________________
૩૧૪
પ્રતિક્રમણ
(૧૮) વિષય જીતે તે રાજાઓનો રાજા !
૩૧૩ જગ્યાએ દષ્ટિ ખેંચાય, એ તો ઇન્ટરેસ્ટ (રુચિ) હોય તો જ, એવું ના કહેવાય ?
દાદાશ્રી : ઇન્ટરેસ્ટ જ ને ? ઇન્ટરેસ્ટ વગર તો દૃષ્ટિ ખેંચાય જ નહીંને ?
પ્રશ્નકર્તા : હા, પણ ઇન્ટરેસ્ટ થયો એટલે બીજ પડ્યું કે નહીં ?
દાદાશ્રી : એ પાછું ગાંડું બોલ્યા, ઇન્ટરેસ્ટ વગર તો ખેંચાય જ નહીં ?
પ્રશ્નકર્તા : મહીં રુચિ ખરી. દૃષ્ટિ ખેંચાય એનું પ્રતિક્રમણ થાય, પછી રાત પડી કે પાછું દૃષ્ટિ ત્યાં આગળ જાય, રુચિ થાય, એનું પ્રતિક્રમણ થઈ જાય એ ચેપ્ટર (પ્રકરણ) પૂરું થઈ ગયું. પાછી પાંચદસ મિનિટ અસર થાય. એટલે થાય કે આ શું ગરબડ છે ?
દાદાશ્રી : એ ફરી ધોઈ નાખવું જોઈએ. એટલું જ બસ. પ્રશ્નકર્તા : બસ એટલું જ ? બીજું મનમાં કાંઈ રાખવાનું નહીં ?
દાદાશ્રી : આ માલ આપણે ભરેલો છે અને જવાબદારી આપણી છે. એટલે આપણે જોયા કરવાનું, ધોવામાં કાચું ના રહી જવું જોઈએ.
પ્રશ્નકર્તા : કપડું ધોવાઈ ગયું કોને કહેવાય ?
દાદાશ્રી : આપણને પોતાને જ ખબર પડે કે મેં ધોઈ નાખ્યું પ્રતિક્રમણ કરીએ એટલે.
પ્રશ્નકર્તા : મહીં ખેદ રહેવો જોઈએ ?
દાદાશ્રી : ખેદ તો રહેવો જ જોઈએને ? ખેદ તો જ્યાં સુધી આ નિવેડો ના આવે ત્યાં સુધી ખેદ તો રહેવો જ જોઈએ. આપણે તો જોયા કરવાનું ખેદ રાખે છે કે નહીં તે. આપણે આપણું કામ કરવાનું છે, એ એનું કામ કરે.
પ્રશ્નકર્તા: બહુ ચીકણું છે, દાદા. એમાં થોડો થોડો ફરક પડતો જાય છે.
દાદાશ્રી : જેવો દોષ ભરેલો એવો નીકળે. પણ તે બાર વર્ષે કે દસ વર્ષે, પાંચ વર્ષે બધું ખાલી થઈ જશે, ટાંકીઓ બધું સાફ કરી નાખશે. પછી ચોખ્ખું ! પછી મજા કરો !
પ્રશ્નકર્તા : એક વખત બીજ પડી ગયું હોય એટલે રૂપકમાં તો આવે જ ને ?
દાદાશ્રી : બીજ પડી જ જાયને ! એ રૂપકમાં આવવાનું પણ જ્યાં સુધી એનો જામ થયો નથી, ત્યાં સુધી ઓછાવત્તા થઈ જાય એટલે મરતાં પહેલાં એ ચોખ્ખો થઈ જાય.
તેથી અમે વિષયના દોષવાળાને કહીએ છીએ કે વિષયના દોષ થયા હોય, બીજા દોષ થયા હોય, તેને કહીએ કે, રવિવારે તું આમ ઉપવાસ કરજે ને આખો દહાડો એ જ વિચાર કરીને, વિચાર કરી કરીને એને ધો ધો કર્યા કરજે. એમ આજ્ઞાપૂર્વક કરેને, એટલે ઓછું થઈ જાય !
પ્રત્યક્ષ આલોચનાથી રોકડું છૂટાય પ્રશ્નકર્તા : મારી દૃષ્ટિ પડે ને ક્યારેક, તો મને થાય કે અરેરે ! આ દૃષ્ટિ ક્યાં પડી ? પ્રતિક્રમણ કરવું પડશે. કંટાળો આવે.
દાદાશ્રી : પણ કંટાળો આવે ને, એ તો દૃષ્ટિ પડી જાય છે. આપણે પાડવી નથી છતાં પડી જાય છે. માટે પુરુષાર્થ કરવાનો અને પ્રતિક્રમણેય કરવાની જરૂર છે.
પ્રશ્નકર્તા : અમુક વસ્તુનો એટલો બધો ગુસ્સો આવે છે કે, એમ થાય છે કે આ કેમ આવું થાય છે ? સમજમાં નથી આવતું ?
દાદાશ્રી : ગયા ફેરે પ્રતિક્રમણ ના કર્યા. તેથી આ ફેરે ફરી દૃષ્ટિ પડે છે. હવે પ્રતિક્રમણ કરશું એટલે ફરી નહીં પડે, આવતા ભવમાં.