________________
સહજતા.
[3] અસહજનો મૂળ ગુનેગાર કોણ ?
દાદાશ્રી : જ્ઞાન પછી એક મૂળ આત્મા છે અને આ ડિસ્ચાર્જ અહંકાર છે તે પ્રતિષ્ઠિત આત્મા છે, પહેલાંનો. અજ્ઞાનતામાં અહંકાર જે જીવતો છે તે પ્રતિષ્ઠા કરે છે. હું કરું છું ને મારું છે' એ ઘટમાળ ચાલ્યા જ કરે છે, નવી પ્રતિષ્ઠા ઊભી કરીને. આપણે છે તે પ્રતિષ્ઠા બંધ કરાવીએ છીએ. એટલે આપણે ચાર્જ થતું બંધ થાય છે. પ્રતિષ્ઠા બંધ થાય એટલે બધું બંધ થઈ ગયું ! નવો સંસાર ઊભો થતો બંધ થઈ ગયો.
પ્રશ્નકર્તા : નવો સંસાર ઊભો થતો બંધ થઈ ગયો અને પછી એ જે વિભાગ રહ્યો, તેને જ આપણે પ્રતિષ્ઠિત આત્મા તરીકે ગણીએ છીએને ?
દાદાશ્રી : હા, અને હવે જે છે એનો નિકાલ કરી નાખીએ. એ નિકાલ થવા માટે જ આવ્યો છે ને નિકાલ કરવાનો છે.
ડખલ થયે અસહજ પ્રશ્નકર્તા : નિકાલ થવામાં ડખલ કરે છે એ જ નિશ્ચેતન ચેતન?
દાદાશ્રી : એમાં ડખલ કરેને, એ નિશ્ચેતન ચેતન નહીં, એ મડદાલ અહંકાર (વ્યવહાર આત્મા). હા, પણ એમાં ડખલ કરીને એ બગાડે છે. બાકી, એ તો એની મેળે નિકાલ થવા માટે જ આવ્યું છે.
પ્રશ્નકર્તા : એટલે પ્રતિષ્ઠિત આત્મા તરીકે જે જુદો પડ્યો, એની અંદર જો કોઈ પણ પ્રકારની ડખલ ન કરે તો એની મેળે ગલન થઈ જાય ?
દાદાશ્રી : હા, એની મેળે સહજ રીતે છૂટે. પ્રશ્નકર્તા : ડખલ કરે તો તેની અંદર ડખો થયા કરે ?
દાદાશ્રી : બસ, ડખલ એ પાછલો અહંકાર કરે છે. મડદાલ અહંકાર ડખલ કરે છે. અને તે મડદાલ અહંકારને બુદ્ધિ છે તે પપલાવે છે, બુદ્ધિ હેરાન કરે છે, બસ. નહીં તો સહજભાવે ઊકલ્ય જ જાય છે.
પ્રશ્નકર્તા: આ વ્યવહાર આત્મા કોને કહો છો ? દાદાશ્રી : સંસાર એટલે શું કે વ્યવહાર આત્મા ડખોડખલમાં પડ્યો. અને
દેહનો સ્વભાવ કેવો છે ? સહજ છે. તે વ્યવહાર આત્મા ડખોડખલ ના કરે, તો દેહ સહજ છે. દેય છૂટો અને આત્માય છૂટો. આ ડખોડખલથી બંધાયો છે. એટલે આપણે ડખોડખલ બંધ કરાવીએ છીએ. તું આ (ચંદુભાઈ) નથી, તું આ આત્મા છું. એટલે એ ડખોડખલ બંધ કરી દે. અહંકાર-મમતા ચાલ્યાં ગયાં. હવે ડખોડખલ જેટલી બંધ કરીશ, એટલો તું તે (આત્મા)રૂપ થઈ જઈશ, સહજરૂપ. સહજ એટલે ડખોડખલ નહીં તે ! આ એની મેળે ચાલે છે ને આય એની મેળે, એ બન્ને પોતપોતાની રીતે જ ચાલ્યા કરે છે.
વ્યવહાર આત્મા એના સ્વભાવમાં રહે છે અને આ દેહ એના સ્વભાવમાં રહે છે. દેહાધ્યાસ જતો રહેવાથી, બેનો સાંધો હતો એકાકાર થવાનો, તે દેહાધ્યાસ ઊડી ગયો. એટલે આ દેહ દેહના કામમાં અને આત્મા એના કામમાં, એનું નામ સહજતા.
પ્રશ્નકર્તા: ભાવ તો પ્રતિષ્ઠિત આત્મા જ કરે ને, દાદા ? શુદ્ધાત્મા તો કરે જ નહીં ને ?
દાદાશ્રી : પ્રતિષ્ઠિત આત્મા પણ વસ્તુસ્થિતિમાં ભાવ કરે જ નહીં ને ! શુદ્ધાત્માયે ભાવ કરે નહીં. આ તો “ચંદુભાઈ છું’ એમ જે માને છે, એ વ્યવહાર આત્મા ભાવ કરે છે. પ્રતિષ્ઠિત આત્મા તો ભાવથી જ ઊભો થયો છે ને ! જો ભાવ ના હોત તો એ પ્રતિષ્ઠિત આત્મા હોત જ નહીં.
વ્યવહાર આત્મા’ સહજ, તો દેહ સહજ આત્માની સહજતા તો મૂળ આત્મા તો પોતે સહજ જ છે. આ બહારનું સહજ થાયને તો પોતે સહજ જ છે. બહારનું સહજ થતું નથી ને !
પ્રશ્નકર્તા: આ બરાબર સમજાયું નહીં હજુ.
દાદાશ્રી : આત્મા સહજ થાય તો દેહ એની મેળે સહજ થાય, એટલે એ શું કહે છે ? આ વ્યવહાર આત્મા સહજ થાય તો દેહ સહજ જ થઈ જાય, પણ મૂળ આત્મા તો સહજ જ છે. આ વ્યવહાર આત્માની જ ભાંજગડ છે. બધી.