________________
૪૩
૪૪
નોર્માલિટીમાં હોય, એકસરખો જ હોય, તેમાં કોઈ પણ જાતનો ફેરફાર થાય જ નહીં. આસક્તિ એ તો જડની આસક્તિ છે, ચેતનની તો નામેય નથી.
વ્યવહારમાં અભેદતા રહે, તેનું પણ કારણ હોય છે. એ તો પરમાણુ અને આસક્તિના ગુણો છે, પણ તેમાં કઈ ક્ષણે શું થશે તે કહેવાય નહીં.
જ્યાં સુધી પરમાણુ મળતાં આવે ત્યાં સુધી આકર્ષણ રહે, તેથી અભેદતા રહે. અને પરમાણુ મળતાં ના આવે તો વિકર્ષણ થાય અને વેર થાય. માટે આસક્તિ હોય ત્યાં વેર હોય જ. આસક્તિમાં હિતાહિતનું ભાન ના હોય. પ્રેમમાં સંપૂર્ણ હિતાહિતનું ભાન હોય.
આ તો પરમાણુઓનું સાયન્સ છે. તેમાં આત્માને કશી જ લેવાદેવા નથી. પણ લોક તો ભ્રાંતિથી પરમાણુના ખેંચાણને માને છે કે, “હું ખેંચાયો.’ આત્મા ખેંચાય જ નહીં.
ક્યાં ભ્રાંત માન્યતા ! ક્યાં વાસ્તવિકતા ! આ તો સોય અને લોહચુંબકનાં ખેંચાણને લઈને તમને એમ લાગે છે કે મને પ્રેમ છે તેથી મારું ખેંચાય છે. પણ એ પ્રેમ જેવી વસ્તુ જ નથી.
પ્રશ્નકર્તા : તો આ લોકોને એવી ખબર ના પડે કે આપણો પ્રેમ છે કે નહીં ?
દાદાશ્રી : પ્રેમ તો બધાને ખબર પડે. દોઢ વર્ષના બાળકનેય ખબર પડે, એનું નામ પ્રેમ કહેવાય. આ બીજું બધું તો આસક્તિ છે. ગમે તેવા સંજોગોમાંય પ્રેમ વધે નહીં ને ઘટે નહીં, એનું નામ પ્રેમ કહેવાય. બાકી, આને પ્રેમ કહેવાય જ કેમ ? આ તો ભ્રાંતિનો છે. બ્રાંત ભાષાનો શબ્દ
અને લોક સમજે છે કે પ્રેમથી આ જગત ઊભું રહ્યું છે. પણ પ્રેમથી આ જગત ઊભું નથી રહ્યું, વેરથી ઊભું રહ્યું છે. પ્રેમનું ફાઉન્ડેશન જ નથી. આ વેરના ફાઉન્ડેશન પર ઊભું રહ્યું છે, ફાઉન્ડેશન જ વેરનાં છે. માટે વેર છોડો. એટલે તો અમે વેરનો નિકાલ કરવાનો કહીએ છીએ ને ! સમભાવે નિકાલ કરવાનું કારણ જ એ છે.
- ભગવાન કહે છે કે, દ્વેષ પરિષહ ઉપકારી છે. પ્રેમ પરિષહ કદી જ નહીં છૂટે. આખું જગત પ્રેમ પરિષદમાં ફસાયેલું છે. માટે દરેકને જાળીએ રહીને ‘જય શ્રીકૃષ્ણ” કરીને છુટી જજો. કોઈના તરફ પ્રેમ રાખશો નહીં અને કોઈના પ્રેમમાં ફસાશો નહીં. પ્રેમને તરછોડીને પણ મોક્ષે ના જવાય. માટે ચેતજો ! મોક્ષે જવું હોય તો વિરોધીઓનો તો ઉપકાર માનજો. પ્રેમ કરે છે તે જ બંધનમાં નાખે છે જ્યારે વિરોધીઓ ઉપકારી-હેલ્પિગ થઈ પડે છે. જેણે આપણી ઉપર પ્રેમ ઢોળ્યો છે તેને તરછોડ ના લાગે તેમ કરી છૂટવું. કારણ કે પ્રેમની તરછોડથી સંસાર ઊભો છે.
પોતે' અનાસક્ત સ્વભાવી જ ! બાકી, ‘તમે અનાસક્ત છો જ. અનાસક્તિ કંઈ મેં તમને આપી નથી. અનાસક્ત ‘તમારો' સ્વભાવ જ છે અને તમે એમ માનો, દાદાનો ઉપકાર માનો કે દાદાએ અનાસક્તિ આપી. ના, ના, મારો ઉપકાર માનવાની જરૂર નથી. અને હું ઉપકાર કરું છું’ એમ માનીશ તો મારો પ્રેમ ખલાસ થતો જાય. મારાથી “હું ઉપકાર કરું છું' એવું ના મનાય. એટલે પોતે પોતાની પૂરી સમજમાં રહેવું પડે, સંપૂર્ણ જાગૃતિમાં રહેવું
છે.
આસક્તિમાંથી ઉદ્ભવે વેર ! એટલે જગતે બધું જ જોયું હતું પણ પ્રેમ જોયો નહોતો અને જગત જેને પ્રેમ કહે છે એ તો આસક્તિ છે. આસક્તિમાંથી આ ડખા ઊભા થાય છે બધા.
એટલે અનાસક્ત તમારો પોતાનો સ્વભાવ છે. તમને કેમ લાગે છે? આપ્યું છે કે તમારો પોતાનો સ્વભાવ જ છે ?
પ્રશ્નકર્તા : પોતાનો સ્વભાવ છે ને !
દાદાશ્રી : હા, એવું બોલોને જરા. આ તો બધું યે ‘દાદાએ આપ્યું. દાદાએ આપ્યું કહો, તે ક્યારે પાર આવશે ?
પ્રશ્નકર્તા : પણ એનું ભાન તો તમે કરાવ્યું ને ?