________________
સહજતા
[૩] અસહજનો મૂળ ગુનેગાર કોણ ?
૨૫ અસહજ માટે જવાબદાર કોણ ? પ્રશ્નકર્તા : આપે કહ્યું એમ આત્મા યે સહજ છે ને પ્રકૃતિ યે સહજ
દાદાશ્રી : ના, એ તો સમકિત થયા પછી, આ મિથ્યાત્વને લઈને પ્રકૃતિ અસહજ થઈ જાય છે.
પ્રકૃતિ તો આપણો ફોટો છે. અરીસામાં જુએ તો મોટું ચઢેલું દેખાય. તે પ્રકૃતિ છે, તો પ્રકૃતિનો દોષ છે?
પ્રશ્નકર્તા : પ્રકૃતિનો જ દોષ.
દાદાશ્રી : નહીં, મહીં વ્યવહાર આત્માને સ્થિરતા, સહજતા નથી આવી. વ્યવહાર આત્મા સહજ હોય તો પ્રકૃતિ સહજ થાય, પેલાનું મોટું ને બધું સારું દેખાય.
પ્રશ્નકર્તા : દાદા, એ આત્મા સહજ નહીં થયો, મોઢું ચઢેલું હોય તો એ જે આત્માની આપે વાત કરી, એ પ્રતિષ્ઠિત આત્માને ?
દાદાશ્રી : પ્રતિષ્ઠિત આત્મા એ વાત ખરી, પણ પ્રતિષ્ઠિત આત્મા એટલે પેલો વ્યવહાર આત્મા. જ્યાં સુધી આ પ્રતિષ્ઠિત આત્માનું ચલણ છે ને, ત્યાં સુધી પેલો વ્યવહાર આત્માનો જ દોષ ગણાય છે. પ્રતિષ્ઠિત આત્મા પ્રતિનિધિ જેવો છે. એટલે જવાબદારી છેવટે એને જાય. કોને જાય ?
વ્યવહાર આત્મા પોતે શુદ્ધાત્મા થાય તો અંદન થવાનું બંધ થાય ને સ્પંદન બંધ થયાં તો ધીમે ધીમે પ્રકૃતિ સહજતામાં આવશે. બન્ને સહજતામાં આવી જાય, એનું નામ વીતરાગ.
સહજતામાં પહેલું કોણ ? પ્રશ્નકર્તા : જ્ઞાન થઈ જાય, એ પછી પ્રકૃતિ સહજ થાય કે પ્રકૃતિ સહજ થાય તેમ જ્ઞાન પ્રગટ થતું જાય, એમાં ક્રમ કયો ?
દાદાશ્રી : આપણે આ જ્ઞાન આપીએ છીએને, ત્યારે દૃષ્ટિ બદલાય જાય ને પછી પ્રકૃતિ સહજ થતી જાય. પછી સંપૂર્ણ સહજ થાય. પ્રકૃતિ બિલકુલ સહજ થાય. એટલે આત્મા તો સહજ છે જ, બસ થઈ ગયું, છૂટું થઈ ગયું. અને પ્રકૃતિ સહજ થઈ એટલે તો બહાર નો ભાગ જ ભગવાન થઈ ગયો, અંદરનો તો છે જ. અંદરની તો બધાંમાં છે.
જો પ્રકૃતિ સહજ થાય તો આત્મા સહજ થઈ જ જાય. અગર આત્મા સહજ થવાનો પ્રયત્ન થાય તો પ્રકૃતિ સહજ થઈ જાય. બેમાંથી એક સહેજ ભણી ચાલ્યું, કે બેઉ સહજ થઈ જાય.
પ્રશ્નકર્તા : મૂળ.
દાદાશ્રી : ના. એ (મૂળ) પોતે એવો છે નહીં, પણ એમના પ્રતિનિધિ આવું કરે. એની જવાબદારી કોના માથે ?
પ્રશ્નકર્તા : જો દોષ થતો હોય તો પ્રતિષ્ઠિત આત્માનો જ દોષ થાય
આ કાળમાં પ્રકૃતિ સહજ થાય એમ નથી. તેથી ‘અમે' આત્મા સહજ આપી દઇએ છીએ અને જોડે જોડે પ્રકૃતિની સહજતાનું જ્ઞાન આપી દઇએ છીએ. પછી પ્રકૃતિ સહજ કરવાની બાકી રહે છે. આત્મા સહજ સ્વભાવમાં આવે એટલે પ્રકૃતિ સહજ સ્વભાવમાં આવે એવું આ કાળમાં છે.
પ્રશ્નકર્તા ઃ અમારી પ્રકૃતિ જેટલી અસહજ હોય...
દાદાશ્રી : તેનો સવાલ નહીં. તમે આ પ્રકૃતિ તો મને મળતાં પહેલાંની ભરેલી છે.
પ્રશ્નકર્તા : પ્રકૃતિ સહજ થવી જોઈએ કે નહીં ? દાદાશ્રી : એ તો પોતે આ જ્ઞાનમાં રહે તો સહજ જ થાય. પ્રકૃતિ નિકાલ થયા જ કરે. એની મેળે નિકાલ થઈ જશે અને નવી
દાદાશ્રી : ખરો દોષ પેલા વ્યવહાર આત્માને જાય, પણ મૂળ આત્માને પહોંચે જ નહીં ને !