________________
સામાયિકની પરિભાષા
પ૪૭
૫૪૮
પ્રતિક્રમણ
પ્રશ્નકર્તા : આપે કહ્યું છે કે હું જીવ નથી પણ શિવ છું પણ એ જુદું પડતું નથી.
દાદાશ્રી : એ એનો ભાવ છોડે નહીં ને ! એ એના હક્ક છોડે કે ? એટલે આપણે એને સમજાવી સમજાવીને, પટાવી પટાવીને કામ લેવું પડે. કારણ કે એ તો ભોળું છે. પુદ્ગલનો સ્વભાવ કેવો છે ? ભોળો છે. તે એને આમ કળામય કરીએ તો એ પકડાઈ જાય. જીવ ને શિવ ભાવ બન્ને જુદા જ છેને ! હમણાં જીવભાવમાં આવશે તે ઘડીએ બટાકાવડા બધું ખાશે અને શિવભાવમાં આવશે ત્યારે દર્શન કરશે !
પ્રશ્નકર્તા : પણ જીવનું મન સ્વતંત્ર છે ?
દાદાશ્રી : બિલકુલ સ્વતંત્ર છે. મને તમારા સામું થાય તે જોયેલું કે નહીં તમે ? અલ્યા, ‘મારું મન હોય તો એ સામું શી રીતે થાય ? એ સ્વતંત્ર છે કે નહીં, એવું સામું થાય ત્યારે ખબર પડી જાય !
પ્રશ્નકર્તા : વાણી ઉપર કંટ્રોલ નથી એટલે મન ઉપરેય કંટ્રોલ નથી.
દાદાશ્રી : જે સામું થાય એના પર આપણો કંટ્રોલ નથી. પહેલાં તો તમે ‘હું જીવ છું એવું માનતા હતા. હવે એ માન્યતા તૂટી ગઈ છે ને “હું શિવ છું’ એવી ખબર પડી ગઈ પણ જીવ કંઈ એમનો ભાવ છોડે નહીં, એમનો હક્ક-બક્ક કશુંય છોડે નહીં. પણ એમને જો પટાવીએ તો એ બધુંય છોડે તેમ છે. જેમ કુસંગ અડે છે ત્યારે કુસંગી થઈ જાય છે ને સત્સંગ અડે ત્યારે સત્સંગી થઈ જાય છે, તેમ સમજણ પાડીએ તો એ બધું જ છોડી દે એવો ડાહ્યો છે પાછો ! હવે તમારે શું કરવાનું કે તમારે ચંદુભાઈ જોડે, ચંદુભાઈને બેસાડીને વાતચીત કરવી પડે કે, ‘તમે સડસઠ વરસે રોજ સત્સંગમાં આવો છો, તેનું બહુ ધ્યાન રાખો છો તે બહુ સારું કામ કરો છો ” પણ જોડે બીજી સમજણ પાડવી, ને સલાહ આપવી કે, “દેહનું બહુ ધ્યાન શું કામ રાખો છો ? દેહમાં આ આમ થાય છે તે છો ને થાય. તમે અમારી જોડે ટેબલ
ઉપર આમ આવી જાવને ! અમારી જોડે પાર વગરનું સુખ છે.” એવું તમારે ચંદુભાઈને કહેવું. ચંદુભાઈને આમ સામે બેસાડ્યા હોય તો તમને ‘એક્કેક્ટ’ દેખાય કે ના દેખાય ?
પ્રશ્નકર્તા ઃ અંદર વાતચીત તો મારે કલાકો સુધી ચાલે છે.
દાદાશ્રી : પણ અંદર વાતચીત કરવામાં બીજા ફોન લઈ લે છે, એટલે એમને સામા બેસાડીને મોટેથી વાતચીત કરીએ એટલે કોઈ બીજો ફોન લે જ નહીંને !
પ્રશ્નકર્તા : પોતાને સામે કેવી રીતે બેસાડવું ?
દાદાશ્રી : તું ‘ચંદુભાઈને સામે બેસાડીને વઢ વઢ કરતા હોય તો ‘ચંદુભાઈ’ બહુ ડાહ્યો થઈ જાય. તું જાતે જ વઢું કે, ‘ચંદુભાઈ, આવું તે હોય ? આ તેં શું માંડ્યું છે ? ને માંડ્યું તો હવે પાંસરું માંડ ને !” આવું આપણે કહીએ તે શું ખોટું છે ? કો’ક લપકાં કરતું હોય, તે સારું લાગતું હશે ? તેથી અમે તને ‘ચંદુભાઈને વઢવાનું કહીએ, નહીં તો હપૂરું (સદંતર) અંધેર જ ચાલ્યા કરે ! આ પુદ્ગલ શું કહે છે કે તમે તો શુદ્ધાત્મા થઈ ગયા પણ અમારું શું ? એ દાવો માંડે છે, એ પણ હક્કદાર છે. એ પણ ઈચ્છા રાખે છે કે અમારે પણ કંઈક જોઈએ છે. માટે તેને અટાવીપટાવી લેવું. એ તો ભોળું છે. ભોળું એટલા માટે કે મૂરખની સંગત મળે તો મૂરખ થઈ જાય ને ડાહ્યાની સંગત મળે તો ડાહ્યું થઈ જાય. ચોરની સંગત મળે તો ચોર થઈ જાય ! જેવો સંગ એવો રંગ ! પણ એ પોતાનો દાવો છોડે તેવું નથી.
તારે “ચંદુભાઈને અરીસા સામે બેસાડી આમ પ્રયોગ માંડવો. અરીસામાં તો મોટું બધું જ દેખાય. પછી આપણે ‘ચંદુભાઈને કહીએ, તેં આમ કેમ કર્યું ? તારે આમ નથી કરવાનું. વાઈફ જોડે મતભેદ કેમ કરે છે ? નહીં તો તમે પૈણ્યા શું કરવા ? પૈણ્યા પછી આમ શું કરવા કરો છો ?” આવું બધું કહેવું પડે. આવું અરીસામાં જોઈને ઠપકો આપ એક-એક કલાક, તો બહુ શક્તિ વધી જાય. આ બહુ મોટામાં મોટું સામાયિક કહેવાય. તને ચંદુભાઈની બધી જ ભૂલોની