________________
સામાયિકની પરિભાષા
વસ્તુને જોઈ શકે, સંસારી વસ્તુઓને જોઈ શકે. અને આ બધા દોષોને ‘એ’ જુએ. એટલે આ જાણવાની શક્તિ આત્માની. આત્મા સ્વ-પર પ્રકાશક છે. એટલે એ જોઈ શકે છે. પોતાનેય જુએ છે અને પારકાનેય જુએ છે. સ્વ-પર પ્રકાશક એટલે સંસારનેય પ્રકાશી શકે અને પોતાની જાતનેય પ્રકાશી શકે. બન્ને જોઈ શકે.
૫૫૩
પ્રશ્નકર્તા : પણ તમે તો એમ કહ્યું કે જોનારાને એ જુએ. દાદાશ્રી : હા, એટલે ત્યાં ખરેખર આ મૂળ આત્મા જ કામ કરે છે. એટલે અમે જુદું પાડ્યું. સ્વ-પર પ્રકાશક જે છે તે જ કામ કરી રહ્યું છે. માટે એ સ્વ-પર પ્રકાશકની તમને ખાતરી થઈ કે આ સ્વપર પ્રકાશક મહીં છે અને કાર્ય કરી રહ્યો છે તે આપણે જોયું. જોનારને જોયો હવે. જોનારને જોવામાં બીજો અભ્યાસ નથી થતો. પણ અહીં
આગળ આપણને ખાતરી થઈ કે આ કોણે જોયું ? એટલે આપણે ખોળીએ કોણ ? ત્યારે કહે, જોનારને. એટલે કહ્યું, જોનારને જોયો
આપણે !
પ્રશ્નકર્તા : આપને ચોવીસેય કલાક સામાયિક જ હોય ને ? દાદાશ્રી : હા, સામાયિક તો હોય જ. સામાયિક તો સ્વભાવિક જ છે ને ! કારણ કે આત્મા જ સમ છે અને એ પોતે જ સામાયિક છે. આત્મા સ્વભાવમાં આવ્યો એટલે સામાયિક જ છે. પણ જ્ઞાનીપુરુષને સામાયિકથી ઉપર છે. તે એમને બીજા ગુણો, બધા બહુ ગુણો પ્રગટ હોય, સ્વભાવિક ગુણો હોય.
આત્મા એ જ સામાયિક
સામાયિકના કર્તા તમે નથી, પ્રતિક્રમણના કર્તા તમે નથી. આ તો ઉદયકર્મ કરાવે છે અને આ લોકો, બધા સાધુઓ અણસમજણથી કહે છે, “મેં કર્યું, હું કરું છું.' એ બધું અજ્ઞાન પેસી ગયું છે.
પ્રશ્નકર્તા : સમભાવ એટલે સામાયિક, હવે જો સમભાવમાં રહેવાય તો પછી આ સામાયિક કરવી જોઈએ ?
પ્રતિક્રમણ
દાદાશ્રી : અરે, આત્મા એ જ સામાયિક. આ તમને જ્ઞાન પ્રાપ્ત થયું અને મારી આજ્ઞામાં રહો તો આખો દહાડો સામાયિક કહેવાય.
૫૫૪
અને બીજું આ સામાયિક કરવાનું નથી. આ તો ફક્ત પાછલા દોષ ધોવા માટેનું છે. મોટું પ્રતિક્રમણ છે આ એક જાતનું ! આ પાછળ જે દોષ થયા હોય તે બધાને ધોઈ નાખે. તેને આ લોકો સામાયિક કહે છે. બાકી, આત્મા એ જ સામાયિક અને આત્મા પ્રાપ્ત થયે આખો દિવસ સામાયિકમાં જ રહી શકાય !
જય સચ્ચિદાનંદ