________________
(૨૪) જીવનભરના વહેણમાં તણાતાને તારે જ્ઞાન
પ્રશ્નકર્તા : ગમે તેવું મોટું પાપ થયું હોય તો પણ એ પ્રતિક્રમણથી નાશ પામી જાય ?
પાપ નાશ થાય.
તોય.
૪૦૫
દાદાશ્રી : ભયંકર પાપ કર્યું હોય પણ પ્રતિક્રમણ કર્યું હોય તો
પ્રશ્નકર્તા : કોઈના હાથે ખૂન થયું હોય તોય, દાદા ?
દાદાશ્રી : હા, ખૂન નહીં, બે ખૂન કરે, આખું ગામ બાળી મૂકે
પ્રશ્નકર્તા : પણ એ પ્રતિક્રમણ હોવું જોઈએ ?
દાદાશ્રી : એ સરસ (હૃદયથી પસ્તાવાપૂર્વક) હોવું જોઈએ. જેવું અતિક્રમણ એવું પ્રતિક્રમણ હોવું જોઈએ.
છૂટક છૂટક થાય તે જ સાચું
બધા દોષ દેખાશે તેમ પ્રતિક્રમણ થશે, ત્યારે છૂટ્યા. તમારે જેટલાં પ્રતિક્રમણ થયાં એટલો છૂટકારો થઈ ગયો. જેટલાં બાકી રહ્યાં, એટલાં રહ્યાં, તે ફરી પ્રતિક્રમણ કર્યા જ કરવાનાં.
પ્રશ્નકર્તા : આપણે આખા જગતના જીવોની ક્ષમા માગી લઈએ તો પ્રતિક્રમણ થઈ ગયું કહેવાય ને ?
દાદાશ્રી : પ્રતિક્રમણ તો ક્યારે થાય એવું કહેવાય ? એ છૂટક છૂટક કરીએ ત્યારે.
પ્રશ્નકર્તા : આપણે જ્ઞાન પહેલાં જે કર્મ કર્યાં છે, હવે એનું સરવૈયું કાઢવા બેઠા છે કે આ કર્યું છે. તે ક્યારે પ્રકાશમાં આવશે ?
દાદાશ્રી : એ યાદ આવે તો પ્રતિક્રમણ કરવું. જેટલાં યાદ આવે એટલાં પ્રતિક્રમણ કરવાં. નહીં તો પછી અહીં આગળ અમે સામાયિક કરાવીએ છીએ. તે દહાડે બેસવું. તે આખું એક્ઝેક્ટ કરવું. તે દહાડે થોડું ધોવાઈ જાય. એમ કરતું કરતું બધું ધોવાઈ જાય.
૪૦૬
પ્રતિક્રમણ
‘સોફ્ટવેર', પ્રતિક્રમણતું
આ અપૂર્વ વાત છે, પૂર્વે સાંભળી ના હોય, વાંચી ના હોય, જાણી ના હોય, તેવી વાતો જાણવાને માટે આ મહેનત છે.
આપણે અહીં પ્રતિક્રમણ કરાવવા માટે બેસાડીએ છીએ, તે પછી શું થાય છે ? મહીં બે કલાક પ્રતિક્રમણ કરાવડાવે છેને, કે નાનપણમાંથી તે અત્યાર સુધી બધા જે જે દોષ થયા હોય, બધા યાદ કરી કરીને પ્રતિક્રમણ કરી નાખો, સામાના શુદ્ધાત્માને જોઈને એવું કહે. હવે નાની ઉંમરથી જ્યાંથી સમજણ શક્તિની શરૂઆત થાય, ત્યારથી જ પ્રતિક્રમણ કરવા માંડે, તે અત્યાર સુધીનું પ્રતિક્રમણ કરે. આવું પ્રતિક્રમણ કરે એના બધા દોષોનો મોટો મોટો ભાગ આવી જાય. પછી ફરી પાછો પ્રતિક્રમણ કરે. ત્યાર ફરી નાના નાના દોષ પણ આવી જાય. પાછું ફરી પ્રતિક્રમણ કરે તો એથીય નાના દોષો આવી જાય, આમ એ દોષોનો બધો આખો ભાગ જ ખલાસ કરી નાખે.
બે કલાકના પ્રતિક્રમણમાં આખી જિંદગીના પાછળના ચોંટેલા દોષોને ધોઈ નાખવા. અને ફરી ક્યારેય એવા દોષો નહીં કરું એમ નક્કી કરવું એટલે કે પ્રત્યાખ્યાન થઈ ગયું.
આ તમે પ્રતિક્રમણ કરવા બેસો ને, તે અમૃતનાં ટપકાં પડ્યાં કરે એક બાજુ, અને હલકા થયેલા લાગે. તારે થાય છે કે ભઈ, પ્રતિક્રમણ ? તે હલકા થયેલા લાગે ? તમારે પ્રતિક્રમણ ચાલુ થઈ ગયા છે બહુ ? ધમધોકાર ચાલે છે ? બધાં ખોળી ખોળીને પ્રતિક્રમણ કરી નાખવાં. તપાસ કરવા માંડવી. એ બધું યાદ હઉ આવતું જશે. રસ્તો હઉ દેખાશે. આઠ વર્ષ ઉપર કો'કને લાત મારી હોય એ હઉ દેખાશે. તે રસ્તો દેખાશે, લાતેય દેખાશે. યાદ શી રીતે આવ્યું આ બધું ? આમ યાદ કરવા જઈએ તો કશું યાદ ના આવે ને પ્રતિક્રમણ કરવા ગયા કે તરત લીંકવાર (ક્રમવાર) યાદ આવી જાય. એકાદ ફેરો આખી જિંદગીનું કર્યું હતું તમે ?