________________
(૧૨) છૂટે વ્યસનો, જ્ઞાની રીતે
૨૧૯ પ્રશ્નકર્તા : અંબાલાલભાઈને તો અડેને ? ‘દાદા ભગવાન ને તો વેદનીય કર્મ ના અડે ?
દાદાશ્રી : ના, કોઈનેય અડે નહીં એવું આ વિજ્ઞાન છે. અડતું હોય તો ગાંડા જ થઈ જાયને ? આ તો અણસમજણથી દુ:ખ છે. સમજણ હોય તો આ ફાઈલનેય ના અડે. કોઈનેય અડે નહીં. જે દુઃખ છે તે અણસમજણનું જ છે. આ જ્ઞાનને જો સમજી લેને, તો દુઃખ જ હોય કેમ કરીને ? અશાતાય ના હોય ને શાતાય ના હોય.
[૧૩] વિમુક્તિ, આર્ત-રૌદ્રધ્યાન થકી
આર્તધ્યાત એટલે પ્રશ્નકર્તા: આર્તધ્યાન ને રૌદ્રધ્યાન ક્ષણે ક્ષણે થયાં જ કરતાં હોય છે. તો આર્તધ્યાન કોને કહેવું ને રૌદ્રધ્યાન કોને કહેવું એ જરા સ્પષ્ટીકરણ કરી આપો.
દાદાશ્રી : આર્તધ્યાન છે તે પોતે પોતાને જ, કોઈનેય વચ્ચે લાવે નહીં. કોઈના ઉપર ગોળી વાગે નહીં એવી રીતે સાચવી અને પોતે પોતાની મેળે દુઃખ વેઠ્યા કરે અને કોકના ઉપર ગોળી છોડી દે એ રૌદ્રધ્યાન.
આર્તધ્યાન તો પોતાને જ્ઞાન ના હોય અને ‘હું ચંદુલાલ છું’ એમ થઈ જાય, અને મને આમ થાય કે આમ થયું તો શું થઈ જશે ? છોડીઓ તું પૈણાવાનો હતો ? ૨૪ વરસની થાય ત્યારે પૈણાવાની. ૩૦ વરસની થાય ત્યારે, આ પાંચ વર્ષની હોય ત્યારથી ચિંતા કરે, એ આર્તધ્યાન કર્યું કહેવાય.
પોતાને માટે અવળું વિચારવું, અવળું કરવું, પોતાની ગાડી ચાલશે કે નહીં ચાલે ? માંદા થયા ને મરી જવાય તો શું થાય ? એ આર્તધ્યાન કહેવાય.
પ્રશ્નકર્તા : અગ્રલોચના, ભવિષ્યની ચિંતા ?
દાદાશ્રી : અગ્રલોચના, એ બધું આર્તધ્યાન કહેવાય. એ પણ જ્ઞાન ના હોય ત્યારે આર્તધ્યાન કહેવાય. કાલે શું થશે ? ફલાણો કાગળ