________________
૧૦૮
પ્રતિક્રમણ
(૫) અક્રમ વિજ્ઞાનની રીતિ
૧૦૭ મને કોઈ દેહધારી જીવાત્માનો કિંચિત્માત્ર પણ અહમ્ ન દુભાય એવી સ્યાદ્વાદ વાણી, સાદ્વાદ વર્તન અને સાદ્વાદ મનન કરવાની પરમ શક્તિ આપો.
દાદાશ્રી : એટલે એ સમજી ગયા, પછી કહે છે આટલું થાય, આમાં બધું આવી ગયું.
મને કહે, ‘પણ આ થાય નહીં, શી રીતે કરાય ?” મેં કહ્યું, ‘આ તો થતું હશે ? તમારે આ કરવાનું નથી. તમે જરાય કરશો નહીં. નિરાંતે રોજના કરતાં બે રોટલી વધારે ખાજો પણ આ શક્તિ માંગજો.' ત્યારે મને કહે છે, “એ વાત મને ગમી.’
પ્રશ્નકર્તા: પહેલાં તો એ જ શંકા હોય કે શક્તિ માંગે મળે કે નહીં ?
દાદાશ્રી : એ જ શંકા ખોટી ઠર્યા કરે. હવે એ શક્તિ માંગ્યા કરે છે ને ?
જુઓ-જાણો ફિલ્મ જ્યમ પ્રશ્નકર્તા : આ નવ કલમોમાં આપણે શક્તિઓ માગીએ છીએ કે આવું ન કરાય, ન કરાવાય કે ન અનુમોદાય એટલે એનો અર્થ એવો કે ભવિષ્યમાં આવું ન થાય એના માટે આપણે શક્તિઓ માંગીએ છીએ કે પછી આપણે પાછલું કરેલું ધોવાઈ જાય એના માટે છે આ ?
દાદાશ્રી : એ ધોવાય અને શક્તિ ઉત્પન્ન થાય, શક્તિ તો છે જ, પણ એ ધોવાવાથી એ શક્તિ વ્યક્ત થાય. શક્તિ તો છે જ પણ વ્યક્ત થવી જોઈએ. તેથી દાદા ભગવાનની કૃપા માગીએ છીએ, આ અમારું ધોવાય તો શક્તિ વ્યક્ત થઈ જાય.
શક્તિ તો આખી છે જ નહીં, પણ અવ્યક્તરૂપે રહેલી છે. કેમ અધૂરી રહે છે ? આપણને હજુ આ બધું ગમે છે. છતાં આ જ્ઞાન પછી ઘણુંખરું ઓછું થઈ ગયુંને ?
પ્રશ્નકર્તા : હા.
દાદાશ્રી : જેમ ઓછું થશે તેમ તેમ શક્તિઓ વ્યક્ત થશે. ગમે છે એનો અર્થ તિરસ્કાર નહીં કરવાનો. પણ એની મહીં તન્મયાકાર થઈ જાય. પોતે ભૂલી જાય, પોતાની શક્તિ ભૂલી જાય અને આમાં તન્મયાકાર થઈ જાય એટલે એનો અર્થ ગમે છે. કહેવાય. ખાઓપીઓ પણ તન્મયાકાર ના થાવ. જુઓ, સિનેમામાં જાવ છો તો કંઈ કોઈ સારી બઈ કે સારો ભઈ હોય, તો એને ભેટે છે ? અને કોઈ કોઈને મારતો હોય તો ત્યાં બુમ પાડે છે કે એ કેમ મારું છું ? ના મારીશ. એવું કહે છે કંઈ ? મનમાં સમજે છે કે જોવાનું જ છે આ, બોલવાનું નથી.
કેટલા વર્ષ પહેલાં સિનેમા જોવા ગયેલા ? તે દહાડે જોયેલું ખરું ને પણ ? તે કંઈ બોલતા નહોતાને કે કેમ મારું છું તે ? હે, જોવાનું જ છે ત્યાં આગળ.
એ ફિલ્મ એવું નથી કહેતી કે તમે અમને માથે લઈ જાવ જોડે. ફિલ્મ તો કહે છે કે જોઈને જાવ. પછી તમે ઊંધું કરી તેનું ફિલ્મ શું કરે બિચારી ? ફિલ્મ કહે છે કે તમે મને જોડે લઈ જાવ ? પણ પોતે ગુંદર ચોપડીને જાય એટલે પછી શું થાય ? એ ગુંદર-સુંદર ધોઈને જવું પડે. પોતે ગુંદર ચોપડીને જાય એટલે જે હોય તે અડે ને ચોંટે !
એટલે એ તમારે શક્તિ આવ્યા પછી, મહીં શક્તિ ઉત્પન્ન થયા પછી એ શક્તિ જ કાર્ય કરાવશે. તમારે કરવાનું નહીં. તમે કરશો તો ઇગોઇઝમ વધી જશે. ‘હું કરવા જઉં છું ને પછી થતું નથી’ એવું ‘થતું નથી’ એવું થશે પાછું. પેલી શક્તિ માંગો. આ નવ કલમોની અંદર આખા જગતનું પ્રતિક્રમણ આવી જાય છે. સારી રીતે કરો. અમે તમને દેખાડી છૂટીએ પછી અમે અમારે દેશમાં જતા રહેવાનાને !
પ્રશ્નકર્તા : દોષોનાં પ્રતિક્રમણ કરવા માટે અમે નવ કલમો વારાફરતી રોજ બોલ્યા કરીએ તો એમાં શક્તિ ખરી કે ?