________________
સામાયિકની પરિભાષા
પ૪૯
પપ૦
પ્રતિક્રમણ
ખબર પડે ને ? જેટલી ભૂલો દેખાય એટલી આપણે અરીસા સામે ચંદુભાઈને બેસાડીને એક કલાક સુધી કહી દીધી કે એ મોટામાં મોટું સામાયિક !
પ્રશ્નકર્તા : આપણે અરીસામાં ના કરીએ ને આમ મન સાથે એકલા એકલા વાતો કરીએ તો તે ના થઈ શકે ?
દાદાશ્રી : ના, એ નહીં થાય. એ તો અરીસામાં તને ચંદુભાઈ દેખાવા જોઈએ. એકલા એકલા મનમાં કરીએ તો આવડે નહીં. એકલા એકલા કરવાનું એ તો ‘જ્ઞાની પુરુષ'નું કામ. પણ તમને તો આમ આ બાળભાષાનું શીખવાડવું પડેને ? અને આ અરીસો છે તે સારું છે, નહીં તો લાખ રૂપિયાનો અરીસો વેચાતો લાવવો પડત. આ તો સસ્તા અરીસા છે ! ઋષભદેવ ભગવાનના વખતમાં ભરત ચક્રવર્તીએ એકલાએ જ અરીસાભવન બનાવેલું ! અને અત્યારે તો એય મોટા મોટા અરીસા બધે દેખાય !
આ બધી પરમાણુની થિયરી છે. પણ જો અરીસા સામું બેસાડીને કરે તો બહુ કામ નીકળી જાય એવું છે. પણ કોઈ કરતું નથી ને ? અમે કહીએ ત્યારે એક-બે વખત કરે ને પછી પાછો ભૂલી જાય.
ભરત રાજાને ઋષભદેવ ભગવાને “અક્રમ જ્ઞાન’ આપ્યું ને છેવટે તેમણે અરીસાભવનનો આશરો લીધો ત્યારે તેમનું રાગે પડ્યું. અરીસાભવનમાં વીંટી નીકળી ગયેલી આંગળીને અડવી દીઠી, ત્યારે તેમને થયું કે બધી આંગળીઓ આવી દેખાય છે ને આ આંગળી કેમ આવી દેખાય છે ? ત્યારે ખબર પડી કે વીંટી નીકળી પડી છે. તેથી વિટીને લીધે આંગળી કેટલી બધી રૂપાળી દેખાતી હતી, એ ચાલ્યું મહીં તોફાન ! તે ઠેઠ ‘કેવળ’ થતાં સુધી ચાલ્યું ! વિચારણાએ ચઢ્યા કે વટીને આધારે આંગળી સારી દેખાતી હતી ? મારે લીધે નહીં ? તો કહે કે તારે લીધે શાનું? તે પછી આ ‘ન્હોય મારું, જોય મારું, જોય મારું’ એમ કરતાં કરતાં ‘કેવળજ્ઞાન’ને પામ્યા !! એટલે આપણે અરીસાભવનનો લાભ લેવો. આપણું “અક્રમ વિજ્ઞાન’ છે. જે કોઈ
આનો લાભ લે તે કામ કાઢી નાખે. પણ આની કોઈને ખબર જ ના પડે ને ! ભલે આત્મા જાણતો ના હોય છતાંય અરીસાભવનની સામાયિક ફક્કડ થાય.
ઠપકા સામાયિક પોતાની રૂમમાં જઈને ‘ચંદુભાઈ, તું શું સમજે છે ? ચંદુભાઈ તારા ડાબા હાથે જમણા ગાલને ધોલ માર.” એમ આપણે કહેવું. એક છોકરાને ક્રોધ જતો નહોતો. તે એ છોકરાને મેં કહ્યું, ‘ટેડકાવ, આખો દહાડો બિચારો પ્રતિક્રમણ કરે તોય એ ગાંઠે નહીં એ પ્રતિક્રમણને, એ તો નિરાંતે પાછો હતો તેવો ને તેવો.” ત્યારે મેં કહ્યું. “ટેડકાવ.” ત્યારે કહે, ‘શી રીતે ટેડકાવું ?” મેં કહ્યું, ‘અગાશીમાં જઈને ટેડકાવ.’ પછી એણે ભાઈને (ફાઈલ નં. ૧ને) જે ટૈડકાવ્યો, પોતે શુદ્ધાત્મા અને ભાઈને જે ટૈડકાવ્યો, ‘અરે, તું શું સમજું છું ?” તે ભાઈ રડી પડ્યો. પોતે ટૈડકાવનાર ને પોતે રડી પડ્યો અને આત્મા જુદો થઈ ગયો ઉલટો ! ટૈડકાવે ત્યાં આત્મા જુદો થઈ ગયો.
એટલે તમે રૂમમાં બેસીને ટૈડકાવજો. સારો કરીને તું યે ટૈડકાવજે થોડુંક. ઠપકા સામાયિક અમારી આજ્ઞા લઈને જ કરવું. તો જ પ્રજ્ઞા રહે, નહીં તો બીજું કશું ચોંટી પડે તો વેહ થઈ પડે.
પ્રશ્નકર્તા : તમે જે પ્રયોગ બતાવો છોને, અરીસામાં સામાયિક કરવાની, પછી પ્રકૃતિ સાથે વાતચીત કરવાની, એ પ્રયોગ બતાવો ત્યારે સારો લાગે છે, પછી બે-ત્રણ દિવસ સારું ચાલે છે. પછી એમાં કચાશ આવી જાય છે.
દાદાશ્રી : કચાશ આવે ત્યારે ફરીથી નવેસરથી કરવું. જૂનું થાય એટલે બધી કચાશ જ આવે. પુદ્ગલનો સ્વભાવ જૂનું થાય એટલે બગડતું જાય. પાછી નવી કરીને મૂકી દેવાની.
પ્રશ્નકર્તા : એટલે એ પ્રયોગ દ્વારા જે કાર્ય સિદ્ધ થવું જોઈએ, એ થતું નથી અને એ પ્રયોગ પૂરો અધવચ્ચે થઈ જાય છે.