________________
(૨૦) જાગૃતિ, વાણી વહે ત્યારે...
દાદાશ્રી : એનો વિચાર આપણે નહીં કરવાનો. આપણે તો ચંદુભાઈને કહેવું કે પ્રતિક્રમણ કરો. બસ એટલું જ કહેવું.
આ ‘અક્રમ વિજ્ઞાન’ છે. તેથી પ્રતિક્રમણ મૂકવું પડ્યું છે. આ જન્મમાં જ વાણી સુધરે
૩૪૫
પ્રશ્નકર્તા ઃ પ્રતિક્રમણ કર્યા પછી અમારી વાણી બહુ જ સરસ થઈ જશે, આ જન્મમાં જ ?
દાદાશ્રી : ત્યાર પછી તો ઓર જ જાતનું હશે ! અમારી વાણી છેલ્લામાં છેલ્લી ઢબની નીકળે છે એનું કારણ જ પ્રતિક્રમણ છે અને નિર્વિવાદી છે એનું કારણ પણ પ્રતિક્રમણ જ છે. નહીં તો વિવાદ જ હોય. બધે જ વિવાદી વાણી હોય. વ્યવહારશુદ્ધિ વગર સ્યાદ્વાદ વાણી નીકળે નહીં. વ્યવહારશુદ્ધિ પહેલી હોવી જોઈએ.
܀ ܀ ܀ ܀ ܀
[૨૧]
છૂટે પ્રકૃતિ દોષો આમ
અંતરાય, પૂર્વતી ભૂલતા પરિણામે
પ્રશ્નકર્તા : લક્ષ જ્યારે ચૂકાય ત્યારે આપણી ભૂલ સમજવી કે અંતરાય સમજવા ?
દાદાશ્રી : ભૂલ તો એવું છેને કે અંતરાય આવ્યા તે ઊભા કરેલા છે. એટલે બધી ભૂલો આપણી જ કહેવાય છે. અંતરાય કેમ આવ્યા ? હવે એ અંતરાય ધીમે ધીમે ઓછા થઈ જશે. એટલે ભૂલનો ખેદ કરવા જેવું નથી.
પ્રશ્નકર્તા : અંતરાય આપણી ભૂલોનાં પરિણામ છે ?
દાદાશ્રી : પહેલાં ભૂલો કરેલી તેનાં આ બધાં પરિણામ છે. તે
તો અંતરાયથી જ ભોગવવાં પડે ને ?
પ્રશ્નકર્તા : પછી તેનો ખેદ ના કરવો ને ?
દાદાશ્રી : ના, ના. અફસોસ કોણ કરનારા ? આત્મામાં અફસોસનો ગુણ જ નથી ને ! જાગૃતિ વધારે રાખવી જરા, તે ઘડીએ શુદ્ધાત્મા, શુદ્ધાત્મા બોલીએ એટલે જાગૃતિ આવી જાય.
પ્રશ્નકર્તા : ખેદને બદલે પ્રતિક્રમણ ઘટે ?
દાદાશ્રી : એટલાં બધાં પ્રતિક્રમણ ના થાય માણસને. બધાનું ગજું નહીં ને. બધા તો વ્યવહારથી કરે એટલું જ બહુ થઈ ગયું. બહુ પ્રતિક્રમણ ના થાય. આખો દહાડો કામકાજ બધાં જાતજાતનાં હોય.