________________
પ્રેમ
૪૫
દાદાશ્રી : હા, પણ ભાન કરાવ્યું એટલું જ ! બાકી ‘બધું મેં આપ્યું છે’ એમ કહો પણ તે તમારું છે ને તમને આપ્યું છે.
પ્રશ્નકર્તા : અમારું છે એ આપે આપ્યું. પણ અમારું હતું એવું અમે જાણતા ક્યાં હતા ?
દાદાશ્રી : જાણતા નહોતા, પણ જાણ્યુંને છેવટે ! જાણ્યું એનો રોફ તો જુદો જ ને ! એનો રોફ કેવો પડે ? નહીં ! કોઈક ગાળ ભાંડે તોય એનો રોફ ના જાય. હા, રોફ કેવો પડે ?! અને પેલો રોફવાળાનો ? ‘આમ આમ' ના કર્યું હોયને, તો ટાઢોટપ ! ‘આમ આમ’ કરવાનું રહી ગયું ‘રિસેપ્શન’માં, તો ટાઢોટપ !! ‘બધાને કર્યું ને હું રહી ગયો.’ જો આ રોફ અને એ રોફમાં કેટલો ફેર ?
પ્રશ્નકર્તા : એટલે પહેલાં આસક્ત જેમાં હોઈએ છીએ, ત્યાં જ પછી અનાસક્ત પર આવશે.
દાદાશ્રી : હા, એ તો રસ્તો જ છે ને ! એ એનાં સ્ટેપિંગ જ છે. બધાં. બાકી છેવટે અનાસક્ત યોગમાં આવવાનું છે.
અભેદ પ્રેમ ત્યાં બુદ્ધિનો અંત !
ભગવાન કેવા છે ? અનાસક્ત ! કોઈ જગ્યાએ આસક્ત નહીં. પ્રશ્નકર્તા : અને જ્ઞાની યે અનાસક્ત જ ને ?
દાદાશ્રી : હા. તેથી અમારો નિરંતર પ્રેમ હોય ને તે બધે સરખો, સમાન પ્રેમ હોય. ગાળો ભાંડે તેની પર સમાન, ફૂલ ચઢાવે તેની પર સમાન અને ફૂલ ના ચઢાવે તેની પરે ય સમાન. અમારા પ્રેમમાં ભેદ ના પડે અને અભેદ પ્રેમ છે, ત્યાં તો બુદ્ધિ જતી રહે પછી. હંમેશાં પ્રેમ પહેલાં, બુદ્ધિને તોડી નાખે અગર તો બુદ્ધિ પ્રેમને આસક્ત બનાવે. એટલે બુદ્ધિ હોય ત્યાં પ્રેમ ના હોય ને પ્રેમ હોય ત્યાં બુદ્ધિ ના હોય. અભેદ પ્રેમ ઉત્પન્ન થાય કે બુદ્ધિ ખલાસ થઈ એટલે અહંકાર ખલાસ થયો. પછી કશું રહ્યું નહીં અને મમતા ના હોય ત્યારે જ પ્રેમ સ્વરૂપ થઈ શકે. અમે તો અખંડ પ્રેમવાળા ! અમારે આ દેહ ઉપર મમતા નથી. આ વાણી ઉપર
૪૬
મમતા નથી અને મન ઉપરે ય મમતા નથી.
પ્રેમ
વીતરાગતામાંથી પ્રેમ ઉદ્ભવે !
એટલે સાચો પ્રેમ ક્યાંથી લાવે ? એ તો અહંકાર ને મમતા ગયા પછી જ પ્રેમ હોય. અહંકાર ને મમતા ગયા સિવાય સાચો પ્રેમ હોય નહીં. સાચો પ્રેમ એટલે વીતરાગતામાંથી ઉત્પન્ન થયેલી એ વસ્તુ છે. દ્વંદ્દાતીત થયા પછી વીતરાગ થાય. દ્વૈત ને અદ્વૈત તો દં છે. અદ્વૈતવાળાને દ્વૈતના વિકલ્પો આવ્યા કરે. ‘એ દ્વૈત, એ દ્વૈત, એ દ્વૈત !' તે દ્વૈત વળગે ઊલટું. પણ તે અદ્વૈતપદ સારું છે. પણ અદ્વૈતથી તો એક લાખ માઈલ જશે ત્યાર પછી વીતરાગતાનું પદ આવશે અને વીતરાગતાનું પદ આવ્યા પછી મહીં પ્રેમ ઉત્પન્ન થશે અને એ પ્રેમ ઉત્પન્ન થાય એ પરમાત્મ પ્રેમ છે. બે ધોલ મારો
તોયે એ પ્રેમ ઘટે નહીં અને ઘટે તો આપણે જાણવું કે આ પ્રેમ નહોતો.
સામાનો ગોદો આપણને વાગી જાય તેનો વાંધો નથી. પણ આપણો ગોદો સામાને ના વાગે એ આપણે જોવાનું. તો પ્રેમ સંપાદન થાય. બાકી, પ્રેમ સંપાદન કરવો હોય તો એમ ને એમ ના થાય.
ધીમે ધીમે બધા જોડે શુદ્ધ પ્રેમ સ્વરૂપ થવાનું છે.
પ્રશ્નકર્તા : શુદ્ધ પ્રેમ સ્વરૂપ એટલે કેવી રીતે રહેવું ?
દાદાશ્રી : કોઈ માણસ હમણાં ગાળ ભાંડીને ગયો અને પછી તમારી પાસે આવ્યો તોય તમારો પ્રેમ ઘટી જાય નહીં, એનું નામ શુદ્ધ પ્રેમ. એવો પ્રેમનો પાઠ શીખવાનો છે, બસ. બીજું કશું શીખવાનું નથી. હું જે દેખાડું એ પ્રેમ હોવો જોઈએ. આ જિંદગી પૂરી થતાં સુધીમાં આવી જશેને બધું ? તે પ્રેમ શીખો હવે !
રીત, પ્રેમસ્વરૂપ થવાની !
ખરી રીતે જગત જેમ છે તેમ એ જાણે, પછી અનુભવે તો એને પ્રેમસ્વરૂપ જ થાય. જગત જેમ છે તેમ શું છે ? કે કોઈ જીવ કિંચિત્માત્ર દોષિત નથી, નિર્દોષ જ છે જીવમાત્ર. કોઈ દોષિત દેખાય છે તે ભ્રાંતિથી જ દેખાય છે.