________________
(૩) નહોય ‘એ' પ્રતિક્રમણ મહાવીરનાં !
૩૯
૪૦
પ્રતિક્રમણ
છે એટલે બીજાની ભૂલો તરત ખબર પડી જાય છે. હું જ ઉપાશ્રયમાં બેઠો હોઉં તે આપણે બધા ગયા હોય તો મહારાજ મારા ચાર-પાંચ દોષો તો જોઈ જ નાખે કે, માથે વાળ રાખવાની શી જરૂર છે ? વાળ ઓળવાની શી જરૂર છે ? હાથે વીંટી શા માટે પહેરે છે ? આ માળા શાને પહેરે છે ? બધી ભૂલો ખોળી કાઢે. કારણ કે દૃષ્ટિ બધી બગડી છે. કરુણા ખાવા જેવું છે. એ તો છંછેડે ત્યારે ખબર પડે. છંછેડે ત્યારે આપણા મહાત્મા જરા ઊંચા નીચા થાય પણ પછી પાછું જ્ઞાન એને ઠેકાણે લાવી દે ને પેલાને ઠેકાણે ના આવે. પેલો મોઢે બોલતાં બીક લાગતી હોય તો અંદરથી માર માર કરે. એટલે છંછેડે ત્યારે ખબર પડે.
વંક જડાય પચ્છિમાં શાસ્ત્રકારોએ લખ્યું છે કે, ભગવાન મહાવીરના શિષ્યો વાંકા અને જડ કહેવાય અને ઋષભદેવના શિષ્યો ભોળા અને જડ, એટલો જ ફેર. એમાં એક-બે અપવાદ નહીં, બધાયે સરખા. આ બેઉ તીર્થકરોના શિષ્યો પ્રતિક્રમણને સમજે નહીં. એટલે એમને પ્રતિક્રમણ કરવાનું કહેલું ભગવાને. આ શાસ્ત્રમાં લખેલી વાત છે. આ કંઈ એમને એમ ગમ્યું
શિષ્યો વિચક્ષણ જીવો હતા. વિચક્ષણ એટલે, ગુજરાતી અર્થ શું થાય એનો ?
પ્રશ્નકર્તા: બહુ ચાલાક, શિયાળ જેવા.
દાદાશ્રી : ના. અરે ! શિયાળ જેવો અવળો અર્થ કર્યો આવો? વિચક્ષણ એટલે જે ક્ષણે ક્ષણે વિચારે કે આ શું થયું ? આ શું થયું ? આ દોષ બેઠો, અને તરત જ પ્રતિક્રમણ કરે. એમાં પ્રતિક્રમણ કરવાનું કહેવું ના પડે, એ તો એમને એમ પ્રતિક્રમણ થઈ જ જાય. તે ઘડીએ દોષ થયો કે તરત જ પ્રતિક્રમણ કરે. વિચક્ષણ એટલે તરત સમજી જાય કે આમની જોડે આ દોષ થયો. આમની જોડે બોલતાં બોલતાં આ શબ્દ જરા ભારે બોલાયો. અને એટલે તરત જ પ્રતિક્રમણ કરે. અગર તો તમારે ને મારે ઝઘડો થયો અત્યારે, કંઈ તમારે માટે મને ખરાબ વિચાર આવ્યો, તો તે ઘડીએ પ્રતિક્રમણ ત્યાં ને ત્યાં, ઑન ધી મોમેન્ટ એનું પ્રતિક્રમણ કરી નાખે એટલે શૂટ ઑન સાઈટ પ્રતિક્રમણ કરે તો એ દોષ જાય, નહીં તો આ દોષ જતા હશે ? આ બાર મહિને ભેગા કરીને આપણે અહીં આગળ પ્રતિક્રમણ કરીને તેમાં એકુય દોષ યાદ આવતો હોય ?
નથી.
પહેલા તીર્થકરના શિષ્યોને કહ્યું હોય કે, નમસ્કાર કર્યા કરો, તો સવાર સુધી એ કર્યા જ કરતાં હોય. અને હોય એકેકું પાંચ-પાંચ હજાર ફૂટ, દસ-દસ હજાર ફૂટ ઊંચા હોય ને નાક બસો-બસો ફૂટ તો લાંબા હોય. તે કહ્યું હોય તે પ્રમાણે નમસ્કાર કર્યા જ કરતા હોય. સવારથી સાંજ સુધી કર્યા જ કરે. ભગવાન જો બંધ કરવાનું કહેવાનું ભૂલી જાય, તો એ અટકે નહીં.
અને મહાવીર ભગવાન જો કહીને ગયા હોય કે એક કલાક સામાયિક કરજો, તો ત્રણ મિનિટ થઈને ભગવાન બહાર ગયા કે આ શીશી જોયા કરે !
મહાવીર ભગવાને જાણ્યું કે મારી પાછળ જે બધા મારા ફોલોઅર્સ છે, આ લોકો કેવા છે ? વિચક્ષણ નથી, વચલા બાવીસ તીર્થંકરોના
એટલે વચલા બાવીસ તીર્થંકરોના શિષ્યો બહુ ડાહ્યા. કંઈક વધતુંઓછું ખરાબ બોલી ગયો એટલે તરત પ્રતિક્રમણ ઑન ધી મોમેન્ટ થઈ જ જાય. આ એકલા જ ઉધારી. “એય, પર્યુષણ આવશે ને ત્યારે પડકમણું કરી આવીશ” કહેશે અને પછી ત્યાં આગળ આવીને મિચ્છામિ દુક્કડમ્ કરે. અલ્યા, દોકડો લાવને, મને આપને (!)
હવે આનો અર્થ કોણ સમજે ? પડકમણુંનો જ અર્થ સમજતા નથીને ! હવે આને શું કરવું ત્યારે ? એક ૭૬ વર્ષના ડોસા હતા, આપણે બે-ચાર જણ બેઠા હતા ને તેમને મારે દેખાડવું હતું. મેં કહ્યું, આ લોકો પડકમણું સમજતા નથી અને પડકમણું કરે છે.’ મેં એ ડોસાને બોલાવ્યા. મેં કહ્યું, ‘શેઠ, શેઠ, અહીં આવો.” “શું કહો છો ?” કહે છે. મેં કહ્યું, ‘ક્યાં ગયા'તા ?” ત્યારે કહે, ‘પડકમણું કરી આવ્યો.”