________________
(૧૯) જૂઠના બંધાણીને..
૩૨૯
[૨૦]. જાગૃતિ, વાણી વહે ત્યારે
છે કે, કોઈને દુઃખ થાય તો આપણે પ્રતિક્રમણ કરવું. દુઃખ ના થવું જોઈએ આપણાથી. તમે ‘ચંદુભાઈ’ હતા એ અહીંયા દુનિયામાં સાચા. બાકી ભગવાનને ત્યાં તો એ “ચંદુભાઈયે નહીં. આ સત્ય ભગવાનને ત્યાં અસત્ય છે.
સંસાર ચાલે, સંસાર અડે નહીં, નડે નહીં ને કામ થાય એવું છે. ફક્ત અમારી આજ્ઞાનું આરાધન કરવાનું છે. ‘ચંદુભાઈ’ જૂઠું બોલે તેય આપણે ત્યાં વાંધો નથી. જૂઠું બોલે તો સામાને નુકસાન થયું. તે આપણે ‘ચંદુભાઈને કહીએ, ‘પ્રતિક્રમણ કરી લો.’ જૂઠું બોલવાનો પ્રકૃતિ ગુણ છે. એટલે બોલ્યા વગર રહે નહીં. જૂઠું બોલવાને માટે હું વાંધો ઉઠાવતો નથી. હું જૂઠું બોલ્યા પછી પ્રતિક્રમણ ના કરવાનો વાંધો ઉઠાવું છું. જૂઠું બોલીએ અને પ્રતિક્રમણના ભાવ થાય તે વખતે ધ્યાન જે વર્તે છે તે ધર્મધ્યાન હોય છે. લોક ધર્મધ્યાન શું છે એને ખોળે છે. જૂઠું બોલાય, ત્યારે ‘દાદા’ પાસે માફી માગવી અને ફરી જૂઠું બોલાય જ નહીં તેવી શક્તિઓ માગવી.
વાણીથી કર્મબંધત વધારે મનનો એટલો વાંધો નથી, વાણીનો વાંધો છે. કારણ કે મન તો ગુપ્ત રીતે ચાલતું હોય, પણ વાણી તો સામાની છાતીએ ઘા વાગે. માટે આ વાણીથી જે જે માણસોને દુઃખ થયાં હોય તે બધાની ક્ષમા માગું છું, એમ પ્રતિક્રમણ કરાય.
પ્રશ્નકર્તા : પ્રતિક્રમણથી વાણીના એ બધા દોષો માફ થઈ જશેને ?
દાદાશ્રી : દોષો ઊભા રહે, પણ બળેલી દોરી જેવા દોષ ઊભા રહે. એટલે આવતે ભવ આપણે ‘આમ કર્યું કે ખંખેરાઈ જાય બધા પ્રતિક્રમણથી. એમાંથી રસકસ ઊડી જાય બધો.
કર્તાનો આધાર હોયને તો કર્મ બંધાય. હવે તમે કર્તા નથી. એટલે પાછલાં કર્મ હતાં તે ફળ આપીને જાય. નવાં કર્મ બંધાય નહીં.
પ્રશ્નકર્તા : પણ દાદા, સામા માણસને ‘ઇફેક્ટ’ શું થાય પછી ?
દાદાશ્રી : તેનું આપણે જોવાનું નહીં. પ્રતિક્રમણ કરીએ એટલે પછી આપણે જોવાનું નહીં. પ્રતિક્રમણ વધારે કરવાનાં.
પ્રશ્નકર્તા : ધારો કે જીભથી કહ્યું, તો એને મારા તરફથી તો દુ:ખ થઈ ગયું કહેવાય ?
દાદાશ્રી : હા, એ દુ:ખ તો આપણી ઇચ્છા વિરુદ્ધ થયું છેને,