________________
(૨૪) જીવનભરના વહેણમાં, તણાતાને તારે જ્ઞાન
૩૫
૩૯૬
પ્રતિક્રમણ
કંઈ વાતચીત કરતાં એ થયું હોય, તો એમના નામથી પ્રતિક્રમણ કરવું. આ રસ્તે ચાલતાં ઠોકર વાગી તો શાથી ઠોકર વાગી ? એ બધાં સાર કાઢીએ આ રસ્તે ચાલ્યા માટે ઠોકર વાગી. એટલે ફરી ના થાય, પણ આપણે ફરી ઊથામવાનું નહીં એને.
પ્રતિક્રમણ તો તમે બહુ જ કરજો. જેટલા તમારા સર્કલમાં પચાસ-સો માણસો હોય, જેને જેને તમે રગડ ગડ કર્યા હોય તે બધાનાં નવરા પડો એટલે કલાક-કલાક બેસીને, એક-એકને ખોળી ખોળીને પ્રતિક્રમણ કરજો. જેટલાને રગડ ગડ ર્યા છે તે પાછું ધોવું પડશેને ? પછી જ્ઞાન પ્રગટ થશે.
એમાં બેઉ છે. પ્રશ્નકર્તા : નાનપણમાં એક છોકરીના દસ રૂપિયા ચોરી લીધા ને બીજી છોકરીને જરૂર હતી તેના કંપાસમાં છાનામાના મૂકી દીધા'તા, તેનું પ્રતિક્રમણ થયું.
દાદાશ્રી : આ કેવું છે ? આપ્યા તે દાન કર્યું. તેનું પુણ્ય બંધાયું. ને ચોરી તેનું પાપ બંધાયું. હવે પુણ્ય કયાં તો સો મળ્યા ને પાપ કર્યું તેનાં ત્રણસો ખોયા. આવું છે જગત. ઘાલમેલ કરવામાંય નુકસાન છે.
એટલે બધાં જેટલાં ઓળખાણવાળાં છે એ પ્રતિક્રમણમાં લેવા. પછી બધા અસીલો, વકીલો, જજ પ્રતિક્રમણમાં લેવા. પછી જેની જોડે પરિચય થયો એ બધા લેવા. બપોરે આરામ કરતી વખતે પ્રતિક્રમણ કરવાનું લો. એટલે ઊંધેય આવે નહીં અને આ પ્રતિક્રમણો થાય અને આરામેય થાય. અમારે એવી રીતે લેવાય. પણ અમારું બધું પૂરું થઈ ગયેલું હોય.
સાધુ-સાધ્વીઓનું પ્રતિક્રમણ પછી આ ભવ, ગત ભવ, ગત સંખ્યાત ભવ, ગત અસંખ્યાત ભવોમાં, ગત અનંતા ભવોમાં દીગંબર ધર્મની, સાધુ. આચાર્યની જે જે અશાતના, વિરાધના કરી, કરાવી હોય તો તે બદલ દાદા ભગવાનની
સાક્ષીએ ક્ષમા માગું છું. કિંચિત્માત્ર અપરાધ ના થાય એવી શક્તિ આપજો. એવું બધા ધર્મનું પ્રતિક્રમણ લેવાનું.
આમ કરજો પ્રતિક્રમણ અરે, તે વખતે અજ્ઞાનદશામાં અમારો અહંકાર ભારે. ‘ફલાણા આવા, ફલાણા તેવા’ તે તિરસ્કાર, તિરસ્કાર, તિરસ્કાર, તિરસ્કાર... અને કોઈને વખાણેય ખરા. એકને આ બાજુ વખાણે ને, એકને આનો તિરસ્કાર કરે. ને પછી ૧૯૫૮માં જ્ઞાન થયું ત્યારથી ‘એ. એમ. પટેલને’ કહી દીધું કે, આ તિરસ્કાર કર્યા, ધોઈ નાખો બધા હવે, સાબુ ઘાલીને, તે માણસ ખોળી-ખોળીને બધાં ધો ધો કર્યા. આ બાજુના પાડોશીઓ, આ બાજુના પાડોશીઓ, આ બાજુનાં કુટુંબીઓ, મામા, કાકા, બધાય જોડે તિરસ્કાર થયેલા હોય બળ્યા ! તે બધાના (તિરસ્કાર) ધોઈ નાખ્યા.
પ્રશ્નકર્તા: તે મનથી પ્રતિક્રમણ કર્યું ? સામે જઈને નહીં ?
દાદાશ્રી : મેં અંબાલાલ પટેલને કહ્યું કે આ તમે ઊંધાં કર્યાં છે, એ બધા મને દેખાય છે. હવે તો તે બધા ઊંધાં કરેલાં ધોઈ નાખો ! એટલે એમણે શું કરવા માંડ્યું ? કેવી રીતે ધોવાનાં ? ત્યારે મેં સમજ પાડી કે એને યાદ કરો. ચંદુભાઈને ગાળો દીધી અને આખી જિંદગી ટૈડકાવ્યા છે, તિરસ્કાર કર્યા છે, તે બધું આખું વર્ણન કરી અને ‘હે ચંદુભાઈના મન-વચન-કાયાનો યોગ, ભાવકર્મ, દ્રવ્યકર્મ, નોકર્મથી ભિન્ન એવા પ્રગટ શુદ્ધાત્મા ભગવાન ! આ ચંદુભાઈની માફી માગ માગ કરું છું, તે દાદા ભગવાનની સાક્ષીએ માફી માગું છું. ફરી એવા દોષો નહીં કરું' એટલે પછી તમે એવું કરો. પછી તમે સામાના મોઢા ઉપર ફેરફાર જોઈ લેશો. એનું મોટું બદલાયેલું લાગે. અહીં તમે પ્રતિક્રમણ કરો ને ત્યાં બદલાય.
પ્રશ્નકર્તા : રૂબરૂમાં પ્રતિક્રમણ કરાય ?
દાદાશ્રી : રૂબરૂમાં કરાય. રૂબરૂમાં કરીએ તો બહુ ખાનદાન માણસ હોય તો જ કરાય. નહીં તો પાછો કહેશે, ‘હવે ડાહી થઈને !