________________
[૨] અજ્ઞ સહજ – પ્રજ્ઞ સહજ
૧૬.
સહજતા
ઈમોશનલ ના થાય. કેટલા માણસોને આપણે કૈડકાવ ટૈડકાવ કરીએ છીએને, પછી આપણે જાણીએ કે આ હાલતો કેમ નથી ? પણ શાનો હાલે ? એને વાત હજુ પહોંચી જ નથી તે ! અને બુદ્ધિશાળીને તો બોલતાં પહેલાં વાત પહોંચી જાય. વિચાર કરે ને તોય પેલાને પહોંચી જાય !
જ્ઞાની પુરુષ અને બાળક, બે સરખા કહેવાય છે. ફક્ત ભેદ કયો છે, બાળકને ઊગતો સૂર્ય છે અને જ્ઞાની પુરુષને આથમતો સૂર્ય છે. પેલાને અહંકાર છે પણ એને અહંકાર જાગૃત થવાનો બાકી છે અને આમને અહંકાર શૂન્ય
પ્રશ્નકર્તા : બુદ્ધિ જાગૃત રાખે એ રીતે.
દાદાશ્રી : હા, અહીંયા વિવેક ઉત્પન્ન થયો કે આમ ના હોય, ત્યાં વિવેક ના હોય.
પ્રશ્નકર્તા : વિવેક બુદ્ધિથી જ ઊભો થાય કે સાહજિક હોઈ શકે ?
દાદાશ્રી : હા, બુદ્ધિથી. બુદ્ધિ વગર ના થાય. બુદ્ધિના પ્રકાશથી વિવેક પડેલો છે.
પ્રશ્નકર્તા : વિવેક બુદ્ધિના પ્રકાશથી અને વિનય ? દાદાશ્રી : વિનય હઉ બુદ્ધિના પ્રકાશથી. પ્રશ્નકર્તા : બન્નેય બુદ્ધિના પ્રકાશથી જ છે. દાદાશ્રી : અને પરમ વિનય જ્ઞાનના પ્રકાશથી.
ફેર, અજ્ઞ સહજ તે પ્રજ્ઞ સહજમાં પ્રશ્નકર્તા : પ્રાણીઓને પણ સહજ સ્વભાવ હોય છે અને જ્ઞાનીનોય સહજ સ્વભાવ, તો એ બેમાં ફરક શું ?
દાદાશ્રી : પ્રાણીઓનો, બાળકનો અને જ્ઞાનીનો, આ ત્રણેયના સહજ સ્વભાવ હોય. જ્યાં બુદ્ધિ જોરદાર હોય ત્યાં આગળ સહજ સ્વભાવ નહીં. લિમિટેડ બુદ્ધિ ત્યાં સહજ સ્વભાવ. બાળકને લિમિટેડ બુદ્ધિ, પ્રાણીઓને લિમિટેડ બુદ્ધિ અને જ્ઞાનીને તો બુદ્ધિ જ ખલાસ થઈ ગઈ હોય. એટલે જ્ઞાની તો બિલકુલ સહજ હોય.
પ્રશ્નકર્તા: પણ ફેર શું પડે, જ્ઞાનીમાં ને બાળકમાં ?
દાદાશ્રી : બાળક અજ્ઞાનતાથી અને જ્ઞાની અજ્ઞાનતાથી છે. પેલું અંધારામાં અને આ પ્રકાશમાં. પ્રકાશ વગર માણસ સહજ રહી શકે નહીં ને ! એટલે બુદ્ધિ જ્યારે જાય ત્યારે પછી સહજ રહી શકે, નહીં તો ઈમોશનલ થયા વગર રહે નહીં. બુદ્ધિ ઈમોશનલ જ કરે. જ્યાં સુધી જડતા હોય ત્યાં સુધી
જાગૃતિના સ્ટેપિંગ પહેલી પુદ્ગલમાં જાગૃતિ આવવી જોઇએ. આત્મભાન થયા પછી પુદ્ગલમાં ઊંધે, પછી આત્મજાગૃતિ ઉત્પન્ન થાય. આ નાનાં છોકરાં દુધ ઢોળાઈ જાય તો કચકચ કરે છે ? ના. શાથી ? ત્યારે કહે, ‘અજ્ઞાનને લઇને જ.' પછી જેમ જેમ મોટા થાય તેમ તેમ પુદ્ગલની જાગૃતિ આવે ત્યારે કચકચ કરવી શરૂ કરે. ત્યાર પછી આત્મજાગૃતિની વાત આવે છે.
જાગૃતિ કોને કહેવાય ? પોતે પોતાથી ક્યારેય પણ કોઇ પણ સંયોગોમાં લેશિત ના થાય, ત્યારથી જાગૃતિની શરૂઆત થાય. પછી બીજા “સ્ટેપિંગમાં બીજાથી પણ પોતે ક્લેશિત ના થાય, ત્યારથી ઠેઠ સહજ સમાધિ સુધીની જાગૃતિ હોય. જો જાગ્યા તો જાગ્યાનું ફળ હોવું ઘટે. ક્લેશ થાય તો જાગ્યા શી રીતે કહેવાય ? કોઇને સહેજ પણ દુઃખ દે તો તે જાગૃત કેવી રીતે કહેવાય ? ક્લેશરહિત ભૂમિકા કરવી એને ઘણો મોટો પુરુષાર્થ કર્યો કહેવાય.
જાગૃત માણસ તો ગજબનો હોય. મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર, એ અંતઃકરણના ચારેય ભાગના દરેક કાર્ય વખતે હાજર રહે એનું નામ જાગૃતિ !
ઉગ્ર કષાય, તેટલો અસહજ પ્રશ્નકર્તા : હિન્દુસ્તાનમાં ક્રોધ-માન-માયા-લોભનું પ્રમાણ ફોરેનર્સ કરતા વધારે દેખાય છે ?