________________
પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર
(૩) પતિ-પત્નીમાં મતભેદ ! છે એમનો કકળાટ જોઈને અમે કંટાળી ગયા છીએ. અલ્યા, એટલી બધી આબરૂ ગઈ આપણી ? આપણી ફેમિલીની આટલી બધી આબરૂ ગઈ છે ! એટલે કંઈક જીવન તો સુધારો, આપણા છોકરા સુધરે એવું તો કંઈક કરો. નિશ્ચય કરો તો થઈ જશે. તમે નિશ્ચય કરો મારે આમ કરવું છે, તો બધું થાય એવું છે.
મતભેદ કોઈ સંગ થાય, ‘તારું સાચું' કરી જ્ઞાતી ચાલી જાય ! મારી પાસે પચાસ હજાર માણસો આવે છે, પણ મારે કોઈની સાથે મતભેદ નથી.
પ્રશ્નકર્તા: આપ કહો છો કે આટલા બધા પચાસ હજાર માણસો જોડે મારે કોઈ દા'ડો મતભેદ નથી થયો. હવે કોઈ ખોટું કહેતો હોય અને તમે છે તે સાચું કહો, તો પછી એ મતભેદ પડ્યો ના કહેવાય ?
દાદાશ્રી : એવું છેને, અત્યારે હું કહું કે “ભઈ, અત્યારે બહાર અંધારું થઈ ગયું છે.” ત્યારે આ ભઈ કહે, “ના, અજવાળું છે.' ત્યારે હું કહું કે ‘ભઈ, હું તમને રિકવેસ્ટ (વિનંતી) કરું, વિનંતી કરું છું, તમે ફરી જુઓને !” ત્યારે કહે, “ના, અજવાળું છે.' એટલે હું જાણું કે આમને જેવું દેખાય છે એવું બોલે છે. માણસની દૃષ્ટિની બહાર આગળ દૃષ્ટિ જઈ શકે નહીં. એટલે પછી હું એને કહી દઉં કે તમારા વ્યુપોઈન્ટથી તમે બરાબર જ છો. હવે બીજું મારું કામ હોય તો કહો. એટલું જ કહ્યું, “યસ, યુ આર કરેક્ટ બાય યોર ભૂપોઈન્ટ !' (હા, તમે તમારા દૃષ્ટિબિંદુથી સાચા છો.) આટલું કહીને, હું આગળ ચાલવા માંડું. આમની જોડે આખી રાત ક્યાં બેસી રહું ? એ તો આવા ને આવા જ રહેવાના છે. આવી રીતે મતભેદનો ઉકેલ લાવી નાખવાનો.
શું કારણથી આવું બોલ્યા ? એ આગળ દેખાતું નથી, એનું કારણ જડતું નથી. એટલે પછી મતભેદ થઈ જાય અને અમે જે જ્ઞાન આપીએ છીએને, તે સર્વ સમાધાની જ્ઞાન છે, એટલે ક્યારેય પણ મતભેદ ના પડે. સમાધાન થઈ જવું જ જોઈએ, ગમે તે ટાઈમે, એટ એની સ્ટેજ, (ગમે તે
દશામાં), કોઈ પણ જગ્યાએ સમાધાન થઈ જવું જ જોઈએ. મારે આ જગતમાં કોઈની જોડે, કોઈ પણ જગ્યાએ મતભેદ પડે જ નહીં. મને ગાળ ભાંડે કે તમે ચોર છો, તોય મારે મતભેદ ના પડે. કારણ કે એ એની દૃષ્ટિથી બોલે છે બિચારો, એની કોઈ પણ દૃષ્ટિ છે. કોઈ ગડું મારી શકે નહીં. ગડું મારવું તેય દૃષ્ટિ છે. એ એના મનમાં એમ માને છે કે હું ગમ્યું મારું છું. પણ એને કોઈ દૃષ્ટિનો આધાર છે. એટલે અમને એની જોડે મતભેદ ના પડે. અને મતભેદ પડે એ તો નબળાઈ કહેવાય, વીકનેસ કહેવાય, એ બધી વીકનેસ જવી જોઈએ.
એમ માનોને કે અહીંથી પાંચસો ફૂટ છે. આપણે એક એકદમ સરસ સફેદ એવો ઘોડો ઊભો રાખ્યો છે અને અહીં આગળ દરેકને આપણે દેખાડીએ કે પેલું શું દેખાય છે ? ત્યારે કોઈ ગાય કહે, તો આપણે એને શું કરવું ? આપણા ઘોડાને કોઈ ‘ગાય’ કહે તે ઘડીએ આપણે એને મારવો કે શું કરવું?
પ્રશ્નકર્તા : મારવાનો નહીં. દાદાશ્રી : શાથી ? પ્રશ્નકર્તા : એની દૃષ્ટિથી ગાય દેખાઈ.
દાદાશ્રી : હા... એના ચશ્મા એવા છે. આપણે સમજી જવાનું કે આને બિચારાને નંબર લાગેલા છે. એટલે એનો દોષ નથી. એટલે આપણે વઢાય નહીં. કે ભઈ બરાબર છે તમારી વાત. પછી બીજાને કહીએ કે શું દેખાય છે ? ત્યારે કહે કે ઘોડો દેખાય છે, તો આપણે જાણીએ કે આને નંબર નથી. પછી બીજાને કહીએ કે શું દેખાય છે ? તો કે “મોટો બળદ હોય એવું દેખાય છે', તો આપણે નંબર સમજી જઈએ એના. ના દેખાય એટલે નંબર સમજી લેવા. તમને શું લાગે છે ?
પ્રશ્નકર્તા : બરાબર છે.
દાદાશ્રી : એટલે મતભેદનું કારણ શું, આપણે સમજી જવું કે આને નંબર વધી ગયા છે. મતભેદ પાડવા ઇચ્છા જ નથી રાખતા લોકો. પોતાને