________________
ને
દાદાશ્રી : તો પછી હસબંડ એન્ડ વાઈફ ઓછું થતું જાય, નહીં ? પ્રશ્નકર્તા : પ્રેમ વધતો જાય. દાદાશ્રી : પ્રેમ વધતો જાય તેમ મતભેદ ઓછા થતા જાય, નહીં ?
પ્રશ્નકર્તા : જેટલા મતભેદ વધતા જાય, જેટલા ઝઘડા વધતાં જાય. એટલો પ્રેમ વધતો જાય.
દાદાશ્રી : હા. એ પ્રેમ નથી વધતો, એ આસક્તિ વધે છે. પ્રેમ તો જગતે જોયો જ નથી. ક્યારેય પણ પ્રેમ શબ્દ જોયો જ નથી જગતે. આ તો આસક્તિઓ છે બધી. પ્રેમનું સ્વરૂપ જ જુદી જાતનું છે. આ તમે મારી જોડે વાત કરી રહ્યા છોને, આ અત્યારે તમે પ્રેમ જોઈ શકો છો, તમે મને ટૈડકાવો તોય તમારી ઉપર પ્રેમ રાખીશ. ત્યારે તમને લાગશે કે ઓહોહો ! પ્રેમ સ્વરૂપ આવા હોય છે. વાત સાંભળવામાં ફાયદો ખરો કશો આ ?
પ્રશ્નકર્તા : પૂરેપૂરો ફાયદો છે.
દાદાશ્રી : હા, ચેતી જજે. નહીં તો મૂરખ બની ગયા જાણવું. અને પ્રેમ હોતો હશે ? તમારામાં છે પ્રેમ, તે એનામાં હોય ? આપણામાં પ્રેમ હોય તો સામાનામાં હોય. આપણામાં પ્રેમ નથી, અને સામાનો પ્રેમ ખોળીએ આપણે કે ‘તમારામાં પ્રેમ નથી દેખાતો ?’ મુઆ પ્રેમ ખોળું છું? એ પ્રેમી ન્હોય ! આ તો પ્રેમ ખોળે છે ? ચેતી જા. અત્યારે પ્રેમ હોતો હશે ? જે જેના લાગમાં આવે તેને ભોગવે, લૂંટબાજી કરે છે.
આમાં પ્રેમ ક્યાં રહ્યો ? ધણી અને બૈરીના પ્રેમમાં ધણી જો કદી કમાઈ ના લાવે તો પ્રેમની ખબર પડી જાય. બીબી શું કહે ? ‘ક્યા ચૂલેમેં મેં તુમ્હારા પૉવ રખું ?” ધણી કમાતો ના હોય તો બીબી આવું ના બોલે ? તે ઘડીએ એનો પ્રેમ
ક્યાં ગયો ? પ્રેમ હોતો હશે આ જગતમાં ? આ તો આસક્તિ છે. જો આ ખાવાનું-પીવાનું બધું હોય તો એ પ્રેમ (!) દેખાય અને ધણી યે જો બહાર ક્યાંક લપટાયેલો હોય તો એ કહેશે કે, ‘તમે આવું કરશો તો હું
ચાલી જઈશ.' તે વહુ ઉપરથી ધણીને ટૈડકાવે. તે પેલો તો બિચારો ગુનેગાર છે એટલે નરમ થઈ જાય. ને આમાં શું પ્રેમ કરવા જેવો છે તે ? આ તો જેમતેમ કરીને ગાડું ધકેલવાનું છે. ખાવા-પીવાનું બીબી કરી આપે અને આપણે પૈસા કમાવી લાવીએ. એમ જેમતેમ કરીને ગાડી આગે ચાલી મીયાં-બીબીકી !
આસક્તિ ત્યાં “રિએક્શત' જ ! પ્રશ્નકર્તા : પણ ઘણી વખત આપણે દ્વેષ ના કરવો હોય તો યે દ્વેષ થઈ જાય છે, એનું શું કારણ ?
દાદાશ્રી : કોની જોડે ? પ્રશ્નકર્તા : વખતે ધણી જોડે એવું બને તો ?
દાદાશ્રી : એ દૈષ નથી કહેવાતો. હંમેશાં ય જે આસક્તિનો પ્રેમ છેને, એ રિએક્શનરી છે. એટલે જો ચિડાય ત્યારે આ પાછા અવળા ફરે. અવળા ફર્યા એટલે પાછા થોડોક વખત છેટા રહ્યા કે પાછો પ્રેમ ચઢે. અને પાછો પ્રેમ વાગે, એટલે અથડામણ થાય. ને એટલે પછી પાછો પ્રેમ વધે.
જ્યારે વધારે પડતો પ્રેમ હોય ત્યાં ડખો થાય. તે જ્યાં કંઈ પણ ડખો ચાલ્યા કરતો હોય, ત્યાં અંદરખાને પ્રેમ છે આ લોકોને ! એ પ્રેમ હોય તો જ ડખો થાય. પૂર્વભવનો પ્રેમ છે તો ડખો થાય. વધારે પડતો પ્રેમ છે. નહીં તો ડખો થાય જ નહીં ને ! આ ડખાનું સ્વરૂપ જ એ છે.
એને લોકો શું કહે છે? ‘અથડામણથી તો અમારો પ્રેમ થાય છે.” ત્યારે વાત સાચી છે પણ. એ આસક્તિ અથડામણથી જ થયેલી છે. જ્યાં અથડામણ ઓછી ત્યાં આસક્તિ ના હોય. જે ઘરમાં સ્ત્રી-પુરુષને અથડામણ ઓછી થાય ત્યાં આસક્તિ ઓછી છે એવું માની લેવું. સમજાય એવી વાત છે ?
પ્રશ્નકર્તા: હા. અને બહુ આસક્તિ હોય ત્યાં અદેખાઈ પણ વધારે હોય ને ?
દાદાશ્રી : એ તો આસક્તિમાંથી જ બધી ભાંજગડ ઊભી થાય છે.