________________
(૩) પતિ-પત્નીમાં મતભેદ !
૭૩
પતિ-પત્નીના દિવ્ય વ્યવહાર
એ ત્યાં રહે છે ને હું અહીં રહું છું. જુદા રહીએ પણ વઢવાડ નથી કોઈ જાતની. રોજ ભેગું થવાનું. મતભેદ જ નહીં ને, ભાંજગડ જ નહીં. ચાલીસ-પિસ્તાલીસ વર્ષથી મતભેદ પડ્યો હોય એવું મને ખબર નથી.
હુંય એમના જેવો હોઉં તો પછી એ તો મતભેદ પડી જાય. એ શું કહે છે ને કેવા આશયથી કહે છે, એ શું હેતુથી કહે છે એ તરત સમજી જઉં. એટલે હું એલાઉ કરું કે બરાબર છે.
જ્ઞાતીનો આ અજોડ ઇતિહાસ.
પત્ની અંગૂઠે વિધિ કરે ખાસ ! એક દહાડો હીરાબા મને કહે છે, “કૃષ્ણનું નામ દઈશ, તમારું નહીં દઉં.’ એ મને પહેલેથી પેસી ગયેલું કે આ જૈન ધર્મ પાળે છે. એટલે બધું જૈન છે આ. પણ અત્યારે તો વિધિ-બિધિ કરે છે. આમ જ્ઞાનેય લીધેલું. પણ એ પાછલું હજુ થોડુંક જાય નહીં. ‘ચાર વાગે ઊઠીને કૃષ્ણનું નામ દઉં છું.’ કહે છે. એમને કહ્યું કે “આ દાદા ભગવાન ?” તો હીરાબા કહે “એય ભગવાન, પણ આ અમારા ને !”
છો.’ એવાં એ આમ કહે તો આમ ને આમ કહે તો આમ.
એક જણે મને પૂછ્યું કે, “અત્યારે તમારે વાઈફ જોડે તમારો વ્યવહાર કેવો છે ? લ્યો-લાવો કહો છો ? મેં કહ્યું, ‘ના. એ આવડા છોતેર વર્ષનાં ને હું અઠ્ઠોતેર વર્ષનો તો લ્યો-લાવો કહેવાતું હશે ? હું હીરાબા કહું છું.” પછી એ મને કહે છે, ‘તમારા તરફ પૂજયભાવ ખરો કે ?” કહ્યું, હું
જ્યારે જઉં છુંને વડોદરા, ત્યારે એ વિધિ કરીને પછી બેસવાનાં. અહીં ચરણે કપાળ અડાડીને વિધિ કરવાનાં. તે રોજેય વિધિ કરવાનાં. આ બધાએ જોયેલું હોય, તો અમે કેવાં સાચવ્યાં હશે કે એ વિધિ કરે ? કોઈ જ્ઞાનીની સ્ત્રીએ એમની વિધિ કરેલી નહીં. ત્યારે અમે કેવાં સાચવ્યાં હશે ? એ પરથી તમને સમજાયું બધું?
અત્યારે ત્યાં આગળ જઈએ ને, તે દસ મિનિટ તો પહેલી એમની વિધિ કરાવડાવાની અહીં આગળ (પગના અંગુઠે). માથે પગ મૂકવાનો, તે દસ મિનિટ કરાવડાવે, બસ. એટલે દાદાની આટલી સેવા. અમે શું સેવા કરીએ ? અમારાથી ઊંચકાય નહીં અને હાથ-પગ છે તે, એક પગ એ થઈ ગયેલો, હાથ એ થઈ ગયેલો ને બેસી રહે. ઊંચકીને સંડાસ લઈ જવા પડે. હવે સંડાસ અહીંયાં કરે નહીં એવા પાછા અક્કલવાળા. ત્યાં લઈ જાવ, કહેશે. તે બધા બહુ સારી સેવા કરે. અમારે પણ આટલી સેવા રોજ કરવાની. તે એમને નીચે નમવાનું નહીં. ચાર છોકરા ખુરશી ઊંચકી રાખે અમારી અને અમારા પગે અહીં માથું અડાડવું. આમ ઊંચે અમારી ખુરશી ધરી રાખી તે પગે માથું અડાડીને બેઠેલાં હોય. અમારે વિધિ કરવાની ને એમને બોલાવું, ‘હું શુદ્ધાત્મા છું, હું શુદ્ધાત્મા છું’ એમ હીરાબા બોલે.
એટલે અમારે વ્યવહાર આદર્શ હોય. બાકી ટોપ ક્લાસ એવો વ્યવહાર ના હોય માણસને ! અત્યારેય જોડ રહીએ છીએ. એ ૭૫ વર્ષના ને હું ૭૮ વર્ષનો. ડોસા-ડોસી બેઉ નિરાંતે જોડે રહે છે, ડોસા ને ડોસી બેઉ ! એમણેય આ મોક્ષે જવાનું જ્ઞાન લીધેલું મારી પાસે. મારેય મોક્ષે જવું છે, કહે છે.
એટલે આ આદર્શ વ્યવહાર ના જોઈએ ? તે આડોશી-પાડોશીને પૂછવા જઈએ ત્યારે શું કહે ? એમનો તો આદર્શ બધો. આ પ્રધાનોને બધાને
પ્રશ્નકર્તા : એમને કહીએ છીએ કે ‘બા, આ જાતે જ કૃષ્ણ છે,” તો હીરાબા કહે, “ના, એ નહીં. મારા તો પેલા જ.'
દાદાશ્રી : એમની સમજણ પર આપણી સમજણ ઠોકી બેસાડવાની નથી. એમની છે એ કરેક્ટ છે, આ આપણુંય એનું એ જ છે ને ! અને પેલુંય એનું એ જ છે. બેઉ કાગળિયાં જ ને ! કોઈ સુંવાળો કાગળ કે કોઈ ગ્રાફ પેપર હોય ને કોઈ પેલો કાગળ હોય, પણ છેવટે કાગળિયાં ફેર જ ને !
પછી હીરાબા મને કહે છે, “તમે ભગવાન શાના ?” મેં કહ્યું, ‘હા, બરાબર છે. તમારી વાત સાચી છે. પછી થોડા વખત પછી મેં કહ્યું, ‘ભગવાન એ ભગવાન છે, હું કંઈ ભગવાન છું ?” ત્યારે હીરાબા કહે, ‘તમે જ ભગવાન છો. નહીં તો આટલું બધું લોક આવતું હશે ? કંઈ અમથા આવે છે બધા ? લોક ગાંડા છે બધા કે પાછળ ફરે તે ? તમે જ ભગવાન