________________
(૮) ‘આમ’ તૂટે શૃંખલા ઋણાનુબંધની
૧૬૭
દાદાશ્રી : આપણે તેનું પ્રતિક્રમણ કરવું પડે. આ તો વ્યવહાર
છે. આમાં બધી જાતનાં લોક છે. તે મોક્ષ ના જવા દે.
પ્રશ્નકર્તા : એ પ્રતિક્રમણ આપણે શાનું કરવાનું ?
દાદાશ્રી : પ્રતિક્રમણ એટલા માટે કરવાનું કે આમાં મારા કર્મનો ઉદય હતો ને તમારે આવું કર્મ બાંધવું પડ્યું. એનું પ્રતિક્રમણ કરું છું ને ફરી એવું નહીં કરું કે જેથી કરીને કોઈને મારા નિમિત્તે કર્મ બાંધવું
પડે.
જગત કોઈને મોક્ષે જવા દે તેવું નથી. બધી રીતે આંકડા આમ ખેંચી જ લાવે. તેનાથી આપણે પ્રતિક્રમણ કરીએ તો આંકડો છૂટી જાય. એટલે મહાવીર ભગવાને આલોચના, પ્રતિક્રમણ ને પ્રત્યાખ્યાન આ ત્રણ વસ્તુ એક જ શબ્દમાં આપી છે. બીજો કોઈ રસ્તો જ નથી. હવે પોતે પ્રતિક્રમણ ક્યારે કરી શકે ? પોતાને જાગૃતિ હોય ત્યારે, જ્ઞાનીપુરુષ પાસે જ્ઞાન પ્રાપ્ત થાય ત્યારે એ જાગૃતિ ઉત્પન્ન થાય. આપણે પ્રતિક્રમણ કરી લેવું, એટલે આપણે જવાબદારીમાંથી છૂટ્યા.
આમ વિશ્વાસ પાછો મેળવાય ?
પ્રશ્નકર્તા : કોઈ માણસ ઉપરથી આપણને વિશ્વાસ ઊડી ગયો હોય, એણે આપણી જોડે વિશ્વાસઘાત કર્યો હોય અને આપણને વિશ્વાસ ઊડી ગયો હોય. એ વિશ્વાસ પાછો મેળવવા શું કરવું જોઈએ ?
દાદાશ્રી : એના માટે જે ખરાબ વિચાર કર્યા હોયને, એનો છે તે પશ્ચાત્તાપ કરવો જોઈએ. વિશ્વાસ ઊડી ગયા પછી આપણે જે જે ખરાબ વિચાર કર્યા હોય, એનો પશ્ચાત્તાપ લેવો પડે, પછી રાગે પડી જાય. એટલે પ્રતિક્રમણ કરવાં પડે.
વારંવાર પ્રતિક્રમણ શાને ?
પ્રશ્નકર્તા : બધી એક્સ્પર્ટ (હોશિયાર) બેનો ભેગી થઈ છે અને
પ્રતિક્રમણ
એકબીજા પર કપટ કરે છે. પણ પછી તરત મનમાં પ્રતિક્રમણ કરે ને મોઢેય માફી માંગી લઈએ. એકબીજા સામસામીય કપટ થઈ જાય, પણ એમને તરત થાય કે, આ ભૂલ થઈ ગઈ. હવે આમાં આ ભઈ કહે છે કે, એવી ભૂલ થવા જ ના દેવી જોઈએ.
૧૬૮
દાદાશ્રી : ના, એવું ચાલે નહીં. એવો પાછો નવો કાયદો લાવ્યો ? અહીં તો નો લૉ લૉ. અહીં કાયદો જ નથીને !
પ્રશ્નકર્તા : જો એકવાર સાચું પ્રતિક્રમણ કરે, તો એ ભૂલ
બીજીવાર થવી ના જોઈએ.
દાદાશ્રી : ના, એવું ના કહેવાય. કેટલાંકનાં તો પચાસ-પચાસ, સો-સો છે તે પડળ હોય.
પ્રશ્નકર્તા : પણ એવું કંઈક જોરદાર એવું પ્રતિક્રમણ ના હોય કે એક સાથે બધાં પડળ કાઢી નાખે ?
દાદાશ્રી : ના થાય તે. એવું ના થાય.
પ્રશ્નકર્તા : અક્રમ પ્રતિક્રમણ કરોને ?
દાદાશ્રી : એ તો બે હાથે જમાય નહીં. એક જ હાથે જમવું પડે. એ તો પ્રમાણથી જ બધું સારું. બહુ દહાડાનો તાવ હોય તો એક દહાડો આખી દવાની શીશી પી ગયા એ ચાલે ?
પ્રશ્નકર્તા : ના ચાલે.
દાદાશ્રી : એથી પછી ઊંધું થાય. બધું પ્રમાણથી શોભે. તે તો પછી નીકળી જાય.
એ છે ક્રિયા દૂધમાંથી મીઠું કાઢવાતી
દાદાની કૃપાથી બધું રાગે પડી જશે. એટલે નવું ઉમેરજો કે, છેવટે આપણે જાણીએ છીએ કે, આ બગડે એવું છે અને આ દૂધની સવારમાં ચા નહીં થાય, તો પછી મીઠું કાઢી નાખવાની ક્રિયા આપણે કરવી,