________________
૨૦૧
૨૦૨
પ્રતિક્રમણ
(૧૧) પુરુષાર્થ, પ્રાકૃત દુર્ગુણો સામે...
પ્રશ્નકર્તા : પણ દાદા, દ્વેષ એ તો રાગનું જ ફરજદ છેને ?
દાદાશ્રી : હા. એ ફરજન્ટ તેનું છે, પણ એનું પરિણામ છે, ફરજન્ટ એટલે એનું પરિણામ છે. એ રાગ બહુ થયોને, જેના પર રાગ કરીએને, તે એક્સેસ (વધુ પડતો) વધી જાય, એટલે એની પર દ્વેષ થાય પાછો. કોઈ પણ વસ્તુ એનાં પ્રમાણની બહાર જાય એટલે આપણને ના ગમતી થાય અને ના ગમતી હોય એનું નામ દ્વેષ. સમજમાં આવ્યું?
પ્રશ્નકર્તા : હા, સમજમાં આવ્યું.
દાદાશ્રી : એ તો આપણે સમજી લેવાનું કે, આપણા જ રિએક્શન આવ્યાં છે બધાં ! આપણે એને માનથી બોલાવીએ અને આપણને એમ થાય કે એનું મોઢું ચઢેલું દેખાય, એટલે આપણે જાણવું કે આપણે આ રિએક્શન છે. એટલે શું કરવું ? પ્રતિક્રમણ કરવાં. બીજો ઉપાય નથી જગતમાં. ત્યારે આ જગતના લોકો શું કરે ? એની પર પાછું મોઢું ચડાવે ! એટલે ફરી હતું એવું ને એવું જ ઊભું કરે પછી. આપણે શુદ્ધાત્મા થયા એટલે અટાવીપટાવીને, આપણી ભૂલ એક્સેપ્ટ (સ્વીકાર) કરીને પણ ઊંચું મૂકી દેવું જોઈએ. અમે તો જ્ઞાની પુરુષ થઈને (પણ) એમ બધી ભૂલો એક્સેપ્ટ કરીને કેસ ઊંચો મૂકી દઈએ.
માત, શુભમર્ણાર્થે પ્રશ્નકર્તા : પણ દાદા, માનના પરમાણુ હોય બહુ જ, તો નુકસાનકારક કહેવાય ?
દાદાશ્રી : ક્યા ?
પ્રશ્નકર્તા : એવું માન હોય કે, ચાલો ભઈ, આનું ભલું કરીએ, આનું સારું કરીએ.
દાદાશ્રી : ના, કોઈ વસ્તુ નુકસાનકારક છે નહીં. નુકસાનકારક તો બીજાને તિરસ્કારવાળું માન એ વ્યક્તિને નુકસાનકારક છે.
માન એટલે કોને કહેવું ? કે જે માન એક્સેસ હોય, લોકોને તિરસ્કારવાળું હોય, બાકી આ હું સારું કરું, એનો વાંધો છે જ નહીં.
પ્રશ્નકર્તા : હું આમ બહુ એનાલીસીસ (પૃથક્કરણ) કરું ત્યારે એમ લાગે કે ઊંડે ઊંડે એવી એક ઇચ્છા રહી હોય કે, આમ માન, વટ પણ એ કેવી જાતનો, કોઈનો લાભ લેવા માટે નહીં, કોઈનું સારું કરવા માટે.
દાદાશ્રી : આ જે માન છેને, તે માન તમને આ જગ્યાએ લાવ્યું. નહીં તો આ માન જો ભરેલું ના હોત તો તમે બીજી જગ્યાએ હોત.
પ્રશ્નકર્તા કેમ કે સીમંધર સ્વામીનું મંદિર હોયને, તો મને એમ થાય કે, હું તો આમાં હરીફાઈમાં ઊતરું.
દાદાશ્રી : એના જેવી વાત જ ના હોયને આ દુનિયામાં. એ તો બહુ સારામાં સારી વસ્તુ.
બાકી માન કોને કહેવાય ? હું તમને કંઈક કહીશ, પણ બીજાને દુઃખ થાય એવું હોય, પછી એવું આપણું વર્તન હોય તેને માન કહેવાય. આ તો લોકોને બહુ આનંદ થાય. સવારમાં ઊઠેને તો જેને ભગવાન ઉપર ભાવ છે, એની પર દાદાનો ભાવ સંપૂર્ણ જ હોય. એટલે આ તો સારી વસ્તુ છે. આવું બને નહીં. પછી એ (મંદિર) બન્યું કે ના બન્યું, એ વાત જુદી છે પણ આ ઊંચો ભાવ આવ્યો બહુ સારો. તમને ખ્યાલમાં આવી ગયું. બધી વાત ?
પ્રશ્નકર્તા : હા. એવી ભાવના સતત રહે કે કંઈક કરું, કંઈક કરું. અને ગમે તેટલું કરું તોયે એમ જ લાગે કે હજુ કશું કર્યું નથી ?
દાદાશ્રી : હા. એવું લાગ્યા કરે. જાણે ભૂખ્યા ને ભૂખ્યા હોઈએ ! બહુ ઊંચી વસ્તુ છે આ ! કોઈક મહાપુણ્યશાળીને પ્રાપ્ત થાય એવી વસ્તુ છે આ.
એ છે પૂર્વે ભરેલા પમાણુઓ પ્રશ્નકર્તા : ઈર્ષા થાય છે તે ના થાય તે માટે શું કરવું ?