________________
(૨૫) પ્રતિક્રમણોની સૈદ્ધાંતિક સમજણ
૪૭૧
૪૭૨
પ્રતિક્રમણ
કરે છે, છસ્સો-છસ્સો પ્રતિક્રમણ કરે છે. અતિક્રમણ કર્યું તેનું પ્રતિક્રમણ
અમારે આતાં કરવામાં પ્રતિક્રમણ હું તો ઔરંગાબાદ જવું ને, તો ત્યાં બધા પ્રધાનો, ઍમ્બર ઓફ પાર્લામેન્ટ, એમ.એલ.એ., એવા બધા આવે. હવે એ આવે એટલે મારે તો બધું કરવું જ પડે ને ! એ કહેશે, ‘હું એમ.એલ.એ. છું. મારે આમ પ્રસારણ કરવું છે ને મારે આમ કરવું છે, તો વિધિ કરી આપો.' હવે મહીં કશુંય માલ નહીં, આમ નોકરીમાંય ના રખાય એવા !
પ્રશ્નકર્તા : ચોખ્ખી ભાષામાં બોલીએ તો બેલના ભરેલા !
દાદાશ્રી : શું થાય ત્યારે ? પણ આવું બોલીએ તો પ્રતિક્રમણ કરવાં પડેને, છૂટકો જ નહીં ને ! અમે કોઈ દહાડો આવું ના બોલીએ, પણ અમે પછી પ્રતિક્રમણ કરીએ. પણ શું થાય તે ? આય માલ ભરેલો હોય ત્યારે જ નીકળે છે ને, એમ ને એમ કંઈ નીકળે ? એનાં પાછાં પ્રતિક્રમણ અમારે કરવાં પડે, છૂટકો જ નહીં ને ! અમારે તો ચાલે જ નહીં. બેજવાબદારી વર્તન કોઈનુંય ના ચાલે.
ભાવ, ડ્યિા તે તેનાં ફળ ક્રિયાઓનું ફળ ભવિષ્યમાં નથી, ભાવનું ફળ ભવિષ્યમાં છે. ક્રિયાનું ફળ અહીંનું અહીં મળી જાય છે.
અમારેય પ્રતિક્રમણ કરવું પડે પણ બહુ જૂજ. અમારું દ્રવ્યય ચોખ્યું હોય બધું. એકય ક્રિયા એવી ના હોય કે નિંદ્ય હોય. બધી મનોહર હોય.
પ્રશ્નકર્તા : ટીકાપાત્ર ના હોય.
દાદાશ્રી : ટીકાપાત્ર ના હોય ને મનોહર હોય. એ વાણી, વર્તન અને વિનય બધું મનોહર હોય. સામાના મનનું હરણ કરે. અને તો જ આ જગતનો છુટકારો થાય એવો છે. નહીં તો ચોપડાઓ વાંચે કે
આ શાસ્ત્રો વાંચે કે બધી ક્રિયાઓ કરે, તોય એ ક્રિયાઓ સફળ છે. કેટલીક ક્રિયાઓ ફળવાળી છે. ભગવાનનો કાયદો શું છે કે જે તે ક્રિયા કરી એનું ફળ તારે ભોગવવું પડશે. તો તારે એ ફળ ભોગવવા સુધીની ઇચ્છા હોય તો કર અને તેમાંથી પાછાં બીજાં બીજ પડ્યા કરે ને ચાલ્યા જ કરવાનું તોફાન !
અમારાં પ્રતિક્રમણ, દોષ થતાં પૂર્વે પ્રશ્નકર્તા : મને તો આપની એક વાત ગમેલી, આપ બોલેલા, કે અમારા પ્રતિક્રમણ દોષ થતાં પહેલાં થઈ જાય છે.
દાદાશ્રી : હા, આ પ્રતિક્રમણ ‘શૂટ ઑન સાઈટથવાનાં. દોષ થતાં પહેલાં ચાલુ જ થઈ જાય એની મેળે. આપણને ખબરેય ના પડે કે ક્યાંથી ઊભું થયું ! કારણ કે એ જાગૃતિનું ફળ છે. અને સંપૂર્ણ જાગૃતિ એનું નામ કેવળજ્ઞાન. બીજું શું ? જાગૃતિ જ મુખ્ય વસ્તુ છે.
અમે હમણાં આ સંઘપતિનું અતિક્રમણ કર્યું એનું પ્રતિક્રમણ અમારે થઈ ગયું હઉં. અમારું પ્રતિક્રમણ જોડે જોડે જ થાય અને બોલીએય ખરાં અને પ્રતિકમણ કરીએય ખરા. બોલીએ નહીં તો ગાડું ચાલે નહીં.
પ્રશ્નકર્તા : દાદા, અમારેય ઘણી વખત એવું બને છે, કે બોલતાં હોઈએ અને પ્રતિક્રમણ થતું હોય પણ તમે જે રીતે કરો છો ને અમે કરીએ છીએ એમાં અમને ફરક લાગે છે.
દાદાશ્રી : એ અમારો તો કેવો ફેર ? ધોળા વાળ ને કાળા વાળ એકદમ સુંવાળા, કેવો ફેર ?
પ્રશ્નકર્તા : તમે કહો કે તમે પ્રતિક્રમણ કેવી રીતનાં કરો છો?
દાદાશ્રી : એની રીત ના જડે, બળ્યું ! જ્ઞાન થયા પછી, બુદ્ધિ જતી રહ્યા પછી, એ આવે ત્યાં સુધી એ રીત ખોળવાય નહીં. આપણે આપણી મેળે ચઢવું. જેટલું ચઢાય એટલું સાચું.
પ્રશ્નકર્તા : અમારે ખોળવી નથી, જાણવી જ છે, દાદા.