________________
[૮] અંતે પામવી અપ્રયત્નદશા
૧૦૧
૧૦૨
સહજતા
કારખાનાંનો બનેલો છે, લાખ એલેમ્બિકનાં કારખાનાંનો બનેલો છે. તે એમ ને એમ ચાલે છે. મૂઆ, રાતે ઓઢવો (હાંડવો) ખાઈને સૂઈ ગયો, તે મહીં કેટલો પાચકરસ પડ્યો, કેટલું પિત્ત પડ્યું. કેટલું બાઈલ પડ્યું, તેની તપાસ કરવા જાઉં છું તું ? ત્યાં તું કેટલો એલર્ટ છું, મૂઆ ? એ તો સવારે એની મેળે બધી જ ક્રિયાઓ થઈને, પાણી પાણીની જગ્યાએ ને સંડાસ સંડાસની જગ્યાએથી છૂટું પડી નીકળી જાય છે ને સત્વો બધાં લોહીમાં ખેંચાઈ જાય છે. તે એ બધું તું ચલાવવા ગયો હતો ? અલ્યા, આ અંદરનું એમ ને એમ ચાલે છે તો બહારનું નહીં ચાલે ? ‘તું કરું છું” એવું શા માટે માને છે ? એ તો ચાલ્યા કરશે. રાતે ઊંઘમાં શરીર સહજ હોય છે. આ તો મૂઆ અસહજ ! આ દહાડે તો લોક કહે છે કે હું શ્વાસ લઉં છું, ખરા શ્વાસ લઉં છું, ઊંચા લઉં છું ને નીચા પણ લઉં છું. તો મૂઆ રાત કોણ શ્વાસ લે છે ? રાતે જે શ્વાસોચ્છવાસ ચાલે છે તે નોર્મલ છે. તેનાથી બધું જ સરસ પાચન થાય છે.
સહજભાવમાં બુદ્ધિ ના વપરાય. સવારે પથારીમાંથી ઊઠ્યો એટલે દાતણ કરો, ચા પીઓ, નાસ્તો કરો, એ બધું સહજભાવે થયા જ કરે છે. એમાં મનબુદ્ધિ-ચિત્ત ને અહંકાર વાપરવાં ના પડે. જેમાં આ બધાં વપરાય તેને અસહજ કહેવાય, વિકલ્પી ભાવ કહેવાય.
તમારે કોઈ વસ્તુ જોઈતી હોય ને સામો માણસ ભેગો થાય ને કહે કે, ‘લ્યો આ વસ્તુ.” તો તે સહજભાવે મળ્યું કહેવાય.
તમે વિચાર્યું ના હોય. જરૂર હોય તમારે પણ તમને એની પાસેથી લેવાનો વિચાર ના હોય. સહજાસહજ મળી જાય છે, એવું આપણા લોક નહીં કહેતા ? સહજ એટલે અપ્રયત્ન દશા. કોઇ જાતનો પ્રયત્ન નહીં.
શું કરવું તે શું ના કરવું ? બધું સહજ રીતે ચાલે છે એનું ભાન થશે ત્યારે આત્મજ્ઞાન થશે. હવે સહજ એટલે શું ? વિના પ્રયત્ન ચાલી રહ્યું છે. તેને આ લોકો કહે છે, “મેં આમ કર્યું ને તેમ કર્યું બધું.” કેવી રીતે સમજાય આ ગેડ બધી ? અને કોઈએ
બનાવ્યું નથી. કોઈએ કર્યું નથી, કરવા જેવું નથી. ઓન્લી સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ છે આ તો.
પ્રશ્નકર્તા: તો આ અક્રમ જ્ઞાન મેળવવા માટે બધાએ પ્રયત્ન શું કરવા કરવો જોઈએ ?
દાદાશ્રી : પ્રયત્ન કોઈ કરતું જ નથી. પ્રશ્નકર્તા : પછી તમારી પાસે આવવાની શી જરૂર ?
દાદાશ્રી : મારો પાડોશીએય કોઈ પ્રયત્ન કરતો નથી અને હુંયે. પાડોશીને કહેતા નથી કે અક્રમ જ્ઞાન લઈ લો. અહીં આગળ આવે ત્યારે, મને ભેગો થાય તો એમને હું વાત કરું, નહીં તો કરું નહીં.
પ્રશ્નકર્તા : એ કરવાની શી જરૂર ? દાદાશ્રી : નહીં, સહજભાવે જે બને એ ખરું. પ્રશ્નકર્તા : સહજભાવે જે બનવાનું છે એ તો બન્યા જ કરે છે.
દાદાશ્રી : હા, તે એવું જ. અમારે બીજો કંઈ ડખો નહીં કરવાનો. અત્યારે આ સહજભાવે જ તમારી જોડે ભાંજઘડ છે બધી. નવો ડખો આમાં કશો નથી. તમે ફક્ત સહજભાવમાં નથી. અમે તો સહજભાવમાં જ રહીએ છીએ. તમે સહજભાવમાં આવવાનો પ્રયત્ન કરી રહ્યા છો હવે.
અને આ ફોરેનવાળા, એ તો બિચારા સહજ જ છે. આ ગાયો-ભેંસોય સહજ છે..
પ્રશ્નકર્તા : એ તો મને ઘણીવાર લાગે, આ ગાયો-ભેંસો ને એ બધાં જે જાનવરો છેને, એમાં રાગ નથી ને દ્વેષ નથી. બીજું પણ.. એટલે એમ લાગે કે માનવ કરતાં તો એ લોકો વધારે સુખી છે.
દાદાશ્રી : કારણ કે રક્ષિત છે એ. એ છે તે આશ્રિત છે. અને આશ્રિત દુ:ખી ના હોય કોઈ. આ એકલા હિન્દુસ્તાનના લોક નિરાશ્રિત છે.
પ્રશ્નકર્તા તો પછી માનવદેહ એ લોકોનાં કરતાં વધારે સારો કઈ રીતે