયા પછી હવે રહ્યું શું ?
પ્રશ્નકર્તા : એટલે આત્મા ચોખ્ખો થઈ ગયો. આ તો પેલું એમ કે એની દશા કેવી હોય ? એટલે કહ્યું કે અપ્રયત્ન દશા આખી ઉત્પન્ન થાય. ચંપલ પહેરવાનો પણ પોતાનો પ્રયત્ન ન હોય.
દાદાશ્રી : અત્યારે અપ્રયત્ન દશા જ છે એ તો. પ્રયત્ન તો અહંકાર હોય ત્યારે કહેવાય.
પ્રશ્નકર્તા : આપે કહેલું કે રેલ્વે સ્ટેશન પર ગયા હોઇએ, ગાડીમાં જવાનું હોય તો સ્ટેશન ૫૨ જઈને ગાડી આવે છે કે નહીં ? આમ ડોકું કરીને જુએ નહીં.
દાદાશ્રી : એ જુએ તે વાંધો શો છે ? પછી પોતાને ખબર પડે કે આ ભૂલ ખાધી જરા. એટલે સહજ થવું છે એવો ભાવ રાખવો. આપણે દૃષ્ટિ કેવી રાખવાની ? સહજ. વખતે શું બને છે એ જોવું. અને ધ્યેય કેવો રાખવો કે દાદાજીની સેવા કરવી છે અને ભાવ સહજ રાખવો. દાદાની સેવા મળવી એ તો બહુ મોટી વસ્તુ છેને ? એ તો બહુ મોટી પુણ્ય હોય તો મળે, નહીં તો મળે નહીંને ? એ આમ હાથ જ ના અડાડાયને ? એક ફેરો આમ હાથ અડાડવું તેય બહુ મોટું પુણ્ય કહેવાય ને ભેગું થાય તો મનમાં માનવું કે ઘણા દહાડે પ્રાપ્ત થયું. એટલુંય કંઈ ઓછું છે ? બાકી ગમે તે રસ્તે શુદ્ધ ઉપયોગમાં રહેવું.
પ્રશ્નકર્તા : સહજ તો ત્યારે જ થાયને, સંપૂર્ણ વિજ્ઞાન અંદર ખુલી જાય તો જ સહજ થઈ શકે ?
દાદાશ્રી : એ ‘વ્યવસ્થિત’ સંપૂર્ણ સમજાય ત્યારે સંપૂર્ણ સહજ થાય. હવે એ તો એની મેળે થયા જ કરે છે. એની બહુ એ નહીં રાખવાની, કે આને