________________
(૨૨) નિકાલ, ચીકણી ફાઈલોનો
૩૭૧
૩૭૨
પ્રતિક્રમણ
સોનીનો કાંટો છે. ન્યાય, જબરજસ્ત ન્યાય ! ચોખ્ખો ન્યાય, પ્યૉર ન્યાય ! એમાં પોલંપોલ ચાલે નહીં.
પ્રશ્નકર્તા : પ્રતિક્રમણ કરવાથી કર્મના ધક્કા ઓછા થાય ? દાદાશ્રી : ઓછા થાય ને ! જલદી નિવેડો આવી જાય.
મૃતાત્માના પ્રતિક્ષ્મણો પ્રશ્નકર્તા : જેની ક્ષમાપના માંગવાની છે તે વ્યક્તિનો દેહવિલય થઈ ગયો હોય તો તે કેવી રીતે કરવું ?
દાદાશ્રી : દેહવિલય પામી ગયેલો હોય, તોય આપણે એનો ફોટો હોય, એનું મોટું યાદ હોય તો કરાય. મોટું સહેજ યાદ ના હોય ને નામ ખબર હોય તો નામથીય કરાય, તો એને પહોંચી જાય બધું.
જે વ્યક્તિ જોડે આપણાથી ગૂંચો પડી ગઈ હોય ને તે મરી ગયા હોય તો, તેને યાદ કરીને ગૂંચો ધોઈ નાખવી. જેથી ચોખ્ખું થઈ નિકાલ થઈ જાય ને ગૂંચો ઉકલી જાય. આલોચના, પ્રતિક્રમણ ને પ્રત્યાખ્યાન કરીને ગૂંચો છોડી નાખવી. કારણ કે સ્મૃતિ મરેલાનીય આવે ને જીવતાનીય આવે. જેની સ્મૃતિ આવે તેનું પ્રતિક્રમણ કરવું પડે. કારણ કે આપણે જાણીએ છીએ કે ખરેખર “એ” જીવતો જ છે, મરતો નથી. આનાથી તેના આત્માનેય હિતકર છે અને આપણે પ્રતિક્રમણ કરીએ તો એની ગૂંચમાંથી છૂટી શકીએ.
પ્રશ્નકર્તા : એ કેવી રીતે કરવાનું ?
દાદાશ્રી : મન-વચન-કાયા, ભાવકર્મ, દ્રવ્યકર્મ, નોકર્મ, મૃત્યુ પામેલાનું નામ તથા તેના નામની સર્વ માયાથી નોખા એવા એના શુદ્ધાત્માને સંભારવાના ને પછી ‘આવી ભૂલો કરેલી’ તે યાદ કરવાની (આલોચના). તે ભૂલો માટે મને પશ્ચાત્તાપ થાય છે અને તેની માટે મને ક્ષમા કરો (પ્રતિક્રમણ). તેવી ભૂલો નહીં થાય એવો દેઢ નિશ્ચય કરું છું, એવું નક્કી કરવાનું (પ્રત્યાખ્યાન). ‘આપણે પોતે ચંદુભાઈના જ્ઞાતા-દ્રષ્ટા રહીએ અને જાણીએ કે ચંદુભાઈએ કેટલાં પ્રતિક્રમણ કર્યા, કેટલાં સુંદર ક્યાં અને કેટલીવાર કર્યો.
મહાત્માને એ બધાં તિકાલી કર્મ પ્રશ્નકર્તા : દાદા, જ્ઞાન મળ્યા પછી પણ કોઈકવાર ખરાબ ભાવ ઉત્પન્ન થાય તો શું ? શાથી એવું થાય, દાદા ?
દાદાશ્રી : એય કર્મ કરે છે. એમાં તમે કર્તા છો નહીં. અમથા તમે કર્તા કહીને મહીં મૂંઝાયા કરો છો.
પ્રશ્નકર્તા : તો એવો ખરાબ ભાવ ઉત્પન્ન થાય તો માત્ર જોયા જ કરવાનું?
દાદાશ્રી : ખરાબ કહો છો, તે જ જોખમ છે. ખરાબ હોતું જ નથી કશું. સામાને દુઃખ થાય તો કહેવું કે “ભઈ, કેમ ચંદુભાઈ, તમે દુઃખ ક્યું ? માટે પ્રતિક્રમણ કરો.” ભગવાનને ત્યાં ખરાબ-સારું છે નહીં. એ બધું સમાજને છે.
મહાત્માઓને ભાવ-અભાવ હોય છે પણ એ નિકાલીકર્મ છે, ભાવકર્મ નથી. ક્રોધ-માન-માયા-લોભ-રાગ-દ્વેષ ને ભાવાભાવ એ બધાં નિકાલકર્મ છે. તેનો સમભાવે નિકાલ કરવાનો છે. આ કર્મો પ્રતિક્રમણ સહિત નિકાલ થાય. એમને એમ ના નિકાલ થાય.
એવું છેને, આ સો રૂપિયાનાં કપ-રકાબી છે તે જ્યાં સુધી આપણો હિસાબ છે, ઋણાનુબંધ છે ત્યાં સુધી તે જીવતાં રહેશે. પણ હિસાબ પૂરો થયા પછી રકાબી ફૂટી જાય. તે ફૂટી ગયું તે વ્યવસ્થિત, ફરી સંભારવાના ના હોય. અને આ માણસોય પ્યાલા-રકાબી જ છેને ? આ તો દેખાય છે કે મરી ગયા પણ મરતા નથી, ફરી અહીં જ આવે છે. એટલે તો મરેલાનાં આપણે પ્રતિક્રમણ કરીએ તો તેને પહોંચે. એ જ્યાં હોય ત્યાં એને પહોંચે.