________________
વિષય, કષાય, મોહ ગ્રંથિ, દોષો સામાયિકમાં જોતાં;
આત્મષ્ટિએ ગ્રંથિ ઓગળે, કચરા થાય ખાલી ખોટા ! પૂર્વ દોષોના પર્યાયો, દેખાયા ખોતરી ખોતરી; હાજર આત્મા થયો ત્યાં, ખુલે સર્વ ભૂલો જે કરી !
આમ યાદ કરવા જાય તો, ન આવે કશુંય યાદ; સામાયિકમાં આત્મપદે, દોષો દીસે સડસડાટ !
‘હું શુદ્ધાત્મા છું' એ લક્ષ સામાયિક છે એનું નામ;
પાંચ આજ્ઞામાં રહ્યું થાય, આખો દિવસ આત્માનું કામ ! શુદ્ધાત્મા જોવાનું બને, એક કલાકે ય અવિરત; શ્રાવક પુણિયાનું સામાયિક, સર્વોચ્ચ શુદ્ધ ઉપયોગ !
જગ વિસ્મૃત શુભ ઉપયોગે, એ સામાયિક કહેવાય;
ઉપયોગ અશુભે અધોગતિ, એને સાચું ન ગણાય ! સામાયિકનો ખરો અર્થ, ન થવા દે વિષમભાવ; ગાળો દે, મારે કરે, તોય ન એનાં પલટે ભાવ !
સાર સામાયિકમાં બને, શ્રમણ જેવો શ્રાવક;
સમતાધારી દશાએ વરે, એ સાચો મહાવીર ચાહક ! અક્રમમાં મહાત્માઓને, સામાયિક શીખવાડાય; પદ્માસનની જરૂર નહીં, ઢીંચણ જામ થઈ જાય !
પ્રથમ આત્મવિધિ કરીને, આત્મસ્વરૂપમાં સ્થિત થઈ;
અંતઃકરણના પ્રત્યેક પાર્ટના, જ્ઞાતા ને દ્રષ્ટા રહી ! આત્માને જુદો પાડીને, જોવું બધું મહીંલું; જોવા મળે બે ઘડી ફિલ્મ, પ્રગટે આનંદની છોળ્યું !
અક્રમ માર્ગે સામાયિકની જરૂર, જાગૃતિ ઉપયોગ જરૂર ખાસ;
નિરંતર શુદ્ધ ઉપયોગીને, દોષો થતા જાય ખલાસ ! વિચાર આવ્યો, દૃષ્ટિ બગડી, ‘ન હોય મારું કરી છૂટ; સામાયિકમાં ‘વિષ' ગાંઠ, ઓગાળી શકાય ઝટ !
સામાયિક કે પ્રતિક્રમણ, અક્રમમાં નથી ક્રિયા શૂળ;
આ જ્ઞાનક્રિયા છે પ્રજ્ઞાની, આત્માની શક્તિ એ મૂળ ! સામાયિકમાં મન મજબૂત, સંયમની શક્તિઓ વધે; ગમે તેવી ગાંઠો પીગળે, આત્મસુખને સ્પષ્ટ વેદે !
સામાયિકમાં દોષ દેખે, ફરી ફરી જોવું ઠેઠ સુધી; પ્રગટે આત્મચારિત્ર એમાં, રાજ લક્ષ્મી દલાલીમાં !
શરૂ સામાયિક આઠ મિનિટ, અડતાલીસે પૂરી થાય;
એવ વધુ ન ટકે ધ્યાન, ક્ષણ માટે પણ એ કપાય ! સામાયિકમાં મન બીજે, તેથી શું કામ ગભરાય ? એ શેય ને ‘પોતે' જ્ઞાતા, બહાર હુલ્લડ ઘરમાં શું થાય ?
‘વ્યવહાર' સામાયિક મનથી, ‘નિશ્ચય'ની આત્માથી થાયઃ
‘વ્યવહારે’ પુણ્યાનુબંધી, ‘નિશ્ચયથી નિગ્રંથ થાય ! સામાયિક ને પ્રતિક્રમણ, અક્રમમાં સાથે જ હોય; જોવું-જાણવું ને ધોવું, ત્યારે પ્રયોગ પૂર્ણ થાય !
આ કાળે વિષય વધુ, તેની શુદ્ધિકરણ પ્રયોગ; હિંસા, માન, લોભ, કપટ, ક્રોધના નીકળી જાય રોગ !
જુદાપણાની જાગૃતિ માટે, સામાયિક દાદા સૂચવે; એ પ્રયોગ કરે તે જાતે, જ્ઞાની જેવું અનુભવે !
હે શુદ્ધાત્મા ભગવન, તમે જુદા ને ચંદુ જુદો;
હે શુદ્ધાત્મા તમે રિયલ, છે ચંદુ તો રિલેટિવ ! શુદ્ધાત્મા છો તમે પરમેનન્ટ, ને ચંદુ છે ટેમ્પરરી; શક્તિ માંગો ખૂટતી, જ્યાં જ્યાં લાગે જરૂરી !
46