________________
[૭] શાની પ્રકાશ અનોખા પ્રયોગો
સહજતા
ગવવડાવીએ છીએ. નહીં તો ગવડાવવાનું કારણ શું? પ્રકૃતિ સહજ કરવા માટે છે. મનમાંથી નીકળી જાય કે મારાથી આવું ના થાય ને મારાથી આવું થાય, એવું બધું નીકળી જાય.
સત્સંગમાં જુદાઈ ના પાડવી. બધા જેવું કરે તેવું આપણે કરવું. અંદર આપણે સ્થિર કરવું હોય તો આપણે આમ સ્થિર થઈ જઈએ તો થાય. એ પ્રકૃતિ સહજ એટલે શું કે બહારનું અમે જે કરીએ એટલું જ કરવાનું. પોતાનું જુદું કરવા જાયને, એટલે પેલો એક્સ્ટ્રા ફોટો પડે. જુદું કરનારાને ઓળખો
તમે ?
વગર છૂટકો નહીં. તે પછી શું થયું? એ પોળમાંથી બહાર નીકળ્યા એટલે એમના મનમાં એમ લાગ્યું કો'ક જોઈ જશે તો ? એટલે એમણે શું કર્યું કે રસ્તો એવો કંઈક ખોળી કાઢ્યું કે માળા કાઢવી પડે નહીં, આજ્ઞા પળાય અને લોકોના સકંજામાં આવીએ નહીં. એટલે એમણે ત્યાંથી જ રિક્ષા પકડીને મહીં આંખો મીંચીને બેસી ગયા અને ઘરના બારણા આગળ ઊભી રખાવી. અને પછી બીજે દહાડે મને આ પ્રમાણે કહ્યું. ત્યારે મેં કહ્યું, ‘શેના સારુ ભડકો છો ? આ ગાય-ભેંસોથી કેમ ભડકતા નથી ? એમનામાંય એવો જ આત્મા છે ને એમનામાંય આવો આત્મા છે. આમનાથી કેમ ભડકતા નથી ?” ત્યારે કહે, ‘ત્યાં તો શરમ ના આવે.” ત્યારે મેં કહ્યું, ‘એમાં ને આમાં ફેર નથી. ફક્ત ફોટો પડે આ માણસનો, એટલો જ છે ફેર.”
પ્રશ્નકર્તા : છતાં પણ અમુક અમુક હોય તો પ્રકૃતિ ન જ કરવા દે, તો શું કરવું ?
દાદાશ્રી : હા, ના કરવા દે તો આપણે એને પણ જાણીએ. તમારી ઇચ્છા છે અને નથી કરવા દેતી, એને માટે તમે જોખમદાર નથી. આ જાત્રામાં તો દરેક સ્ટેશને જઈને આ બધું આવું કરવાનું (ગરબા ગાવાના). તે પાછો થાકે નહીં. મુક્ત મને, કોઈથી દબાવવાની જરૂર નહીં. કોઈની શરમ શેની ? શરમ રહે તો આપણે ના સમજીએ કે ચંદુભાઈ કાચા પડે છે.
પ્રશ્નકર્તા: બીજાનું તો કંઈ રહેતું જ નથી, પોતાનું જ અંદર હોય છે. દાદાશ્રી : પોતાનો જ ભય ઉપરી, બીજો કોઈ તો નવરો જ નથી.
પોતાપણાથી થઈ જુદાઈ સહજ એટલે શું? બધા કરે એ પોતે કરે, પોતાનું નહીં. પોતાપણું ના રાખવું જોઈએ. આ તો સહુ સહુનું અલગ રાખી મેલેને ? પછી મહીં ધૂંધવાયા કરે. અને બધા કરે એમ કરીએને તો પોતાપણું ના રહે. સહજ થાય, સહજતા ઊભી થાય. અમને એ બહુ ગમે. પ્રકૃતિની અસહજતાથી આત્મા અસહજ થયો. એટલે મૂળ આ પ્રકૃતિને સહન કરવાની છે. જે ઘડીએ બધા બોલતા હોય તે ઘડીએ બોલવા લાગે. ગાતા હોય તે ઘડીએ ગાવા લાગે, તેથી તો આપણે ત્યાં
હવે આ ભાઈ, આ બીજા પાંચ-સાત જણ છે તે જુદી ટોળી બેઠી હોય. અરે ભાઈ, જ્ઞાની પુરુષ જાતે આવડી મોટી રાડો પાડી પાડીને બોલાવે છે, તો કંઈ હશે કે નહીં હોય ? પણ આ બધું ઓવરવાઈઝપણું (દોઢ ડહાપણ). એટલે આ પ્રકૃતિ સહજ કરશે તો કામ થશે. સહજ એટલે વર્ક વ્હાઈલ યુ વર્ક એન્ડ પ્લે હાઈલ યુ પ્લે. એવો પછી ફોટો પડશે. આ બધા ભળીને ચાલવાવાળા. તમે તો સંપૂર્ણ પ્રકારે બધા ભળો અને આ તો જુદાઈ પાડે એવા માણસ, પણ ધીમે ધીમે બધું ઓછું કરી નાખ્યું, ભળતા થઈ ગયા. જુદાઈ પાડવામાં શું થાય ? ફોટો જુદી જાતના પડ્યા કરે.
સહજતાતા લક્ષણો સહજ કોનું નામ કહેવાય કે અહીં એક માણસ પાંચ વાગે આવ્યો. તે નવ વાગે અહીંથી ઊઠે. ત્યાં સુધી બધાની સમૂહ ક્રિયા શું ચાલ્યા કરે છે, બધા દાદા ભગવાન બોલે તો એય દાદા ભગવાન બોલે. બધા ગાય તો એય ગોય. પછી છે તે બધા ગરબા ગાય તો એ ગરબા યે ગાય. એ બધું સહજ, એમાં પોતાનું કંઈ નહીં. પોતાની ડિઝાઈનમાં ઉતારે નહીં. હવે ત્યાં તો પોતાનું કોઈગ ચીતરે તો એ સહજતા ચૂક્યા કહેવાય. ત્યાં લોકો પોતાનું ડ્રોઈગ ચીતરે ને ? કારણ કે આપણું વિજ્ઞાન એવું છે કે મનને જો તમે એવું કહી દો કે આ બધા કહે એ પ્રમાણે જ કરવાનું છે તો મન પણ ખુશ થઈ જશે અને આ બધા જેવું કરતા અને આનંદ થાય છે. પણ આપણે મનમાં જરા પોતાનું ડ્રોઈગ ચીતર્યું તો પછી ડૂબકી મારવી પડે. એ ડોઝીંગ (સહજતા ચૂક્યા) કહેવાય છે.