________________
૩૭૪
પ્રતિક્રમણ
[૨૩] મત માંડે મોંકાણ ત્યારે
માનસિક પ્રતિકારનું શું ? પ્રશ્નકર્તા : કો'ક વખત આવું અપમાન કરી નાખે તો ત્યાં મનના પ્રતિકાર ચાલુ રહે, વાણીનો પ્રતિકાર કદાચ ના થાય.
દાદાશ્રી : આપણે તો એ વખતે શું બન્યું એનો વાંધો નહીં. અરે, દેહનોય પ્રતિકાર થઈ ગયો, તોય એ જેટલી જેટલી શક્તિ હોય, એ પ્રમાણે વ્યવહાર હોય છે. જેની સંપૂર્ણ શક્તિ ઉત્પન્ન થયેલી હોય, તેને મનનો પ્રતિકારેય બંધ થઈ જાય, છતાં આપણે શું કહીએ છીએ ? મનથી પ્રતિકાર ચાલુ રહે, વાણીથી પ્રતિકાર થઈ જાય, અરે, દેહનોય પ્રતિકાર થઈ જાય. તો ત્રણેય પ્રકારની નિર્બળતા ઊભી થઈ તો ત્યાં ત્રણેય પ્રકારનું પ્રતિક્રમણ કરવું પડે.
પ્રશ્નકર્તા : વિચારનાં પ્રતિક્રમણ કરવાં પડે ?
દાદાશ્રી : વિચાર જોવાના. એનાં પ્રતિક્રમણ નહીં. બહુ ખરાબ વિચાર હોય કો'કના માટે, તો એના માટે પ્રતિક્રમણ કરવાં પડે. પણ કોઈને નુકસાન કરનારી ચીજ હોય ત્યારે જ. એમને એમ આવે, બધું ગમે તેવું આવે. ગાયના, ભેંસના, બધી જાતના વિચાર આવે, એ તો આપણા જ્ઞાનથી ઊડી જાય. જ્ઞાન કરીને જોઈએ તો ઊડી જાય. એને જોવાના ખાલી, એનાં પ્રતિક્રમણ ના હોય. પ્રતિક્રમણ તો આપણે કોઈને તીર વાગ્યું હોય તો જ હોય.
આ આપણે અહીં સત્સંગમાં આવ્યા ને અહીં માણસો ઊભા હોય
તો થાય કે આ બધા શું ઊભા છે ? તે મનમાં ભાવ બગડે, તે ભૂલ માટે તેનું તરત જ પ્રતિક્રમણ કરવું પડે.
પ્રશ્નકર્તા : એવો ભાવ બગડ્યો હોય તો પણ કરવાનો ?
દાદાશ્રી : હા. અભાવ થયો હોય, એવું તેવું થયું હોય, મનમાં સહેજ તિરસ્કાર થયો હોય તોય પણ પ્રતિક્રમણ કરવાનું. મન બગડવું કોને કહેવાય ? મન એકલું બગડતું નથી, આખું અંતઃકરણ બગડે છે. આખી પાર્લામેન્ટનો ઠરાવ થાય ત્યારે પ્રતિપક્ષી ભાવ ઉત્પન્ન થાય છે. ‘સામાને આમ કરી નાખું, તેમ કરી નાખું' તેમ થાય. આ એકલા મનનું કારણ નથી. મન તો શેય છે, વીતરાગી સ્વભાવનું છે. મન બગડી જાય તો પ્રતિક્રમણ કરી નાખવું. અંતઃકરણની પાર્લામેન્ટનો ઠરાવ થઈ જવો અને મન બગડવું એ બે જુદી વસ્તુ છે. જો પ્રતિક્રમણ કરીએને એટલે મન ટાટું પડી જાય. તે હવે પ્રતિક્રમણ કરે એટલે મન હઉ ટાટું પડી જાય. પ્રતિક્રમણ કરાય કરાય કરવાં બધાંનાં !
પ્રશ્નકર્તા : બપોરે પ્રતિક્રમણ કરાવ્યા'તાં.
દાદાશ્રી : તોય ફરી કરાય કરાય કરવા. જેટલાં પ્રતિક્રમણ કરીશ એટલું મહીં મજબૂત થશે આ. જો વિચાર બગડ્યો તો ડાઘ પડશે, માટે વિચાર ના બગાડશો. એ સમજવાનું છે. આપણા સત્સંગમાં તો ખાસ
ધ્યાન રાખવાનું કે વિચાર ના બગડે. વિચાર બગડે તો બધું બગડે. વિચાર આવ્યો કે, હું પડી જઈશ એટલે પડ્યો. માટે વિચાર આવે કે તરત જ પ્રતિક્રમણ કરો, આત્મસ્વરૂપ થઈ જાવ. જો તમને મનને ખેંચે એવું હોય તેનું પ્રતિક્રમણ હોય. આ મને હાર ચઢાવ્યો, તેનું પ્રતિક્રમણ કરવાની જરૂર નથી. આય ‘કેડીટ’ છે, બહુ મોટી ‘કેડીટ’ છે.
ભાવ બગડે ત્યારે
તમે અત્યારે અહીં આવ્યા ને અહીં આગળ બહુ ભીડ હોય તો કો'કને એમ વિચાર આવે કે, આ અત્યારે પાછો ક્યાંથી આવ્યો ? એવા મહીં વિચાર આવી જાય અને પાછી વાણી કેવી નીકળે ? આવો,