________________
(૪) ખાતી વખતે ખીટપીટ !
પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર
ભૂલ કોઈની કાઢવાની ના હોય. વાઈફની ભૂલ કાઢવાની ના હોય. વાઈફે ધણીની ભૂલ ના કાઢવાની હોય. સાધારણ ચેતવણી આપવી, કે ભઈ આજે... તેય જમી રહ્યા પછી. આ તો જમતી વખતે મૂઓ બગડે. એટલે બધું આ જ રસ રોટલી હોયને તો એમાં ખાવામાં મજા ના આવે. તમને સમજાય છે મારી વાત, જાગૃતિમાં તો લેવી જોઈએ કે ના લેવી જોઈએ ? ઘરમાં શાંતિ બિલકુલ રહેવી જોઈએ, અશાંતિ થવી જ ના જોઈએ. અશાંતિ કરવાથી આવતા ભવને નુકસાન કરો છો, આવતો ભવ બંધાય છે, વેર બંધાય છે સ્ત્રી જોડે. કોઈ દહાડો પજવે કે, ધણી પજવે ! હં ! ... શું કહે છે ?
બધી સ્ત્રીઓ ભાવે ભરથાર,
ન મળો ફરી કો' અવતાર ! કઢીમાં કો'ક દહાડો મીઠું વધારે પડ્યું હોય તો, આ ખારું દવ કર્યું છે, કહે, ત્યારે મૂઆ રોજ મીઠું બરોબર હોય તોય બોલતો નથી ને અત્યારે એક દહાડા હારુ કાળમુખો શું કરવા થઉં છું ? કાળમુખો થઈને ઊભો રહ્યો હોય ! રોજ સારું થાય ત્યારે ઈનામ આપતો નથી. ખરો કાયદો શું ? ભોગવનારનો વાંક હોય ત્યારે કઢી ખારી થઈ જાય. એને તો ખારીની ઇચ્છા નથી, કેમ ખારી થઈ ગઈ ? ત્યારે કહે, ભોગવનારના ભાગમાં વાંકું છે આજે. એટલે ભોગવે એની ભૂલ છે. કોની ભૂલ છે ? હવે આ ઊંધું સમજીને બધું બાફ બાફ કરે. અને તે કચુંબર રાખવાનું તેને બાફે અને બાફવાને કચુંબર કરે, થોડું ના સમજવું જોઈએ ? તમને કેમ લાગે છે ? આ લોકોનું આપેલુ લૌકિક જ્ઞાન ન શીખીએ તો માર ખઈ ખઈને મરી જઈએ. એ તો જ્ઞાની પાસે એક કલાક બેઠા હોયને, તો કેટલાય આંકડા મળી જાય. ચાવીઓ મળી જાય. ડાહ્યા થઈ જઈએ.
તું થોડો ડાહ્યો થયો કે ના થયો ? થોડોઘણો ડાહ્યો થયો કે નથી થયો હજુ ? થઈ જવાશેને, ડાહ્યો ? સંપૂર્ણ ડાહ્યો થઈ જવાનું. ઘેર ‘વાઈફ” કહેશે, “અરે, એવા ધણી ફરી ફરી મળજો.” મને અત્યાર સુધીમાં એક બેને કહ્યું, ‘દાદા, ધણી મળે તો આનો આ જ મળજો.’ તું એકલી બેન મળી મને. મોઢે બોલે, પણ પાછળથી તો આવડે ચોપડે. મારે ત્યાં નોંધ છે. એક કહેનારી મળી !
સસરો જ રહ્યો ભારમાં,
તો રહેશે વહુ લાજમાં ! બાકી સ્ત્રીને વારે ઘડીએ આડછેટ આડછેટ ના કરાય. ‘શાક ટાટું કેમ થઈ ગયું ? દાળમાં વઘાર બરોબર નથી કર્યો', એમ કચકચ શું કરવા કરે છે ? બાર મહિનામાં એકાદ દહાડો એકાદ શબ્દ બોલ્યા હોય તો ઠીક છે. આ તો રોજ ? ‘ભાભો ભારમાં તો વહુ લાજમાં.” આપણે ભારમાં રહેવું જોઈએ. દાળ સારી ના થઈ હોય, શાક ટાઢું થઈ ગયું હોય તો તે કાયદાને આધીન થાય છે. અને બહુ થાય ત્યારે ધીમે રહીને વાત કરવી હોય તો કરીએ કોઈ વખત કે, ‘આ શાક રોજ ગરમ હોય છે, ત્યારે બહુ સરસ લાગે છે.” આવી વાત કરીએ તો એ ટકોર સમજી જાય. એટલે સહુસહુનાં ધ્યાનમાં રાખે. ભાભો ભારમાં તો વહુ લાજમાં પણ ભાભા જ અમારે ત્યાં શું કરતા હતા ? આમ છે તે પહેલાં અમારે ત્યાં રિવાજ હતો. મોટા માણસોની નાની સ્ત્રીઓ છે તે લાજ કાઢે. એટલે મોટું ના દેખાડે. આમ ફરીને જાય. અને પેલા લોકોય કપડું ધરી દે, વચ્ચે જતા હોય ત્યારે. પણ પાછા આ ભાભા શું કરે ? આમ કપડું ખસેડીને કોની વહુ ગઈ હતી તે જુએ. એટલે આપણા લોકોએ કહેવત પાડેલી ‘ભાભો ભારમાં તો વહુ લાજમાં... નહીં તો વહુ લાજમાં નહીં રહે. વહુ તો શું કહે, ‘સાઠે બુદ્ધિ બગડી આ ડોસાની. એટલે વાત સમજે તો ઉકેલ આવે. નહીં તો આ બધો મેળ પડે નહીં.
થાળીમાં કયો ભાત-ખારી દાળ,
ર સર્વેનો સમભાવે નિકાલ ! ઘરમાં ના ભાવતું થાળીમાં આવ્યું ત્યાં ‘સમભાવે નિકાલ” કરજો. કોઈને છંછેડશો નહીં. જે થાળીમાં આવે તે ખાજે. જે સામું આવ્યું તે સંયોગ છે ને ભગવાને કહ્યું છે કે સંયોગને ધક્કો મારીશ તો એ ધક્કો તને વાગશે ! એટલે અમને ના ભાવતી વસ્તુ મૂકી હોય તોય અમે મહીંથી બે ચીજ ખાઈ લઈએ. ના ખાઈએ તો બે જણની જોડે ઝઘડો થાય. એક તો જે લાવ્યો હોય, જેણે બનાવ્યું હોય તેની જોડે ભાંજગડ પડે, તરછોડ વાગી જાય અને