________________
અરીસા સામાયિક અજોડ, અદ્ભૂત જ્ઞાનીની આ શોધ;
‘કમ્પ્લિટ’ જુદો જોઈને, ટકોરોનો વહાવ ધોધ ! ‘આવાં આવા દોષ કયાં તે', જાતને ઠપકો ખૂબ આપ; ભાડુતી આમાં ચાલે નહીં, એનું તો કરી નાખે શાક !
ઠપકા સામાયિકમાં, તો, જાતને ઠપકો જોરદાર;
અગાસીમાં જઈ ટેડકાવ, શેઠ પોતે ને પોતે નોકર ! પુદ્ગલ સ્વભાવ જૂનું થાય, તેમ તેમ બગડતું જાય; નવેસરથી કર સામાયિક, બાકી કચાશ પાછી કઢાય !
‘નથી થતી, નથી થતી..' સામાયિક એનુંય થાય;
‘થાય છે, થાય છે' એ, સામાયિકે તૂટે અંતરાય ! ‘જોનારા’ને ‘જુએ જુદો, અક્રમ સામાયિકમાં બને; ‘શુદ્ધાત્મા’ સ્વ-પર પ્રકાશક, મૂળાત્મા' પ્રકાશે બેઉને !
આત્મા એ જ સામાયિક, નિરંતર એ જ રહે;
પાછલા દોષ ધોવા વિશેષ, સામાયિકનું જ્ઞાની કહે ! શુદ્ધાત્માનું લક્ષ પછી, આપે આજ્ઞા પાળ પાંચ; પ્રતિક્રમણ-સામાયિક કર, આજ્ઞા ચૂકે જો પાંચ !
દાદા ભગવાન પ્રરૂપિત, સામાયિક-પ્રતિક્રમણ; યથાર્થ મહાવીરનું આજ, દાદે પીરસ્યું જમણ !
- ડૉ. નીરુબેન અમીન