________________
સામાયિકની પરિભાષા
પ૨૭
પ૨૮
પ્રતિક્રમણ
જોવાથી એ ઓછા થઈ જાય. એ સામાયિક તમે અહીં આવશો ત્યારે બતાવશે. પણ હમણાં તો પાંચ આજ્ઞામાં રહેવાનો પ્રયત્ન કરોને !
સામાયિકો ઉઠાવો લાભ . પ્રશ્નકર્તા : મારા મનની નબળાઈ છે એટલે મારાથી આપણી સામાયિકમાં બેસી શકાતું નથી.
દાદાશ્રી : બધાની જોડે જોડે બેસીએ તો બેસાય, તેનાથી સામસામી પર્યાયી અસર થાય. તમારે સામાયિકમાં ગાંઠ ના મૂકવી. તમારે તો મન શું કરે છે, તે બધું જોવામાં જ કાઢવું. મનની નબળાઈ શું કરે છે, તે જોયા કરવું. પણ જ્યારે-ત્યારે એ ગાંઠોને ઓગાળવી તો પડશેને ? જેટલું ઓગાળીએ તેટલો લાભ થશે. આ ભવમાં ને આ ભવમાં લાભ થશે ! સંયમની શક્તિ ખૂબ વધી જશે. આવો માર્ગ, આવો અવસર ફરી ફરી મળે નહીં માટે કામ કાઢી લો. આ સામાયિકથી ગમે તેવી ગાંઠ હોય તો તે ઊડી જાય ! નિરંતર સમાધિનો માર્ગ છે આ આપણો ! જેટલું અમારી આજ્ઞામાં રહેવાય એટલી નિરંતર સમાધિ રહે. આજ્ઞામાં વધારે રહીશું તો સમાધિનો વધારે લાભ મળશે.
અક્રમમાં ગાંઠો ઓગાળવા
આ સામાયિકમાં શું કરે ? કે “મન-વચન-કાયાની ટેવો અને તેના સ્વભાવને હું જાણું છું ને મારા સ્વ-સ્વભાવને પણ હું જાણું છું.” પણ એ સ્વભાવનું શું થાય ? કોઈને આટલો જાડો સ્વભાવ હોય, તો કોઈને આટલો જાડો હોય. હવે આ સામાયિક કરે ને, તે ઘડીએ એ સ્વભાવને મૂકીએ તો તે બધું ઓગળી જાય. એ સ્વભાવનો જ્ઞાતા-દ્રષ્ટા થયો તો એ ઓગળવા માંડે.
આપણી સામાયિક કેવી હોય ? જ્ઞાતા-દ્રષ્ટાની સામાયિક હોય એટલે એમાં કાયોત્સર્ગ પણ આવી જાય. આવી સામાયિક તો કોઈ કરે જ નહીં ને ! આ તો ઓર જ પ્રકારની સામાયિક છે.
જ્યાં જ્યાં ઓગાળવાનો છે, એ સ્વભાવને સામાયિકમાં મૂક્યા કરવાનો અને આપણે જાણીએ એટલે એ સ્વભાવ ઓગળ્યા કરે. અને બીજો શું લાભ મળે કે આત્માનો રસાસ્વાદ ચાખે ! આત્મા સ્થિર છે, અચળ છે, અને દેહને જો અચળ કર્યો તો સ્વાદ ઉત્પન્ન થઈ ગયો ! બહાર જો અચળ કરીએ તો અચળતાનો મહીં સ્વાદ આવે. તેથી પેલા લોક સામાયિક કરે, કાયોત્સર્ગ કરેને કે મહીંથી સ્વાદ આવે. એટલે જાણે કે બહાર ઇન્દ્રિયોનું સુખ નથી, સુખ અંદર છે અને આપણે તો સુખ અંદર છે એ જાણી ગયા છીએ તો હવે આ સામાયિક શા માટે કરવાનું કે, આ સ્વાદ ચાખવા માટે. આત્મરસ ભોગવવા માટે આપણે સામાયિક કરવાનું છે ને પેલા લોકોને તો આત્મરસનું ભાન થવા માટે કરવાનું છે.
સ્વભાવ રસ ઓગળે એમાં મન-વચન-કાયાની ટેવો અને તેના સ્વભાવને “શુદ્ધ ચેતન’ જાણે છે અને પોતાના સ્વ-સ્વભાવને પણ ‘શુદ્ધ ચેતન' જાણે છે. કારણ કે તે સ્વ-પર પ્રકાશક છે.'
આત્માનો મોક્ષગામી સ્વભાવ છે, જ્ઞાતા-દ્રષ્ટા છે. સ્વરૂપજ્ઞાન પછી આપણે આપણા સ્વભાવને જાણીએ છીએ અને આ મન-વચનકાયાની ટેવોને પણ જાણીએ છીએ. મન આવું છે, વાણીની ટેવ આવી
શુદ્ધાત્માનું ભાન થયા પછી સામાયિક કરવાનું ના હોય. શુદ્ધાત્મા એ જ સામાયિક છે. જગતના લોકો કરે છે તેવું સામાયિક આપણે હવે કરવાનું રહ્યું નહીં. છતાં અહીં જે સામાયિક કરાવવામાં આવે છે એ તો શેને માટે કરવી પડે છે ? આપણે “અક્રમ માર્ગ’ કર્મો ખપાવ્યા સિવાય ‘લિફટમાં ઉપર ગયા છીએ. તેથી મહીં ગાંઠો સાબૂત છે, તેને ઓગાળવાનું સામાયિક આ બધા કરે છે. જે ગાંઠ મોટી હોય તેને સામી શેય તરીકે મૂકે ને પોતે જ્ઞાતા તરીકે રહે ને એક કલાક એમાં ગાળે, એટલે એ ગાંઠ એટલા પ્રમાણમાં ઓગળે. ગાંઠ બહુ મોટી હોય તો તે બહુ કલાક માંગે. રોજ એક-એક કલાક જાય તો તે ગાંઠ ખલાસ થઈ જાય. આ ભવમાં ને આ ભવમાં જ બધું ખલાસ થઈ જાય !!!