________________
[9] જ્ઞાની પ્રકાશ અનોખા પ્રયોગો
સહજતા
એટલે એ લોકો ગાતા હોય, તે ઘડીએ આપણે ગાવાનું, એ કૂદતાં હોય ત્યારે કુદવાનું. અહીં બધા કૂદતા હોય ત્યારે આપણે કૂદવું. કૂદવાની દશા ના હોય તો બેસી રહેવું, જોયા કરવું.
આ આપણું વિજ્ઞાન છે ને, તે જે જે થાય છે એ બધું પ્રતિક્રમણ છે. પહેલા કંઈ રાગ-દ્વેષ કર્યા હોય, કંઈ જોયું હોય ને આપણને ગમતું ના હોય, કંટાળો તે મહીં પરમાણુ ભરેલા, તે આ ‘જોઈએ” એટલે ઊડી જાય બધું. અભિપ્રાય તુટી જવા જોઈએ બધા, કે આ ખોટું છે ને આ ખરું છે.
એટલે આપણે તો જે ઉદય આવે ને. ‘ચંદભાઈ” એમાં ભળે અને આપણે” જોયા કરવું. બેઉ પોતપોતાના કામમાં રહ્યા કરે.
એ ચીડ બતાવે અસહજ મુંબઈમાં અમને પૂછે છે કે તમારે ત્યાં આવીનેય તાળી પાડે છે એનો શો અર્થ છે ? મેં કહ્યું, એની પહેલા અનંત અવતાર ચીડ કરી છે ને, તે ચીડ કાઢવા સારુ કરે છે. પછી કાઢવી તો પડશે ને, ચીડ ત્યાં લઈને જવાય કે ? એટલે એ થબાકા મારે છે ને ! ત્યાં આગળ એ ચીડ કરેલી, તે કાઢવા સારું આ. તમે જાતે કરો એટલે એ નીકળી જાય. નહીં તો મારે આ ધંધો કાઢીને શું કામ ? હું તો જ્ઞાની પુરુષ અને જ્ઞાનમાં આવું હોય નહીં ને ! કારણ કે અક્રમ વિજ્ઞાન છે, આ તો બધું ખાલી કરી નાખવાનું. ક્રમિકમાં એવું ના ચાલે. ક્રમિકમાં તો જોડે ને જોડે લઈને માર ખા ખા કરવાનું. અહીં તો ખાલી જ કરી નાખવાનું. શુદ્ધાત્મા થયા પછી રહ્યું શું છે? તેવી રીતે ક્રમિકમાં શુદ્ધાત્મા થઈ શકતો નથી અને જ્યારે શુદ્ધાત્મા થાય, તે અવતારે મોક્ષે જાય. અને આપણે શુદ્ધાત્મા હોય તો વેપારી વેપાર કરી શકે, એવું આપણું અક્રમ. જો ને, આ ભાઈ કરે છે ને નિરાંતે ! તમને સમજાયું?
પ્રશ્નકર્તા : હા, સમજાયું મને. દાદાશ્રી : તમે આ લાઈન ઉપર વિચાર કરજો હવે. પ્રશ્નકર્તા: હા, જરૂર.
એ રોગો કાઢવાની કળા દાદાશ્રી : આ અક્રમ વિજ્ઞાનમાં લૉ જ નથી, આ થબોકા પાડવાનો. આ તો થબોકા નહીં પાડવાનું, જેને એટિકેટ છે, તેનો રોગ કાઢવા માટે છે.
પ્રશ્નકર્તા : પણ દાદા, પછી બહુ સહજપણે બોલાય. હવે તો થાય છે. હવે તો ચેન નથી પડતું.
દાદાશ્રી એ એટિકેટનો રોગ કાઢવા માટે છે આ. એટિકેટ ગયા સિવાય કોઈ દહાડો ધર્મ પરિણામ ના પામે. જે એટિકેટની બહાર રહે છે ત્યાં આગળ ધર્મ પરિણામ પામે. એટલે આય એવું કહેતા'તા, અહીં થબોકા પાડવાનું? ત્યારે મેં કહ્યું, રોગ કાઢવા માટે છે આ.
પોતાની બુદ્ધિથી કોઈપણ માણસ એટિકેટ શીખ્યો નથી. બુદ્ધિ હોય જ નહીં ને ! આ તો એટિકેટ તો બધી નકલો કરેલી. તે આ રોગ પેસી ગયેલો. તે આ રોગ કાઢવા માટે મેં આ કરેલું.
પ્રશ્નકર્તા : એ દાદા, બરોબર છે. અમે ટાઈ પહેરીએ છીએ એ સમજીને કોઈ દહાડો ટાઈ પહેરતા નથી. બધા પહેરે છે, માટે અમે પહેરીએ છીએ.
દાદાશ્રી : બધું જોઈને જ આ એટિકેટ શીખ્યા છે. આ હિન્દુસ્તાનમાં બધું એટિકેટ શીખ્યા છે ને, અને જ્યાં સુધી એટિકેટ છે ત્યાં સુધી ધર્મ જેવી વસ્તુ જ નથી. જ્યાં કંઈ પણ એટિકેટ છે ત્યાં ધર્મ જેવી વસ્તુ નથી. જ્યાં સહજતા છે ત્યાં ધર્મ છે.
ઉકેલ લાવવો આમ આપણા સત્સંગમાં આ જે બોલીએ છીએ, કરીએ છીએ, એ બધું બહારથી આવેલા માણસો, ‘જ્ઞાનવાળા કેવા હોય એવું એમના લક્ષમાં જુદું હોય’, તે આવું જુએ એટલે મનમાં એમ થાય કે જ્ઞાન શેનું નામ કહેવાય ? પણ એમને ખબર નથી કે આ લોકો જ્ઞાન ગ્રહણ કરી રહ્યા છે અને અજ્ઞાન છોડી રહ્યા છે. કારણ કે આપણે કંઈ આ બધા આમ થબાકા પાડે એવા નહોતા. પણ એ માન્યતા ખોટી છે એવું માનેલું, એના તરફ તિરસ્કાર વર્તતો હતો.