________________
(૨૫) પ્રતિક્રમણોની સૈદ્ધાંતિક સમજણ
કેમ કરીને ? જમતી વખતે દોષ દેખાયને કે આ દોષ કર્યો, આ દોષ કર્યો, દોષ એટલે પુદ્ગલના પણ મૂળ માલિક તો આપણે. જવાબદાર તો આપણે જ ને ! ટાઈટલ તો આપણું જ હતું ને પહેલાં, અત્યારે ટાઈટલ આપી દીધું. પણ એ કંઇ વકીલો છોડે કે ? કાયદા ખોળી કાઢેને ?
૪૭૫
પ્રશ્નકર્તા : માલિકીપણું છૂટી ગયું છે કહો છો પછી દોષ આપણા કેમ કહેવાય ? પુદ્ગલના દોષને આપણે શું લેવાદેવા ? દાદાશ્રી : આપણા કહેવાય નહીં પણ જવાબદાર તો છો જ. પ્રશ્નકર્તા : એ તો આપને માટે વાત છે.
દાદાશ્રી : એ તો દોષ અમને દેખાય છે, તે અમને સમજાય છે ને ! ઓહોહો ! ભગવાનને કેટલી શક્તિ ઉત્પન્ન થઈ છે, કે હજુ અમારામાં એમને દોષ દેખાય છે. એ અમારે સાચા લાગે છે પાછા. તે ‘અમે’ ક્યાં છીએ, ‘એ’ ક્યાં છે, એ મને સમજાય. બીજું તો શું વાંધો ? આવા કંઈ સંસારી દોષ થયા, એવા નથી.
પ્રશ્નકર્તા : બહુ સૂક્ષ્મ હોય એ દોષો ?
દાદાશ્રી : સૂક્ષ્માતિસૂક્ષ્મ સૂક્ષ્મતમ જેને કહેવામાં આવે છે તે. એટલે મને એમ સમજાય છે ને કે ઓહોહો ! આ જ્ઞાની ક્યાં છે ! અને આ ભગવાન ક્યાં છે !! ના સમજાય ?
પ્રશ્નકર્તા : સમજાય.
દાદાશ્રી : તેથી હું કહી દઉં છું ને, તે આમ કરીને ‘દાદા ભગવાનના અસીમ જય જયકાર હો !'
સાચા ભગવાન પકડ્યા. મેં તમને દેખાડ્યા. હજુ આખા વર્લ્ડને દેખાડીશ, સાચા ભગવાન દુનિયામાં છે કે નહીં તે. લોકોને તો વિશ્વાસ જ નહીં કે ભગવાન છે કે નહીં તે, આત્મા છે કે નહીં તે. પણ વિશ્વાસ નથી તેમને દેખાયા ! આત્મા છે એવું તો વિશ્વાસ બેસી ગયો લોકોને.
પ્રતિક્રમણ
આ તમને દોષ દેખાડીએ, એ તમને તમારા દોષ નથી દેખાતા તેથી એ તમારા ઉપરી ભવિષ્યમાં પણ રહેશે. દેખાડનારા જોઈએ ને ? મારે તેથી ઉપરી થવું પડ્યું છે ને ! નહીં તો તમારા ઉપરી મારે થવાનું હોય નહીં. હું તો જ્ઞાન આપીને છૂટો થઈ ગયો. કાયમ ઉપરી તેથી રહેવું પડે છે, દેખાડનાર જોઈએ. તમને દોષો દેખાતા નથી માટે. આ થોડા ઘણા દોષો દેખાય છે ને, તે મેં દૃષ્ટિ આપી છે તેથી દેખાયા. હવે વધારે ને વધારે દેખાય છે કે નથી દેખાતા ?
૪૭૬
પ્રશ્નકર્તા : દેખાય છે ને !
દાદાશ્રી : હજુ સૂક્ષ્મમાં તો પહોંચ્યા જ નથી. આ તો બધું હજુ સ્થૂળમાં છે.
જ્ઞાતીની દૃષ્ટિ, અનુયાયીઓ તરફ
સૂક્ષ્મમાં સૂક્ષ્મ દોષ અમારી દૃષ્ટિની બહારથી જાય નહીં. સૂક્ષ્મમાં સૂક્ષ્મ, અતિ અતિ સૂક્ષ્મ દોષની અમને તરત જ ખબર પડી જાય ! તમને કોઈને ખબર ના પડે કે મને દોષ થયો છે. કારણ કે એ દોષો સ્થૂળ નથી.
પ્રશ્નકર્તા ઃ તમને અમારા પણ દોષ દેખાય ?
દાદાશ્રી : દેખાય બધા દોષો, પણ અમારી દોષ ભણી દિષ્ટ ના હોય. અમને તરત જ તેની ખબર પડી જાય, પણ અમારી તો તમારા શુદ્ધાત્મા ભણી જ દૃષ્ટિ હોય. અમારી તમારા ઉદયકર્મ ભણી દૃષ્ટિ ના હોય. બધાંના દોષોની અમને ખબર પડી જાય. દોષ દેખાય છતાં અમને મહીં એની અસર થાય નહીં. તેથી જ કવિએ કહ્યું છે ને, “મા કદી ખોડ કાઢે નહીં. દાદાનેય દોષ કોઈના દેખાય નહીં !'’
અમે જાણીએ કે આ પ્રમાણે નિર્બળતા હોય જ. એટલે અમારે સહજ ક્ષમા હોય. એટલે અમારે કોઈને વઢવું ના પડે. બહુ મોટા દોષમાં પડી જાય એવું લાગતું હોય તો અમે એને બોલાવીને બે શબ્દ કહીએ. અહીંથી લપસી પડે એવું લાગે, એ ‘સ્લીપ' થાય એવું હોય તો જ