________________
[૨]
અજ્ઞ સહજ પ્રજ્ઞ સહજ
-
એ સહજ પણ પ્રાકૃત સહજ પ્રશ્નકર્તા ઃ આત્માનું જે ઐશ્વર્ય છે, તે સહજપણામાંથી પ્રગટ થતું હશે ? દાદાશ્રી : સહજમાંથી જ, જેટલો સહજ થાય એટલું ઐશ્વર્ય પ્રગટ થાય. હવે સહજ તો ફોરેનવાળાય રહે. આપણાં બાળકોય સહજ છે, પણ એ અજ્ઞાન સહજતા. એટલે આ જ્ઞાનપૂર્વકની સહજતા હોય તો થાય.
પ્રશ્નકર્તા : અજ્ઞાન સહજતા વધતા-ઓછા પ્રમાણમાં હોય ?
દાદાશ્રી : આ પુરુષો કરતાં સ્ત્રીઓ (વધારે) સહજ છે. અહીંની સ્ત્રીઓ કરતાં ફોરેનવાળાં વધારે સહજ છે અને તેમનાં કરતાંય આ જાનવરો, પશુપંખીઓ બધાંય (વધારે) સહજ છે !
પ્રશ્નકર્તા ઃ આ બધાંની સહજતા જ્ઞાનથી છે કે અજ્ઞાનતાથી છે ?
દાદાશ્રી : એમની સહજતા અજ્ઞાનતાથી છે. આ ગાયો-ભેંસોની સહજતા કેવી છે, ગાય કૂદકૂદા કરે, શિંગડાં મારવા આવે, છતાંય એ સહજ છે. સહજ એટલે જે પ્રકૃતિ સ્વભાવ છે તેમાં તન્મયાકાર રહેવું, ડખલ નહીં કરવી તે. પણ આ અજ્ઞાનતાથી સહજ છે.
આ ગાયના વાછરડાને જો કદી પકડવા જઈએ તો એની આંખમાં ખૂબ દુઃખ જેવી બળતરા દેખાય, છતાં એ સહજ છે. આ સહજ પ્રકૃતિમાં જેમ ‘મશીન’ મહીં ફર્યા કરે, એમ એ પોતે મશીનની માફક ફર્યા જ કરે. પોતાના
૧૪
સહજતા
હિતાહિતનું ભાન કશુંય ના હોય. મશીન મહીં હિત દેખાડે તો હિત કરે, અહિત દેખાડતું હોય તો અહિત કરે. કો’કનું ખેતર દેખીને કો'કના ખેતરમાં પેસી જાય.
પ્રશ્નકર્તા : એમાં એ કંઈ ભાવ નથી કરતાંને ?
દાદાશ્રી : એમને તો કંઈ ‘નિકાલ' કરવાનો હોતો જ નથી ને ! એ તો એમનો સ્વભાવ જ એવો છે, સહજ સ્વભાવ ! એમનો બાબો ચાર-છ મહિનાનો થાય પછી જતો રહે તો એમને કશો વાંધો નહીં. એમની કાળજી ચાર-છ મહિના સુધી જ રાખે. અને આપણા લોકો તો...
પ્રશ્નકર્તા : મરતાં સુધી રાખે.
દાદાશ્રી : ના, સાત પેઢી સુધી રાખે ! ગાય છે તે એના બાબાની કાળજી છ મહિના સુધી રાખે. આ ફોરેનના લોકો અઢાર વર્ષનો થાય ત્યાં સુધી રાખે અને આપણા હિન્દુસ્તાનના લોક તો સાત પેઢી સુધી રાખે.
એટલે આ પ્રાકૃત સહજ વસ્તુ એવી છે કે એમાં બિલકુલ જાગૃતિ હોતી નથી. મહીંથી જે ઉદયમાં આવ્યું, તે ઉદય પ્રમાણે ભટકવું, એનું નામ સહજ કહેવાય. આ ભમરડો ફરે છે તે ઊંચો થાય, નીચો થાય, કેટલીક વાર આમ પડવાનો થાય, એક ઈંચ કૂદેય ખરો, ત્યારે આપણને એમ થાય કે ‘અલ્યા, પડ્યો, પડ્યો.' ત્યાં તો મૂઓ પાછો બેસી જાય, એ સહજ કહેવાય.
એક્ઝેક્ટ સહજતા, પણ અજ્ઞાત દશામાં પ્રશ્નકર્તા ઃ આ ગાય-ભેંસને પણ અહંકાર હોય ?
દાદાશ્રી : હા, અહંકાર હોય જ. એટલે અહંકાર સિવાય ચાલે નહીં ને એમનું બધું. પણ લિમિટેશનવાળું હોય અને એમનો અહંકાર કેવો ? ચાર્જ કરે એવો નહીં, ડિસ્ચાર્જ થતો. એટલે નવું કાર્ય ન કરે, જૂના કાર્યનો નિવેડો લાવે. અહંકારની ડખલ ના હોય ગાયો-ભેંસોને. એ રસોડામાં ઊભી હોય ને તો ત્યાં જ છે તો યુરીન-બાથરૂમ બધું ત્યાં ને ત્યાં જ, (અહીં ના કરાય) એને એવું કશું ના હોય. જે ટાઈમે એનો જેવો ઉદય. તે આપણે અહીં આગળ બુદ્ધિ જોર કરે.