________________
સામાયિકની પરિભાષા
પર૯
૫૩૦
પ્રતિક્રમણ
છે, સામાને અપ્રિય થઈ પડે એવી છે, ખરાબ ભાષા છે, એવું બધું તમે જાણો કે ના જાણો ? તમે આય જાણો ને ‘પેલુંય જાણો. કારણ કે તમે સ્વ-પર પ્રકાશક છો. પોતાને, ‘સ્વ'ને પણ પ્રકાશ કરી શકે અને પરને પણ પ્રકાશ કરી શકે. અજ્ઞાની માણસ, “પર” એકલાને જ પ્રકાશ કરી શકે, “સ્વ'ને પ્રકાશ ના કરી શકે. એમને એવું થાય ખરું કે મારું મન બહુ ખરાબ છે, પણ પાછા જાય ક્યાં ? ત્યાં ને ત્યાં જ રહેવું પડે. જ્યારે આત્મજ્ઞાનવાળો તો જુદો રહે.
પ્રશ્નકર્તા : ‘ટેવો અને તેનો સ્વભાવ” એ ના સમજાયું.
દાદાશ્રી : મન-વચન-કાયાની ટેવ એકલી નથી કહી, જોડે તેનો સ્વભાવ કહ્યો છે. સ્વભાવ એટલે કોઈ કોઈ ટેવ ખૂબ જાડી હોય છે, કોઈ ટેવ છે તે બિલકુલ પાતળી હોય છે, નખના જેટલી જ પાતળી હોય, તે એક કે બે વખત પ્રતિક્રમણ કરે એટલે ખલાસ થઈ જાય. અને જે ટેવ ખૂબ જાડી હોય તેનાં તો પ્રતિક્રમણ ખૂબ કરીએ, છોલછોલ કરીએ ત્યારે એ ઘસાઈ જાય.
મન-વચન-કાયાની ટેવો જે છે એ તો મરે ત્યારે છૂટે એવી છે, પણ એનો જે સ્વભાવ છે તે ઘસી નાખવો જોઈએ. પાતળા રસથી બંધાયેલી ટેવોનાં તો બે-પાંચ વખત પ્રતિક્રમણ કરશો તો એ ઊડી જશે. પણ જાડા રસવાળાને પાંચસો-પાંચસો વખત પ્રતિક્રમણ કરવાં પડે, ને કેટલીક ગાંઠો, લોભની ગાંઠો તો એટલી મોટી હોય કે, રોજ બબ્બે ત્રણત્રણ કલાક લોભનાં પ્રતિક્રમણ કર કર કરે તોય છ વર્ષેય પૂરી ના થાય ! અને કોઈને લોભની ગાંઠ એવી હોય કે એક દહાડામાં કે ત્રણ કલાકમાં ખલાસ કરી નાખે ! એવા જાતજાતના સ્વભાવ રસ હોય છે.
એટલે આપણું અક્રમનું પ્રતિક્રમણ જુદી જાતનું હોય. આ બધી જે ગાંઠો હોય, તે આમાં (સામાયિકમાં) મૂકી દેવાની. લોભ હોય, ક્રોધ હોય, માન હોય, તેની ગાંઠો મૂકી દેવાની. એ જોય છે ને આપણે જ્ઞાતા છીએ, એવી રીતે અડતાળીસ મિનિટનું સામાયિક કરવાનું. શેય-જ્ઞાતા સંબંધથી જ ગાંઠો બધી ઓગળી જાય. આ વ્યવહાર સામાયિક કરે છે.
તે તો એકાગ્રતા કરવા માટે છે અને આ સામાયિક તો ગાંઠો ઓગાળવા માટેનું છે. જે ગાંઠ વધારે હેરાન કરતી હોય, જેના બહુ વિચાર આવતા હોય એ ગાંઠ મોટી હોય.
આ પ્રતિક્રમણ વખતે માઈન્ડ એબ્સન્ટ હોય છે, બીજું કશું નહીં. વિચારો જોડે જ્ઞાતા-જોયનો સંબંધ, પ્રતિક્રમણ વખતે વિચારો આવતા જ નથી. વિચારો બંધ થઈ જાય અને વિચારો જો કોઈને આવતા હોય તો એ જુએ, એ શેય છે ને આપણે જ્ઞાતા છીએ.
વિષય સંબંધી સામાયિક અમે વિષય સંબંધી સામાયિક કરાવડાવ્યું હતું, કે અત્યારથી ઊંડા ઉતરો તે અત્યારે આપણી ચાલીસ વર્ષની ઉંમર છે, તે ૩૯ વર્ષમાં શું થયું, ૩૮ વર્ષમાં શું થયું, એમ કરતાં કરતાં છેવટે ૧૦ વર્ષની ઉંમર સુધી લોકો પહોંચેલા હતા. હવે એ તો પહોંચ્યા એ વાત જુદી છે, પણ એ પછીય આઠ-આઠ દહાડા સુધી એમને એ દોષો દેખાવાના ચાલુ જ રહ્યા. તે બંધ જ ના થાય. ઘેર ખાતી વખતે, પીતી વખતે મહીં ચાલુ જ રહે, મહીં કોતર્યા કરે. એટલે પછી એ લોકો કહે છે કે આ તો અમે કંટાળી ગયા છીએ. હવે બંધ કરાવી દેવડાવો. તે અમે પછી બંધ કરાવડાવ્યું. મહીં નિરંતર ચાલુ જ રહેલું. તે મહીં દોષો ખોળ ખોળ ખોળ કરે. પચ્ચીસ વર્ષ ઉપર આ કર્યું હતું, તે બધા પર્યાય દેખે. ભૂતકાળમાં વસાઈ ગયેલા પર્યાયોને જોવા એ આપણું સામાયિક.
આ સામાયિકમાં તો દોષો ધોવાય. અત્યાર સુધીનાં, જ્ઞાન પ્રાપ્ત થતાં પહેલાં, જે દોષો થયેલા હોય એ જોવાનું સામાયિક છે. તે કયા દોષ જોવા છે ? જ્ઞાન લેતાં પહેલાં જે બધા દોષો થયેલા હોય તેને જોવાથી એ બધા દોષો ધોવાઈ જાય. હજુ પણ જોઈએ તો ધોવાઈ જાય. અને યાદ કરવા જાય તો યાદ એકય આવે નહીં. આ જ્ઞાન કરીને દેખાય બધા. આત્મા હાજર થઈને બધું દેખાય. ઠેઠ સુધીનું, આખી લાઈફનું દેખાય અને વિષયના દોષો તો..
પ્રશ્નકર્તા : વિષયના દોષોનું સામાયિક કરેલું.