________________
પ્રેમ
૧
ગુરુ-શિષ્યતો પ્રેમ !
શુદ્ધ પ્રેમથી બધા જ દરવાજા ખૂલે. ગુરુ સાથેના પ્રેમથી શું ના મળે ? સાચા ગુરુ ને શિષ્ય વચ્ચે તો પ્રેમનો આંકડો એવો સરસ હોય કે ગુરુ જે બોલે એ એને ગમે બહુ. એવો તો પ્રેમનો આંકડો હોય. પણ અત્યારે તો આ બન્નેમાં ઝઘડા ચાલ્યા કરતા હોય.
એક જગ્યાએ તો શિષ્ય ને ગુરુ મહારાજ, બેઉ મારામારી કરતા’તા. તે મને એક જણ કહે છે, ‘પેંડો ઉપર.’ મેં કહ્યું, ‘ના જોવાય, અલ્યા મૂઆ, ખોટું દેખાય. એ તો બધું ચાલે. જગત આવું જ છે. સાસુ-વહુ નહીં લડતાં ? એવું આ ય ! વેર બંધાયેલાં, તે વેર પૂરાં થયા કરે. વેર બંધાયેલાં હોય. જો પ્રેમનું જગત હોય તો તો આખો દા'ડોય એની જોડેથી ઊઠવાનું ના ગમે. લાખ રૂપિયાની કમાણી હોય તોય કહેશે, બળ્યું રહેવા દોને ! આ તો કમાણી ના હોય તોય બહાર જતો રહે મૂઓ ! કેમ બહાર જતો રહે છે ? ઘેર ગમતું નથી. ચેન પડતું નથી !
ધણી ? તહીં, ‘કમ્પેનિયન' !
આ તો બધી ‘રોંગ બિલિફો’ છે. ‘હું ચંદુભાઈ છું’. એ રોંગ બિલિફ છે. પછી ઘેર જઈએ ત્યારે આપણે કહીએ, ‘આ કોણ છે ?’ ત્યારે એ કહે છે, ‘ના ઓળખ્યા ? એ બઈનો હું ધણી થઉં.' ઓહો, મોટા ધણી આયા ! જાણે ધણીનો ધણી જ ના હોય એવી વાતો કરે છે ને ? ધણીનો ધણી કોઈ નહીં હોય ? તો પછી ઉપલા ધણીની વળી ધણીયાણી થયાં ને આપણા ધણીયાણી આ થયાં, આ શું ધાંધલમાં પડીએ ? ધણી જ શું કરવા થઈએ ? અમારા ‘કમ્પેનિયન’ છે, કહીએ. પછી શું વાંધો ?
પ્રશ્નકર્તા : ‘દાદા’ એ બહુ ‘મોર્ડન’ ભાષા વાપરી.
દાદાશ્રી : ત્યારે શું ? ટસલ ઓછી થઈ જાય ને ! હા, એક રૂમમાં ‘કમ્પેનિયન’ અને એ, બે રહેતા હોય, તે પેલો એક જણ ચા બનાવે ને બીજો પીવે, ત્યારે બીજો એને માટે એનું બીજું કામ કરી આપે. એમ કરીને ‘કમ્પેનિયન’ ચાલુ રહે.
૨૨
પ્રેમ
પ્રશ્નકર્તા : ‘કમ્પેનિયન'માં આસક્તિ હોય કે નહીં ?
દાદાશ્રી : એમાં ય આસક્તિ હોય. પણ એ આસક્તિ આના જેવી નહીં. આ તો શબ્દો જ એવા આસક્તિવાળા ! આ શબ્દો ગાઢ આસક્તિવાળા છે. ‘ધણીપણું ને ધણીયાણી' એ શબ્દોમાં જ એટલી ગાઢ આસક્તિ છે ને ‘કમ્પેનિયન’ કહે તો આસક્તિ ઓછી થઈ જાય.
ત હોય મારી.....
એક માણસને એમનાં વાઈફ વીસ વર્ષ પર મરી ગયાં હતાં. તે
એક જણ મને કહે કે, ‘આ કાકાને હું રડાવું ?” મેં કહ્યું, ‘શી રીતે રડાવશો ? આટલી ઉંમરે તો ના રડે.’ ત્યારે એ કહે છે, ‘જુઓ, એ કેવા સેન્સિટિવ છે !' પછી પેલા ભત્રીજા બોલ્યા, ‘શું કાકા, કાકીની વાત તો થાય નહીં. શું એમનો સ્વભાવ !' આવું એ બોલતો હતો, ત્યાં પેલા કાકા ખરેખર રડી પડ્યા ! અલ્યા, શું આ ચક્કરો ! સાઠ વર્ષે હજુ વહુનાં રડવાં આવે છે ?! આ તો કઈ જાતનાં ચક્કરો છો ? આ પ્રજા તો ત્યાં સિનેમામાં હઉ રડે છે ને ? એમાં કંઈ મરી ગયું હોય તો જોનાર હઉ ૨ડી ઊઠે.
પ્રશ્નકર્તા : તો એ આસક્તિ છૂટતી કેમ નથી ?
દાદાશ્રી : એ તો ના છૂટે. ‘મારી, મારી’ કરીને કર્યું ને તે હવે ‘ન્હોય મારી, ન્હોય મારી' એનો જાપ કરીએ એટલે બંધ થઈ જાય. એ તો જે આંટા વાગેલા હોય, તે તે છોડવા જ પડે ને !
મતભેદ વધે, તેમ પ્રેમ વધે ?
મતભેદ થાય છે કે નહીં વહુ જોડે ? ‘વાઈફ’ જોડે મતભેદ ? પ્રશ્નકર્તા : એ મતભેદ વગર તો હસબંડ-વાઈફ કહેવાય નહીંને ?
દાદાશ્રી : હૈં એમ ? એવું છે, એવો કાયદો હશે ? ચોપડીમાં એવો કાયદો લખ્યો હશે કે મતભેદ પડે તો જ હસબંડ એન્ડ વાઈફ કહેવાય ? ઓછા-વધતા મતભેદ થાય ખરા કે નહીં ?
પ્રશ્નકર્તા : હા.