________________
હોય તો એના ઉસ્તાદ પાસે મૂકો તો છ મહિનામાં એકસ્પર્ટ થઈ જાય. કૉલેજમાં ચોપડાઓ ભણવાથી ના થાય. ડૉક્ટરમાં ત્રણ વર્ષ એકસ્પર્ટ ડૉક્ટર નીચે ઈન્ટપિ કરાવે ત્યારે સર્ટિફાઈડ ડૉક્ટર થાય. એવું આ જ્ઞાની પુરુષ પાસે રહ્યો, એમનો રાજીપો મેળવશે, કૃપાપાત્ર થશે તો એની મેળે સહજતા ઉત્પન્ન થઈ જાય.
પરમ પૂજ્ય દાદાશ્રીની સેવામાં, સાનિધ્યમાં પૂજય નીરુમા રહેલા તો એ સહજ દશા એમને સહજાસહજ પ્રગટ થઈ ગઈ હતી. અહંકાર વગરની દશા ને બુદ્ધિ વગરની દશા ! એ બે દશા તો રાની સિવાય ક્યાંય જોવા મળે જ નહીં ને ! લોકોને વીતરાગતા રાખતા આવડતું નથી. પણ આ વીતરાગ પુરુષ છે એ તરત સમજી જાય છે ! ફોટોગ્રાફરો પણ સહજને તરત ઓળખી કાઢે ને એમના ફોટા લે લે કર્યા કરે ! આવા જગતના નિયમ છે બધા.
જે દેહના, મનના, વાણીના માલિક નથી, એવા જ્ઞાની પુરુષ પાસે પ્રત્યક્ષ સમાધિ દશા જોવા મળે ! કોઈ એમને ધોલ મારે તોયે સમાધિ જાય નહીં ને ઉપરથી આશીર્વાદ આપે !
વચ્ચે ડખલ કરનારો પોતે ખસી ગયો તો અંતઃકરણથી આત્મા જુદો જ છે. આત્મા જુદો વર્તે અને અંતઃકરણ ને બાહ્યકરણથી સાંસારિક કાર્યો ચાલ્યા કરે. એનું નામ જ સહજ, સાહજિક એટલે નૉ લૉ લૉ. જેમ અનુકુળ આવે તેમ રહે. મને લોકો શું કહેશે, એવો વિચાર સુદ્ધા ના આવે ! ‘હું કરું છું’ એ ભાવ ખલાસ થઈ ગયો હોય અને ક્રિયા સ્વભાવિક થયા કરે, પોટલાની પેઠા વર્યા કરે.
પોતાપણું જ નહીં એટલે પોતાનો મત જ ના હોય. એટલે પારકાના મતે ચાલ્યા કરે, એ જ સાહજિકપણું. રિલેટિવમાં કુદરત રાખે એમ રહે અને પોતે નિરંતર સાહજિકતામાં જ હોય. સહજ થાય તો નિરંતર ઉપયોગમાં રહેવાય. દાદાશ્રી કહે છે, અમારે સાહજિકતા હોય ત્યાં સુધી પ્રતિક્રમણેય કરવા ના પડે. સાહજિક્તામાં ફેર પડે ત્યારે પ્રતિક્રમણ કરવા પડે.
જ્ઞાનીને શુભ વ્યવહાર સહજભાવે હોય ને અજ્ઞાનીને શુભ વ્યવહાર કરવો પડે. જ્ઞાનીને ત્યાગ કે અત્યાગ (ગ્રહણ) કડાકૂટય હોય નહીં, સહજભાવે એવી વિશેષ વિલક્ષણતા હોય કે શુભ ઉપર રાગ કે અશુભ ઉપર દ્વેષ, કિંચિત્માત્ર ના હોય.
ભગવાન મહાવીરને કાનમાં બરુ હોકાયા, બરુ ખેંચીને કાનમાંથી કાઢ્યા કે દેહે બુમ પાડી હશે કે આંખમાંથી પાણી ગયા હશે, પણ એ દેહ એના સહજભાવમાં હોય અને પરપરિણામ જે ડિસ્ચાર્જરૂપ છે, એમાં પોતે વીતરાગ જ હોય. દેહને અસર ના થાય ને સ્થિર રહે તે તો અહંકારથી રાખી શકે, એ જ્ઞાની કહેવાય જ નહીં. જ્ઞાનીને સહજ આત્મા એટલે સ્વપરિણામ અને દેહ એના સહજ સ્વભાવમાં કૂદાકૂદ કરે. બસ મારતી વખતે ભગવાન મહાવીરને કરુણાના આંસુ હતા ને બરુ કાઢતી વખતે વેદનાના આંસુ હતા ! આ બધી અલૌકિક વાત છે ! અહંકાર શું કરે કે આ હું જો હમણે રડીશ તો આ લોકોને મારું જ્ઞાન ખોટું લાગશે, માટે રડે નહીં. અને સહજતાવાળાને તો લોકોને ભલે જેવું લાગે તેવું, આત્મા પોતે સ્વપરિણામમાં જ હોય, એ જ સહજ આત્મા ! અને દેહ દાઝે તો ઊંચો-નીચો થઈ જાય, હાલી જાય, તેય સહજ સ્વભાવમાં.
ગજસુકુમારને માથામાં અંગારા મૂક્યા સગડી બનાવીને, ત્યારે માથું બળ્યા કરે છે, તે જ્ઞાનમાં રહીને જોયા કર્યું. તેમાં જે સમતા ધરી કે હું શુદ્ધાત્મા છું, કેવળજ્ઞાન સ્વરૂપ છું, આ જુદું છે.” મહીં બળતરા બધી થઈ, તે બધી ખબર પડી અને છેવટે હિસાબ પૂરા કરી મોક્ષે ગયા.
- જ્ઞાનીઓ, તીર્થંકરો નિરંતર પોતાના કેવળજ્ઞાન સ્વરૂપમાં જ રહે અને પોતાના એક પુદ્ગલમાં જ દૃષ્ટિ રાખીને જોયા કરતા હોય. દાદાશ્રી કહે છે, અમને ચાર ડિગ્રી ખૂટે છે એટલે મહાવીર ભગવાન જેવું ન રહેવાય જ્ઞાનમાં. અને એ ચાર ડિગ્રીની કચાશ પણ આપણા જેવા લોકોના કલ્યાણ માટે, જ્ઞાન આપવું જ્ઞાનવિધિ દ્વારા, આજ્ઞા આપવી તે, અને એ પુરુષાર્થનું ફળ એમને ચાર ડિગ્રી ખૂટે છે, તેમાં બે ડિગ્રીને વધારે, આમ ડિગ્રી વધતા વધતા એ પુરુષાર્થ કેવળજ્ઞાનની નજીક લઈ જાય. કેવળજ્ઞાન થયા પછી કંઈ પુરુષાર્થ રહેતો નથી, પછી તદન સહજભાવ જ.
[૧૧] વિજ્ઞાતથી પૂર્ણતાને પંથે એક મિનિટ પણ સહજ થયો એટલે એ ભગવાન પદમાં આવ્યો. આ અક્રમ વિજ્ઞાન અને દાદા ભગવાનની કૃપાથી મહાત્માઓને સહજ દશાની શરૂઆત થઈ છે. આ પાંચ આજ્ઞા, આ વિજ્ઞાનની સમજ નિરંતરે આપણને સહજ કરી જ રહ્યું છે અને પૂર્ણ સહજ થયા એટલે ભગવાન પદ.