________________
(૪) ખાતી વખતે ખીટપીટ !
૯૫
૯૬
પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર
દાદાશ્રી : વાત ખરી છે, તેટલા માટે તો હું અહીં કોઈ દહાડો જમતી વખતે બોલતો નથી એનું શું કારણ ? કે હું કહું કે જરા મીઠું વધારે છે તો કાલે બીજે દહાડે ઓછું નાખશે. એના કરતાં બોલવાનું નહીં. એટલે એની મેળે રેગ્યુલર રહેશે. કોઈ દહાડોય બોલ્યો નથી.
પ્રશ્નકર્તા : પણ દાદા, આ તો એવી વાત કીધી કે અમારા જેવા જે સાંભળનાર છે તે દરેકના ઘરની અંદર તો શાંતિ શાંતિ થઈ જાય.
દાદાશ્રી : હા, શાંતિ શાંતિ થઈ જાય.
પ્રશ્નકર્તા : કારણ કે આ સિવાય બીજું કંઈ કર્યું જ નથી. સાંજથી સવાર સુધી તેં આમ ન કર્યું, તે તેમ ન કર્યું, તે આમ કર્યું, તેં તેમ
ગાતર ઢીલાં પડશે, ત્યારે હુંય બેસાડીશ કહે એના કરતાં આપણે બદલો ના માંગીએ, તે શું ખોટું ? આપણે એમને વઢીએ નહીં તો એ આપણને કોઈ દા'ડો વઢે નહીં, તે આપણું ગાડું સીધું-સરળ ચાલી જાય, આ તો પરસ્પર છેને ? કંઈ ઓછું આપણે લીધે એ રહે છે ? એને લીધે આપણે છીએ ને આપણે લીધે એ છે. પરસ્પર છે. આ તો લોકો કહે છે, “ના, મારી બાયડી.” અલ્યા મુઆ, નહોય, એ બાયડી, એવું ના બોલીશ, મૂઆ ! બાયડી અપમાનજનક શબ્દ છે, “અમારા પત્ની છે,' એમ બોલ. મૂઆ, બાયડી બોલે છે ? અને આ મોટો ધણી બેઠો ! વ્યવહારિક કૉલેજનું કશું જાણતો નથી ને ધણી થઈ બેઠો ! ના ડફળાવાનાં હોય ત્યારે ડફળાવે અને ડફળાવાનાં હોય ત્યારે સમજણ ના પડે. તમારે ત્યાં ધણી થઈ બેસે છે કોઈ ?
આપણે શું અવલંબન લેવાનું, પ્રાપ્તને ભોગવો, અપ્રાપ્તનો વિચાર નહીં કરવાનો. પ્રાપ્ત જે આવ્યું, જેટલું ઠીક લાગે ને એટલું ખાઈને ઊભું થઈ જવું. કોઈને કષાય ઉત્પન્ન ના થાય એવું વાતાવરણ રાખવું. આપણા નિમિત્તે કોઈને કષાય ના થાય, એવું આપણું નિમિત્ત રહેવું જોઈએ. અને કોઈ માણસ કહેશે, ભઈ, તો જગત સુધરે કેમ કરીને ? એ તો જમી રહ્યા પછી ધીમે રહીને કહેવું, કે આજ દાળ છેને, તેમાં જરાક સહેજ મીઠું વધારે પડતું હતું, તમને ગમ્યું? ત્યારે કહે, ના, મનેય લાગ્યું છે. હવે કાલે ફેરફાર સહેજ કરજો, કહીએ. પણ મોળી ના થઈ જાય એટલું રાખજો. એ પાછું ચેતવવું જોઈએ. પેલો કિનારો કહેવો પડે. પેલો કિનારો ના કહીએ તો પાછું એ કિનારાની આઉટ ઓફ જતું રહે.
દાદાશ્રી : પણ એવું હું ભાણા ઉપર બેઠા પછી કોઈ દહાડો બોલ્યો નથી. કારણ કે મારું પેલું વચન એવું ખરુંને, એટલે પછી બીજે દહાડે હાથ ધ્રુજતો હોય કે ઓછું પડશે કે વધારે પડશે, ઓછું પડશે કે વધારે પડશે, તે પછી ઓછું પડી જાય એટલે મારાથી તો અક્ષરેય બોલાય જ નહીં ! અને તમે ના બોલો તો ઉત્તમ.
પ્રશ્નકર્તા : પણ બોલવાથી તો ફેર પડતો જ નથી ! જે હથોટી એ હથોટી પ્રમાણે જ થાય.
દાદાશ્રી : ફેર પડે નહીં કરું. તે એ મેં જોઈ લીધેલું પાછું. એમ એનો અનુભવ કાઢી લીધેલો, કે આ બધું નકામું જાય છે બોલવાનું તે. રોજ તમે ખોડો કાઢો છો, તે હવે વેર બંધાય છે તે જુદું !
પ્રશ્નકર્તા: હું કહું કે આ થોડા વર્ષ જીવવાનું, હવે તો કઢી સહેજ ગળી ખવડાય પણ ના ખવડાવે.
દાદાશ્રી : તે એનું નામ જ ભ્રાંતિ ને ! ફૂલિશનેશ જેને કહેવામાં આવે છે. એટલે કકળાટ કર્યા વગર ખઈ જાવને છાનામાના ? ના ખાઈ લેવાય ? કકળાટ, કકળાટ ! રોજ કકળાટ ! પછી આપણો વખત આવેને ત્યારે સ્ત્રી એય ખોડો કાઢવા માટે તૈયારી થઈ ગયેલી હોય ! એ જ્યારે
પ્રશ્નકર્તા : બરાબર છે દાદા પણ આ આપે જે દૃષ્ટાંત આપ્યું તે પરમાર્થમાં જો લેવાય તો અમારું તો કલ્યાણ થઈ જાય. આ કંઈ લૌકિકની વાતો આપની પાસે હોતી નથી.
દાદાશ્રી : બરાબર છે. એટલે લૌકિક સમજ જો હોયને તોય બહુ થઈ ગયું, ઘરમાં શાંતિ થઈ જાય. વગર કામની તો અથડામણ એની જ થાય છે બધી !